scorecardresearch
Premium

Health Tips: આખો દિવસ શૂઝ પહેરનાર સાવધાન, પગમાં આ 5 સમસ્યા થવા સંભવ, આટલી કાળજી રાખો

Side Effects of Wearing Shoes Full Day In Legs: આજકાલ મોટાભાગના લોકો શૂઝ – જૂતા પહેરી ઓફિસ કે ફરવા જાય છે. આવી સ્થિતિમાં આખો દિવસ શૂઝ પહેરી રાખવાથી પગમાં સમસ્યા થઇ શકે છે. ચાલો જાણીયે પગમાં શૂઝ પહેરતી વખતે શું ધ્યાન રાખવું

disadvantages of wearing shoes | wearing shoes disadvantages | side effects of wearing shoes full
Disadvantages Of Wearing Shoes : શૂઝ પહેરવાની પગ પર આડઅસર. (Photo: Freepik)

Side Effects of Wearing Shoes Full Day In Legs: આપણું જીવન એટલું વ્યસ્ત થઈ ગયું છે કે સવારે ઊઠતાંની સાથે જ આપણે તૈયાર થઈને સીધા જ આપણા કામના સ્થળે પહોંચી જઈએ છીએ. જે લોકો ફિલ્ડ વર્ક કરે છે તેઓ મોટાભાગે શૂઝ – જૂતા પહેરવાનું પસંદ કરે છે. તેઓ એવા શૂઝ પહેરે છે જે કમ્ફર્ટેબલ હોય, જેથી તેમને રોજબરોજની ભાગદોડમાં તકલીફ ન પડે. પરંતુ શું તમે જાણો છો કે આખો દિવસ જૂતા પહેરવા તમારા પગના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

આખો દિવસ પગ જૂતામાં બંધ રાખવાથી ત્વચા પર તો અસર થાય જ છે, સાથે જ તેનાથી માંસપેશીઓમાં નબળાઈ પણ આવી શકે છે. ઉપરાંત, પરસેવો અને ભેજ પણ ફંગલ ઇન્ફેક્શન અને દુર્ગંધની સમસ્યાઓનું કારણ બની શકે છે.

મુંબઈની કોકિલાબેન હોસ્પિટલના પેડિયાટ્રિક ઓર્થોપેડિક સર્જન ડો.વિકાસ બસા જણાવે છે કે, સતત શૂઝ પહેરવાથી પગના સ્નાયુઓ ટટ્ટાર થઈ જાય છે અને ફ્લેક્સિબિલિટી ઘટે છે. જે ધીમે ધીમે પગને નબળા કરી શકે છે અને શરીરની મુદ્રાને પણ ખરાબ કરી શકે છે. ડૉક્ટરે કહ્યું કે રોજ જૂતા પહેરવાની આદતથી લાંબા સમય સુધી પગની સમસ્યા થઈ શકે છે. આવો એક્સપર્ટ પાસેથી જાણીએ આખો દિવસ શૂઝ પહેરવાથી શરીરમાં કઈ કઈ સમસ્યાઓ થઈ શકે છે.

આખો દિવસ શૂઝ પહેરવાથી થતી સમસ્યાઓ

  • સમગ્ર દિવસ દરમિયાન 12 થી 13 કલાક પગમાં જૂતા પહેરવાથી પગમાં ફોલ્લા પડી શકે છે.
  • આખો દિવસ શૂઝ પહેરવાથી સ્કિન ઘસાય છે અને સ્કિન ટોન ખરાબ થાય છે.
  • ફંગલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનનું જોખમ વધી શકે છે.
  • ભારત જેવા ગરમ અને ભેજવાળા વાતાવરણમાં પગમાં અતિશય પરસેવો થાય છે, જે પગમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન માટે જવાબદાર છે.
  • પગના સ્નાયુઓ નબળા પડવાથી પ્લાન્ટર ફેસિટિસ જેવા રોગો થઈ શકે છે, જેમાં એડી નીચે તીવ્ર પીડા થઈ શકે છે.
  • નબળી ફિટિંગ અથવા આર્ચ સપોર્ટ વાળા જૂતા ચાલવાની રીત બગાડી શકે છે અને કરોડરજ્જુને અસર કરી શકે છે.

ભારતીયોને પગની સમસ્યાઓ શા માટે થાય છે?

ભારતમાં હવામાન ગરમ અને ભેજવાળું હોય છે, જેના કારણે પરસેવાને લીધે શૂઝની અંદર ભેજ વધે છે અને ફંગલ ઇન્ફેક્શનનો ખતરો અનેકગણો વધી જાય છે. કેટલાક લોકો એવી કામગીરી કરે છે જેમાં લોકો કલાકો સુધી ઉભા રહે છે, જેનાથી તેમના પગ પર વધુ દબાણ આવે છે અને પગની એડીમાં દુખાવાની ફરિયાદ વધી જાય છે.

પગનું રક્ષણ કેવી રીતે કરવું?

  • જો તમે આખો દિવસ જૂતા પહેરો છો, તો પછી તમારી ટેવને થોડી સુધારી લો. દિવસ દરમિયાન જૂતા ઉતારવાની આદત રાખો, ખાસ કરીને ઘરે અથવા ઓફિસમાં પગ માંથી જૂતા કાઢીને બેસો.
  • તમે જેટલા લાંબા સમય સુધી ચંપલ અથવા સેન્ડલ પહેરશો, તેટલી જ વધુ હવા તમારા પગને લાગશે.
  • પગના સ્ટ્રેચિંગની કસરત કરો. પગના પંજાને ઉપર નીચે કરો અને એડી ઉપરની તરફ ઉઠાવો, આ બે કસરત પગને આરામ આપે છે.
  • દરરોજ એક જ જૂતા પહેરવાના બદલે દરરોજ અલગ અલગ સૂઝ પહેરો, જેથી તમારા સૂઝને પણ શ્વાસ લેવાની તક મળે.
  • બેક્ટેરિયા અને ગંધ ઘટાડવા માટે તમારા પગરખાંને તડકામાં રાખો.
  • યોગ્ય સાઇઝના જૂતા પહેરો અને એડીને આરામ આપો.

Web Title: Side effects of wearing shoes full day legs pain problem relief tips in gujarati as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×