ઈંડા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે. તેથી જ એવા લોકો જે નોનવેજ નથી ખાતાએ તેઓ પણ તેનું સેવન કરે છે. આપણે ઈંડાનું સેવન સામાન્ય રીતે સવારે કરીએ છીએ. ભૂખ લાગે તો કેટલાક લોકો દિવસમાં 3-4 ઈંડાનું સેવન કરે છે. ઈંડા પ્રોટીનનો બેસ્ટ સ્ત્રોત છે અને ઘણી બીમારીઓમાં ફાયદો પણ પહોંચાડે છે. તેનું સેવન કરવાથી ભૂખ કંટ્રોલમાં રહે છે. ઈંડાની તાસીર ગરમ હોય છે જેનું સેવન કરવાથી શિયાળાની ઋતુમાં શરીર પર ઠંડી અસર ઓછી કરે છે. ઘણા રિસર્ચ અનુસાર રોજ એક ઈંડાનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
ઈંડા આમ તો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પણ જો તે વધારે પડતા ખાવામાં આવે તો નુકશાનકારક સાબિત થઇ શકે છે. તેથી દરરોજ તેનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. હાર્ટ કેર એન્ડ લાઈફ સ્ટાઇલ એક્સપર્ટ, પૂર્વ કન્સલન્ટ ઓફ ઇન્ડિયા મેડિકલના ડોક્ટર બિમલ ઝાઝરના મત અનુસાર જો તમે રોજ ઈંડા ખાવા હોય તો ઈંડાનો સફેદ ભાગ ખાવો જોઈએ. ઈંડાનો પીળો ભાગ શરીરમાં ઝેર જેવું કામ કરે છે. જરદી સાથે ઈંડા ખાવાથી શરીરમાં અનેક બીમારીઓ થવાનું જોખમ વધી શકે છે. આવો જાણીએ નિષ્ણાતો પાસેથી ઈંડા ખાવાના શું ગેરફાયદા છે અને કેટલાં ઇંડા ખાવા જોઇએ.
ઇંડાથી કોલેસ્ટ્રોલ વધવાનું જોખમ
નિષ્ણાતો જણાવે છે કે, ઈંડાનો પીળો ભાગ સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચાડે છે. તેમાં કોલેસ્ટ્રોલ ભરપૂર માત્રામાં હોય છે. 50 ગ્રામના ઈંડામાં 184 મિલિગ્રામ કોલેસ્ટ્રોલ હોય છે જે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે. તેનું સેવન કરવાથી હૃદયની બીમારીઓનું જોખમ વધી જાય છે. નિષ્ણાતોએ કહ્યું કે એક ઈંડું ખાવાથી 18 દિવસ સુધી શરીરની કોલેસ્ટ્રોલની જરૂરિયાત પૂરી થાય છે. જે લોકોને કોલેસ્ટ્રોલ વધારે હોય તેમણે ઈંડાથી દૂર રહેવું જોઈએ.
ખીલની સમસ્યા થવાની શક્યતા
ગરમ તાસીર ધરાવતા ઈંડા ખાવાથી સ્કીન પર ખીલની સમસ્યા વધી શકે છે. આનું સેવન કરવાથી પેટના રોગોનો ખતરો વધી જાય છે. પેટના રોગો જેવા કે અપચો અને ગેસને કારણે સ્કિન ઈન્ફેક્શન થાય છે.
હૃદયના દર્દીઓએ ઇંડા ખાવાનું ટાળવું
ઈંડા ખાવાથી હૃદય રોગનું જોખમ વધી શકે છે. જે લોકોને હાર્ટની બીમારી હોય તેમણે ભૂલથી પણ ઈંડા ખાવા જોઈએ નહીં.
ઉલ્ટી અને પેટમાં દુખાવો થવાની શક્યતા
જો ઈંડાનું યોગ્ય રીતે સેવન ન કરવામાં આવે તો તેનાથી પેટમાં દુખાવો, પેટ ફૂલી જવું અને ઉલ્ટી થઈ શકે છે. તેનું સેવન કરવાથી અપચો, પેટમાં દુખાવો, બળતરા અને ખેંચાણની ફરિયાદ થઈ શકે છે.
દરરોજ કેટલાં ઇંડા ખાવા જોઇએ?
100 ગ્રામ ઈંડા એટલે કે બે ઈંડામાં 155 કેલરી હોય છે. 50 ગ્રામ ઈંડામાં 6 ગ્રામ પ્રોટીન અને 75 ગ્રામ ચરબી હોય છે. તેમાં સોડિયમ પોટેશિયમ અને કોલેસ્ટ્રોલ વધુ માત્રામાં હોય છે. આમ દરરોજ એકથી બે પોષક તત્વોથી ભરપૂર ઈંડાનું સેવન પૂરતું છે.