scorecardresearch
Premium

શ્રાવણ માસમાં જરૂરથી બનાવો આ પારંપરિક રેસીપી, માતા પાર્વતીએ ભગવાન શિવ માટે બનાવી હતી

અનારસા સાથે પણ એક માન્યતા જોડાયેલી છે. માન્યતા અનુસાર, પાર્વતીજીએ ભોલેનાથને મેળવવા માટે પૂજા કરી હતી. પૂજા દરમિયાન જ તેમણે ભોલેનાથને પ્રસાદ તરીકે અનારસા ચઢાવ્યો હતો.

Shravan Recipe, anarsa recipe
અનારસાની ખાસિયત એ છે કે તે ઝડપથી બગડતું નથી. (તસવીર: સોશિયલ મીડિયા)

Shravan Month Recipe: શ્રાવણ માસનું નામ સાંભળતા જ મનમાં અલગ-અલગ પ્રકારના સ્વાદ હિલોળા મારવા લાગે છે. આ ઋતુ દરમિયાન ઘરોમાં પારંપરિક વાનગીઓ બને છે જેનો સ્વાદ માત્ર શ્રાવણ મહિનામાં જ આવે છે. આજે અમે તમને ઉત્તર ભારતમાં બનતી પ્રખ્યાત અનારસાની રેસીપી વિશે જણાવીશું. અનારસા ખાવામાં મીઠી અને બનાવવામાં ખુબ જ સરળ રેસીપી છે.

અનારસા બનાવવા માટે જરૂરી સામગ્રી

Easy to make anarsa recipe
અનારસા બનાવવા માટે જરૂરી સામગ્રી (તસવીર: સોશિયલ મીડિયા)
  • ચોખાનો લોટ
  • પીસેલી ખાંડ (બુરૂ)
  • સફેદ તલ
  • દેસી ઘી

અનારસા બનાવવાની રીત

અનારસા બનાવવા માટે સૌથી પહેલા અડધો કિલો ચોખાનો લોટ લો. હવે તમે ચોખાના લોટના હિસાબે થોડા સફેદ તલ લો. હવે ચોખાના લોટમાં તમે જેટલા તલ લીધા છે તેટલી જ માત્રામાં પીસેલી ખાંડ એટલે કે બુરૂ મિક્સ કરો અને તેમાં પાણી નાંખો. પાણી વધારે માત્રામાં ન હોવું જોઈએ. તેમાં પાણી એટલું જ નાંખો કે તે સરળતાથી તેનો લોટ બાંધી શકાય.

Step by Step anarsa recipe
સ્ટેપ બાય સ્ટેપ અનારસા રેસીપી. (તસવીર: સોશિયલ મીડિયા)

હવે આ તમામ મિશ્રણની નાની-નાની લોઈ બનાવો. તમામ લોટની લોઈ બનાવી લો. હવે એક કટોરામાં સફેદ તલ લો અને લોઈઓને તેમાં એક-એક કરીને લપેટી લો. બીજી તરફ ચુલા પર કઢાઈ મૂકો અને તેમાં દેસી ઘી નાંખો અને મિશ્રણની લોઈઓને તેમાં ડીપ ફ્રાય કરો. તમામ લોઈઓને ડીપ ફ્રાય કર્યા બાદ તેને સોનેરી થતા જ બહાર નીકાળી લો. હવે તમારા અનારસા ખાવા માટે તૈયાર છે.

આ માન્યતા અનારસા સાથે જોડાયેલી છે

શાસ્ત્રો અનુસાર, અનારસા સાથે પણ એક માન્યતા જોડાયેલી છે. માન્યતા અનુસાર, પાર્વતીજીએ ભોલેનાથને મેળવવા માટે પૂજા કરી હતી. પૂજા દરમિયાન જ તેમણે ભોલેનાથને પ્રસાદ તરીકે અનારસા ચઢાવ્યો હતો.

આ પણ વાંચો: શ્રાવણમાં ઘરે બનાવો શુદ્ધ સફરજનની રબડી, સ્વાદ એવો કે વારંવાર ખાશો

જલદી બગડતું નથી

અનારસાની ખાસિયત એ છે કે તે ઝડપથી બગડતું નથી. તમે તેને ફ્રિજમાં સ્ટોર કરી શકો છો અને થોડા દિવસો માટે રાખી શકો છો.

Web Title: Shravan recipe know how to make anarsa at home rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×