scorecardresearch
Premium

શું એલાર્મ પર જાગવું હોય છે ખતરનાક? જો તમે પણ લગાવો છો એલાર્મ તો જાણો સદગુરુનો મત

sadhguru jaggi vasudev tips : કેટલાક લોકો મોડી રાત સુધી જાગતા રહે છે અને લાંબા સમય સુધી ઊંઘ્યા બાદ એલાર્મ સાથે સવારે ઉઠી જાય છે. આ સાથે જ ઘણા લોકો સવારે વહેલા ઉઠવા માટે મલ્ટીપલ એલાર્મ ગોઠવતા હોય છે

sadhguru jaggi vasudev sleeping tips, sadhguru jaggi vasudev, sleeping tips
sadhguru jaggi vasudev tips : રાત્રે યોગ્ય રીતે ઊંઘવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે (તસવીર – ફ્રીપિક)

sadhguru jaggi vasudev tips : રાત્રે યોગ્ય રીતે ઊંઘવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. રાત્રે સમયસર સૂવું અને સવારે યોગ્ય સમયે ઉઠવું એ એક સ્વસ્થ દિનચર્યા છે. જોકે બહુ ઓછા લોકો આ રૂટિન ફોલો કરી શકે છે. કેટલાક લોકો મોડી રાત સુધી જાગતા રહે છે અને લાંબા સમય સુધી ઊંઘ્યા બાદ એલાર્મ સાથે સવારે ઉઠી જાય છે. આ સાથે જ ઘણા લોકો સવારે વહેલા ઉઠવા માટે મલ્ટીપલ એલાર્મ ગોઠવતા હોય છે.

જો તમે પણ સવારે જાગવા માટે એલાર્મ સેટ કરો છો તો પછી સાવચેત રહો. આ તમારા સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર કરી શકે છે. આ લેખમાં અમે તમને જણાવીશું કે જ્યારે તમે એલાર્મ લગાવીને સૂવો છો ત્યારે શું થાય છે. તેની આડઅસરો શું છે અને તે વિશે સદગુરુનો મત શું છે?

એલાર્મમાં ઊંઘની ગુણવત્તા બગડે છે

ઘણા અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે રાત્રે એલાર્મ લગાવીને સુવાથી ઉંઘની ક્વોલિટી બગડે છે. સામાન્ય રીતે રાત્રે સાતથી આઠ કલાક ઊંઘવું સારું ગણાય છે. જોકે જ્યારે તમે રાત્રે એલાર્મ સાથે સૂઈ જાઓ છો ત્યારે તમે યોગ્ય રીતે સૂઈ શકતા નથી. તમે તમારી ઊંઘનો ક્વોટા ઓછો કરી દો છો, જેના કારણે તમને ક્યારેક આખો દિવસ થાક જવું ફીલ થાય છે. કેટલીકવાર હોર્મોન્સ પણ ઇન બેલેન્સ થઇ જાય છે, જેના કારણે તણાવ અને ચીડિયાપણું પણ થાય છે.

આ પણ વાંચો – 15 મિનિટમાં બનાવો ડુંગળી અને લીલા મરચાનું મસાલેદાર અથાણું, સાદા ખોરાકને પણ બનાવશે ટેસ્ટી

ઊંઘ ન આવવાથી ડિપ્રેશન થઈ શકે છે

સાથે જ ઊંઘની ખરાબ ક્વોલિટીના કારણે માનસિક સ્વાસ્થ્ય પર તેની વધુ અસર પડે છે. ઊંઘના અભાવે આખો દિવસ એક અજીબોગરીબ અનુભૂતિ થતી રહે છે. ઊંઘનો અભાવ ડિપ્રેશન અને ચિંતા જેવી સમસ્યાઓનું કારણ પણ બની શકે છે.

શું કહે છે સદગુરુ?

સદગુરુના જણાવ્યા અનુસાર સમયસર સૂવું અને જાગવું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. જ્યારે એલાર્મમાંથી અચાનક જાગવું એ સારો રસ્તો નથી. તેઓ કહે છે કે જો તમે પણ લાંબા સમય સુધી એલાર્મથી જાગો છો તો થોડા સમય પછી તમને શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. જો તમે સવારે યોગ્ય રીતે ઉઠતા નથ તો તમે તમારી દિનચર્યા બદલી શકો છો.

Web Title: Sadhguru jaggi vasudev tips alarm affect your mental and physical health ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×