Sadhguru Health Tips : સ્વસ્થ આહાર એ સ્વસ્થ જીવનનો મહત્વનો ભાગ છે. સ્વસ્થ આહાર એટલે એવો ખોરાક જેમાં શરીર માટે જરૂરી તમામ વિટામિન્સ, મિનરલ્સ અને પોષક તત્વો હોય. આપણું વ્યસન એટલું વધી ગયું છે કે, આપણે ખાવાના નામે જે કંઈ પણ ખાઈએ છીએ તે માત્ર કચરો છે, જે આપણું પેટ તો ભરે છે પણ શરીરને કંઈ આપતું નથી. સંતુલિત આહારમાંથી શરીરને તમામ પોષક તત્વો મળે છે. આહારમાં ફળો, શાકભાજી અને આખા અનાજનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને શરીરને ઉર્જા મળે છે.
કેટલાક લોકો એવા હોય છે, જેમને આખો સમય ખાવાની આદત હોય છે. તેમનું પેટ ભરાઈ ગયું હોવા છતાં, પણ તેઓ કંઈક ખાવાની તૈયારી કરતા રહે છે. તમે જાણો છો કે, અતિશય આહારની આદત તમારા શરીરને બીમાર બનાવી રહી છે. સદગુરુ જગ્ગી વાસુદેવના જણાવ્યા અનુસાર, કેટલાક લોકો વહેતા કુંડમાં પાણી ભરવાની જેમ જ, આખો સમય કઈંકનું કઈંક ખાતા રહે છે.
સદગુરુના મતે, તમે વધુ પડતું ખાવાથી તમારું સ્વાસ્થ્ય બગાડો છો. સારા સ્વાસ્થ્ય માટે પેટ ખાલી રાખવું જરૂરી છે. સદગુરુના મતે જો ખોરાક યોગ્ય સમયે અને યોગ્ય અંતરાલ પછી લેવામાં આવે તો, તેનાથી શરીરને ફાયદો થાય છે. યોગ્ય સમયાંતરે યોગ્ય ખોરાક ખાવાથી 90 ટકા રોગોથી છુટકારો મેળવી શકે છે. ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે, ખાવાનો યોગ્ય સમય કયો છે, જેને અપનાવીને આપણે શરીરને સ્વસ્થ રાખી શકીએ છીએ.
સ્વસ્થ શરીર માટે કેટલો ખોરાક જરૂરી છે?
ઘણા સંશોધનોમાં એ સાબિત થયું છે કે, તમારું શરીર અને મગજ ત્યારે જ સારી રીતે કામ કરે છે, જ્યારે તમારું પેટ ખાલી હોય. જો તમારે સ્વસ્થ રહેવું હોય તો, તમારે એવી રીતે ખાવું જોઈએ કે, તમારું પેટ બેથી અઢી કલાકમાં સંપૂર્ણપણે ખાલી થઈ જાય. શરીરમાં કોઈપણ સુધારો અને શુદ્ધિકરણ ત્યારે જ થાય છે, જ્યારે તમારું પેટ ખાલી હોય. વધુ પડતું ખાવાથી સેલ્યુલર સ્તરે શુદ્ધિકરણ થતું નથી. જો તમે વધુ ખાઓ છો, તો શરીરમાં વધુ સમસ્યાઓ થાય છે. વધુ પડતું ખાવાથી આળસ આવે છે. કેટલાક લોકો વધુ પડતું ખાવાથી શરીરની સિસ્ટમ બગાડી નાખે છે. તેમનું શરીર સમસ્યા બની જાય છે.
સદગુરુ અનુસાર, શરીરની નબળાઈને દૂર કરવા માટે લોકોને વધુ ખાવાની સલાહ આપવામાં આવે છે. તમે જાણો છો કે વધુ પડતું ખાવાથી તમારું શરીર બીમાર થઈ જાય છે. સદગુરુના જણાવ્યા મુજબ 12 કલાક ભૂખ્યા રહેવાથી પણ તમે સ્વસ્થ રહી શકો છો. 12 કલાક ખાલી પેટ રહેવાથી તમને કોઈ રોગ થશે નહીં. નિષ્ણાંતોના મતે, શરીરમાં હંમેશા કોઈને કોઈ રોગ હોવાનો અર્થ એ છે કે, તમારું શરીર બીમાર છે.
ખોરાક ખાવાનો યોગ્ય સમય કયો છે
સદગુરુના કહેવા પ્રમાણે, જો તમારે તમારા શરીરને સ્વસ્થ રાખવું હોય તો એક ભોજન અને બીજા ભોજન વચ્ચે 8 કલાકનું અંતર રાખો. જો તમે દરેક ભોજન વચ્ચે 8 કલાકનું અંતર રાખો છો, તો તમારી અડધાથી વધુ સમસ્યાઓ દૂર થઈ જશે. તમે સમયસર ખાવાનું ધ્યાન આપીને અને યોગાસન કરીને બધી સમસ્યાઓ દૂર કરી શકો છો.
 
						 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													