Sadhguru Health Tips: સ્વસ્થ અને તંદુરસ્તી શરીર ભગવાનની ભેટ છે જે દરેક વ્યક્તિને મળતી નથી. આજે બીમારી અને રોગો એટલા માટે વધી ગયા છે કારણ કે આપણે બરાબર ખાતા નથી, અથવા આપણે બહુ વધારે ખાઈએ છીએ અને શરીરનો યોગ્ય ઉપયોગ કરતા નથી. બદલાતા સમયમાં વધતો તણાવ, ખરાબ ડાયટ અને કથળતી જતી જીવનશૈલીને કારણે લોકો નાની ઉંમરે જ બીમાર પડી ગયા છે.
આજે નાની ઉંમરમાં બાળકોને આંખો પર ચશ્મા લાગી રહ્યા છે, અનેક ગંભીર બીમારીઓ થઈ રહી છે જેના માટે આપણી લાઈફસ્ટાઈલ અને ફૂડ જવાબદાર છે. આપણા શરીરનું બીમાર થવાનું સૌથી મોટું કારણ આપણી શારીરિક પ્રવૃત્તિનો અભાવ છે. આપણે લાંબા સમય સુધી શરીરને એક જગ્યાએ સ્થિર રાખીએ છીએ, પરિણામે આપણે હૃદયરોગ, ડાયાબિટીસ, ડિપ્રેશન, પીઠ અથવા સાંધાના દુખાવાનો ભોગ બની રહ્યા છીએ.

સદગુરુ જગ્ગી વાસુદેવે જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ ખાસ પદ્ધતિ અપનાવે તો તે જીવનભર સ્વસ્થ રહી શકે છે. આ ખાસ પદ્ધતિ અપનાવશો તો 80 ટકા રોગોની સારવાર શરીર જ કરશે. સદગુરુ જગ્ગી વાસુદેવના કહેવા મુજબ સ્વસ્થ રહેવા માટે તમારે તમારા શરીર, તમારા મગજ અને ઉર્જાનો ઉપયોગ કરવો પડશે.
જો આ ત્રણ ચીજોનો શરીરમાં સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હોય અને તે સંતુલિત હોય તો તમે હંમેશા સ્વસ્થ રહેશો. આ રીતે શરીરનો ઉપયોગ કરીને તમે 80 ટકા રોગોની સારવાર કરી શકો છો. આવો સદગુરુ પાસેથી જાણીએ કે સ્વસ્થ રહેવાનો કયો સરળ ઉપાય છે, જેનાથી 80 ટકા રોગો મટી શકે છે.
શરીરને સ્વસ્થ રાખવાની સરળ રીત
સદગુરુ કહે છે કે, કેટલાક લોકો વધુ પડતું કામ કરી રહ્યા છે એટલે તેમની તબિયત ખરાબ છે, તો બીજી તરફ એવા લોકો પણ છે જે ખૂબ જ ઓછું કામ કરી રહ્યા છે અને તેમનું સ્વાસ્થ્ય પણ ખરાબ છે. જો તમે 200 વર્ષ પહેલાં આ પૃથ્વી પર રહેતા હોત, તો તમે આજે કરતા ઓછામાં ઓછું 100 ગણું વધારે કામ કરતા હોત. શારીરિક રીતે તમારે આસપાસ જવા માટે ચાલીને જવું પડતુ હતુ.

તમારે બધું તમારા હાથથી કરવું પડતુ હતું. જો તમે 200 વર્ષ પહેલા જેટલું કામ કરતા હતા તેટલા કામ કરતા હોવ તો તમારા માટે બ્રેક અને આરામ કરવો જરૂરી હતો. વર્તમાન યુગમાં આપણે શરીરનો ઉપયોગ નથી કરતા. તમે જાણો છો કે તમે શરીરનો ઉપયોગ કરીને જ તમારા શરીરને સ્વસ્થ રાખી શકો છો.
આ પણ વાંચો | ઉનાળામાં શિકંજી પીવાનો યોગ્ય સમય ક્યો? નહીંત્તર શરીરને ફાયદાના બદલે થશે નુકસાન
સ્વસ્થ રહેવા માટે શારીરિક પ્રવૃત્તિ સૌથી સરળ ઉપાય
શરીરને સ્વસ્થ રાખવા માટે, તમારે શરીરનો ઉપયોગ કરવો જોઈએ. તમે તમારા શરીરનો જેટલો વધુ ઉપયોગ કરશો, તેટલું જ સારું બનશે. સ્વસ્થ રહેવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે તમારા શરીર સાથે કામ કરવું. જાણકારોના મતે જો તમે તમારા શરીરનો પૂરતો ઉપયોગ કરો છો તો તમારા શરીરમાં એ બધું જ છે જે તમે તમારી જાતને સ્વસ્થ રાખી શકો છો. જો આપણે આપણા શરીરનો જોઈએ તેટલો ઉપયોગ કરીએ તો 80 ટકા બીમારીઓ અદૃશ્ય થઈ જશે. બાકીના 20 ટકા રોગો માટે તમારો આહાર જવાબદાર છે. જો તમે તમારી ડાયટમાં સુધારો કરીને તેની સારવાર કરી શકો છો.