Shravan Special Khakhra Recipe | શ્રાવણ માસ 2025 (Shravan Maas 2025) ને હવે થોડાજ દિવસ બાકી છે આ વર્ષે શ્રાવણ માસ 25 જુલાઈ થી શરૂ થાય છે, આ પવિત્ર માસમાં ઘણા લોકો ઉપવાસ કરે છે, આ ઉપવાસ એક મહિના સુધી કરવાના હોય છે, ઉપવાસ દરમિયાન ફરાળમાં દરરોજ શું ખાવું વિશે ઘણા લોકો મુંઝવણમાં હોય છે એવામાં અહીં હેલ્ધી અને ટેસ્ટી નવી અને સ્વાદિષ્ટ રેસીપી શેર કરી છે જે બધાને ભાવશે.
શ્રાવણ માસ ના ઉપવાસમાં તમે ફરાળી સાબુદાણા ખાખરા બનાવી શકો છો, જે ઓઇલ ફરી છે, તેથી હેલ્થ માટે સારો વિકલ્પ બની શકે છે તે ખાધા બાદ લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. તમે ચા નાસ્તામાં આ ફરાળી સાબુદાણા ખાખરાની મજા માણી શકો છો, જાણો ફરાળી સાબુદાણા ખાખરા રેસીપી
ફરાળી સાબુદાણા ખાખરા રેસીપી
ફરાળી સાબુદાણા ખાખરા રેસીપી સામગ્રી
- 1 કપ પલાળેલા સાબુદાણા
- 2 બાફેલા બટાકા
- 2-3 ચમચી શિંગોડાનો લોટ
- 2-3 લીલા મરચા સ્વાદ મુજબ
- 2 ચમચી શેકેલા શીંગદાણાનો ભૂકો
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- 1/2 ચમચી જીરું
- 2 ચમચી લોટ બાંધવા માટે
- 2 ચમચી તેલ ખાખરા શેકવા માટે
ફરાળી સાબુદાણા ખાખરા રેસીપી :
- ફરાળી સાબુદાણા ખાખરા બનાવવા માટે આખી રાત સાબુદાણા પલાળી રાખો. બીજા દિવસે પાણી નિતારી લો. હવે મોટા બાઉલમાં સાબુદાણા, બાફેલા બટાકા, લીલા મરચા, શેકેલા શીંગદાણાનો ભૂકો જીરું અને ફરાળી મીઠું ઉમેરો.
- હવે બધું મિક્સ કરી લો. એવું લાગે તો શિંગોડાનો ઉમેરીને લોટ બાંધો. જો લોટ વધારે ઢીલો લાગે તો થોડો વધુ થોડો લોટ ઉમેરી શકાય છે. લોટ બાંધતી વખતે 2 ચમચી તેલ ઉમેરો.
- હવે લોટમાંથી નાના લુઆ બનાવીને એક પેપર પર રાખો, થોડું તેલ લગાવી, લુઆને મૂકી પાતળા ખાખરા વણો. પાતળા ખાખરા વધુ ક્રિસ્પી બનશે.
- હવે પેન ગરમ કરી થોડી તેલ નાખો. વણેલા ખાખરાને ધીમા તાપે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી લો, જ્યાં સુધી તે ક્રિસ્પી ન થાય.
- હવે બધા ખાખરાને આ રીતે તૈયાર કરી લો, થઇ જાય એટલે તૈયાર ફરાળી સાબુદાણા ખાખરાને નાસ્તામાં ચા સાથે સર્વ કરો.