scorecardresearch
Premium

RO વોટર પ્યૂરીફાયરના ફિલ્ટરને ઘરમાં ક્લિન કરવાની રીત, સર્વિસ માટે મિકેનિક બોલાવવો નહીં પડે

RO Water Purifier Cleaning: લાંબા સમય સુધી પાણી સાફ કરતી વખતે આરઓ ફિલ્ટર્સ ગંદા થઇ જાય છે. પાણીનો સ્વાદ પણ બદલાય છે. આવી સ્થિતિમાં લોકો મિકેનિકને સર્વિસિંગ માટે બોલાવે છે. પરંતુ તમે ઘરે થોડી મિનિટોમાં આરઓ ફિલ્ટરને સરળતાથી સાફ કરી શકો છો

RO Water Purifier filter, આરઓ વોટર પ્યુરિફાયરના ફિલ્ટર
તમે ઘરે થોડી મિનિટોમાં આરઓ ફિલ્ટરને સરળતાથી સાફ કરી શકો છો (તસવીર – ફ્રીપિક)

RO Water Purifier Cleaning: આજકાલ મોટાભાગના ઘરોમાં આરઓ વોટર પ્યુરિફાયરનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ લાંબા સમય સુધી પાણી સાફ કરતી વખતે આરઓ ફિલ્ટર્સ ગંદા થઇ જાય છે. તેનાથી પાણીની શુદ્ધતા તો ઓછી થાય જ છે સાથે સાથે પાણીનો પ્રવાહ પણ ઓછો થાય છે. પાણીનો સ્વાદ પણ બદલાય છે. આવી સ્થિતિમાં લોકો મિકેનિકને સર્વિસિંગ માટે બોલાવે છે. પરંતુ તમે ઘરે થોડી મિનિટોમાં આરઓ ફિલ્ટરને સરળતાથી સાફ કરી શકો છો.

તમારા ઘરમાં આરોના ફિલ્ટરને કેવી રીતે સાફ કરવું

આરઓ વોટર પ્યુરિફાયરના ફિલ્ટરને સાફ કરવા માટે સૌ પહેલા મશીનનો પાવર બંધ કરો. આ પછી પાણીની સપ્લાઇ પણ બંધ કરી દો.

ફિલ્ટરને આરામથી કાઢો

આ પછી તમે સ્ક્રૂ ડ્રાઇવરની મદદથી ફિલ્ટર યુનિટને કાળજીપૂર્વક બહાર કાઢો. પછી તેને નળની નીચે મૂકીને પાણીથી ધોઇ લો.

સ્ક્રબરથી સાફ કરો

જો ફિલ્ટર વધારે પડતું ગંદું હોય તો તમે તેને સ્ક્રબરની મદદથી હળવા હાથે ઘસીને સાફ કરી શકો છો. આમ કરવાથી મિનિટોમાં ક્લિન થઈ જશે.

આ પણ વાંચો – નાળિયેર પાણી પીધા પછી ભૂલથી પણ આ 5 વસ્તુઓ ના ખાવ, શરીર પર ઝેરની જેમ થઇ શકે છે અસર

થોડા સમય માટે સૂકવવા દો

પાણીથી ધોયા પછી ફિલ્ટરને ચોખ્ખા કપડાથી સાફ કરી લો. આ પછી તેને સૂકવવા માટે થોડો સમય રહેવા દો. આમ કરવાથી તેનો ભેજ દૂર થશે.

ફિલ્ટરને ફરીથી લગાવો

એકવાર ફિલ્ટર સાફ થઈ જાય પછી તેને ફરીથી યુનિટમાં મૂકી દો. ત્યાર બાદ મશીન ચાલુ કરી દો. એક ડોલ પાણી કાઢીને ફેંકી દો. હવે ફિલ્ટર વાપરવા માટે તૈયાર છે.

Web Title: Ro water purifier filter easy way to clean at home ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×