Rishikesh Hill Station: ઋષિકેશ હિલ સ્ટેશન બહુ જ સુંદર છે. દેશ અને દુનિયામાંથી દર વર્ષે લાખો લોકો અહીં ફરવા આવે છે. આ હિલ સ્ટેશન પર પ્રવાસીઓ ગંગા નદીમાં સ્નાન, ગંગા આરતી, રિવર રાફ્ટિંગ અને ટ્રેકિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટીનો આનંદ માણી શકે છે. ઉત્તરાખંડમાં હરિદ્વાર નજીક ઋષિકેશ આવેલું છે. જો તમે પણ ઋષિકેશ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ સમાચાર અચૂક વાંચવા જોઇએ. અહીં એવી 5 સિક્રેટ જગ્યા વિશે જાણકારી આપી છે, જેની મુલાકાત વગર ઋષિકેશ પ્રવાસ અધુરો ગણાય છે.
ઋષિકેશ યોગ નગરી
ઋષિકેશ યોગ નગરી પણ કહેવાય છે. અહીં ઘણા યોગ કેન્દ્ર આવેલા છે, જ્યાં દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો યોગ શિખવા આવે છે.
ત્રિવેણી ઘાટ પર સ્નાન વગર ઋષિકેશ યાત્રા અધૂરી
હરિદ્વાર ઋષિકેશમાં પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. ઋષિકેશ નજીક આવેલા હરિદ્વારમાં સાંજે ગંગા આરતી આધ્યાત્મક ઉર્જાનો અનુભવ કરાવે છે. તેવી જ રીતે ત્રિવેણી ઘાટ પર સ્નાન વગર ઋષિકેશ યાત્રા અધુરી ગણાય છે. અહીં ગંગા, યમુના અને સરસ્વતી નદીનું સંગન ઘાય છે. અહીં પણ સાંજે થતી ગંગા આરતી દિવ્ય અનુભૂતિ કરાવે છે.
ઋષિકેશમાં રિવર રાફ્ટિંગનો રોમાંચ
ઋષિકેશમાં ખળખળ વહેતી ગંગા નદીમાં રિવર રાફ્ટિંગનો અનુભવ જીવનભર યાદ રહે છે. પ્રવાસીઓ બંજી જમ્પિંગ, કેપ્ટિંગ અને ટ્રેકિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટી ઋષિકેશ પ્રવાસને યાદગાર બનાવે છે.
ત્ર્યંબકેશ્વર મંદિર અને વશિષ્ઠ ગુફા દર્શન
જો તમે ઋષિકેશ જાવ તો ત્ર્યંબકેશ્વર મંદિર અને વશિષ્ઠ ગુફાના દર્શન અચુક કરવા જોઇએ. પ્રાચીન ત્ર્યંબકેશ્વર મંદિર ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિર આધ્યાત્મિક ઊર્જા માટે પ્રસિદ્ધ છે. અહીં આવતા દર્શનાર્થીઓ ભગવાન શિવની પૂજા અર્ચના કરે છે. તો વશિષ્ઠ ગુફા પણ બહુ પ્રખ્યાત છે. આ સ્થળ પર ઋષિ વશિષ્ઠે કઠોર તપસ્યા કરી હતી.
ઋષિકેશ જાનકી સેતુની મુલાકાત
ઋષિકેશ આવનાર પ્રવાસીઓ જાનકી સેતુની અવશ્ય મુલાકાત લે છે. લક્ષ્મણ ઝુલા અને રામ ઝુલા બાદ જાનકી સેતુ ઋષિકેશ આવનાર પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.