Delicious Mango Drinks For Summer: આ સમયે જે રીતે પારો વધી રહ્યો છે, તેનાથી હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશનની સમસ્યા ગમે ત્યારે થઈ શકે છે. હકીકતમાં, ડિહાઇડ્રેશનને કારણે, શરીરના કોષો અને પેશીઓ યોગ્ય રીતે કાર્ય કરી શકતા નથી અને તેમને લગતી ઘણી સમસ્યાઓ દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં તમારે આ પીણું પીવું જોઈએ કારણ કે તે શરીરને ડિહાઇડ્રેટ કરે છે અને પાણીની ઉણપને અટકાવે છે.
ઉનાળા દરમિયાન કેરીમાંથી બનેલા વિવિધ પીણા તમને ડિહાઈડ્રેશનથી બચાવશે. આ ડ્રિંક્સ પીવાથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સ વધવાની સાથે શરીરમાં ઊર્જા સંતુલિત કરવામાં મદદ મળે છે. આ ઉપરાંત તેને પીવાથી હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશનથી પણ રક્ષણ મળે છે. તો ચાલો જાણીએ કેરીમાંથી બનતા ડિંક્સ કયા છે.
કાચી કેરીનું જ્યુસ (આમ પન્ના)
કાચી કેરીના બાફી અને તેનો પલ્પ કાઢીને તેમાં પાણી ઉમેરી અને જીરું અને મીઠું, ગોળ કે ખાંડ ઉમેરવામાં આવે છે. આ સાથે ફૂદીનો કે કોથમીર ક્રસ કરીને નાખવાથી કાચી કેરીનું જ્યુંશ તૈયાર થઈ જશે.
મેંગો મોજીતો
મેંગો મોજીતો કાચી કેરીમાંથી બનાવવામાં આવે છે. કાચી કેરી ખાવાથી ગરમીમાં લૂ અને હીટ સ્ટ્રોક, ડિહાઈડેશનથી રક્ષણ મળે છે. મેંગો મોજીતો બનાવવા માટે કાચી કેરીના કટકા કરીને તેમાં લીલા ધાણા, ફૂદીનો, એક લીલું મરચું નાંખી તેની પ્યુરી બનાવવામાં આવે છે. ત્યારબાદ એક ગ્લાસમા આ પ્યુરી કાઢી તેમાં આઈસ ક્યુબ ઉમેરવામાં આવી છે. અને ઉપરથી સોડા ઉમેરી જીરું મીઠું અથવા જલજીરા ઉમેરવાથી મેંગો મોજીતો રેડી થઈ જશે.
મેંગો મીલ્ક શેક
ઉનાળામાં કોલ્ડ ડ્રિંગ પીવા લોકોને ખુબ જ ગમે છે ત્યારે પાકી કેરીમાંથી મેંગો મીલ્ક શેક બનાવીને લોકો પીતા હોય છે. મેંગો મીલ્ક શેક બનાવવા માટે પાકી કેરીની પ્યુરી તેમજ દૂધ થોડી ખાંડ ઉમેરી મીક્સ કરી આઈસ ક્યુબ સાથે સર્વ કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ- ફણસ સાથે તેના બીજ પણ ગુણકારી ! જાણો ફાયદા
પાકી કેરીનો રસ
ઉનાળાની ઋતુમાં પાકી કેરીનો રસ ભોજનમાં લેવો દરેકેને પસંદ હોય છે. મોટાભાગના ઘરોમાં કેરીનો રસ ખવાતો હોય છે. ઉનાળામાં કેરી ખાવાના અનેક ફાયદા થાય ચે. પાકી કેરીને છાલ કાઢી ત્યારબાદ પલ્પને કાઢીને ક્રાઈન્ડરમાં ક્રસ કરવાથી કેરીનો રસ તૈયાર થઈ જતો હોય છે.