scorecardresearch
Premium

Redmi 14C 5G Launch: રેડમી સ્માર્ટફોન 10000થી ઓછ કિંમતે લોન્ચ, 50MP કેમેરા અને પાવરફુલ બેટરી

Redmi 14C 5G Price In India: રેડમી 14સી 5જી સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. લેટેસ્ટ રેડમી 5જી સ્માર્ટફોનમાં 5160mAhની મોટી બેટરી, 50MP પ્રાઇમરી રિયર કેમેરા સેટઅપ અને 4nm સ્નેપડ્રેગન 4 Gen 2 પ્રોસેસર આવે છે.

Redmi 14C 5G Smartphone Launch | Redmi 14C 5G Price
Redmi 14C 5G Smartphone Launch In India: રેડમી 14સી 5જી સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. (Photo: Redmi India)

Redmi 14C 5G Launch In India: રેડમી 14સી 5જી સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે.Redmi 14C 5G કંપનીનો નવો હેન્ડસેટ છે અને શાઓમીના પ્રોપરાઇટરી રેડમીના આ 5G ફોનમાં ગ્લાસ બેક પેનલ આપવામાં આવી છે. રેડમી 14સી 5જી સ્માર્ટફોનમાં 6.88 ઇંચની મોટી ડિસ્પ્લે, 5160mAh મોટી બેટરી અને 50MP પ્રાઇમરી રિયર કેમેરો આવે છે. રેડમી 14સી 5જી સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ સહિત તમામ વિગત તમને અહીં જાણવા મળશે.

Redmi 14C 5G Price : રેડમી 14સી 5જી કિંમતી

રેડમી 14સી 5જી સ્માર્ટફોનના 4 જીબી રેમ અને 64 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 9999 રૂપિયા છે. તો આ સ્માર્ટફોનના 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 10999 રૂપિયા અને 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 11999 રૂપિયા છે. આ સ્માર્ટફોનને સ્ટારલાઇટ બ્લૂ, સ્ટારડસ્ટ પર્પલ અને સ્ટારગેઝ બ્લેક કલર ઓપ્શનમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

રેડમી 14સી 5જી સ્માર્ટફોનનો સેલ 10 જાન્યુઆરીથી શરૂ થશે. આ લેટેસ્ટે રેડમી સ્માર્ટફોનને એમેઝોન ઇન્ડિયા, ફ્લિપકાર્ટ, શાઓમી ઇન્ડિયા અને શાઓમીના રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકાય છે.

Redmi 14C 5G Specifications : રેડમી 14સી 5જી સ્પેસિફિકેશન

રેડમી 14સી 5જી સ્માર્ટફોનમાં ડ્યુઅલ સિમ આવે છે. આ રેડમી સ્માર્ટફોનમાં 6.88 ઇંચની એચડી + (720×1640 પિક્સલ) એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે. ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે અને તેને બ્લૂ લાઇટ સામે રક્ષણ આપવા માટે TÜV રેઈનલેન્ડ સર્ટિફિકેશન મળે છે. આ રેડમી ફોનમાં 600 નીટ પીક બ્રાઇટનેસ અને 240 હર્ટ્ઝ ટચ સેમ્પલિંગ રેટ આપવામાં આવ્યો છે. આ ફોન એન્ડ્રોઇડ 14 બેઝ્ડ HyperOS સ્કિન સાથે આવે છે. સ્માર્ટફોન બે મોટા OS અપડેટ્સ અને 4 વર્ષની સિક્યોરિટી અપડેટ્સનું વચન આપે છે.

ડિવાઇસમાં 4nm સ્નેપડ્રેગન 4 Gen 2 પ્રોસેસર આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 6 જીબી સુધીની રેમ છે. રેમને વર્ચ્યુઅલ રીતે 12 જીબી સુધી વધારી શકાય છે. રેડમી 14સી 5જીમાં 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે, જેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારીને 1 ટીબી કરી શકાય છે.

Redmi 14C Camera : રેડમી 14સી કેમેરા

રેડમી 14સી 5જી સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી માટે ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે. સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો છે જે એપર્ચર એફ / 1.8 સાથે આવે છે. હેન્ડસેટમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ડિવાઇસમાં ધૂળ અને સ્પ્લેશ રેઝિસ્ટન્સ માટે IP52 છે. હેન્ડસેટને પાવર આપવા માટે 5160mAhની મોટી બેટરી ઉપલબ્ધ છે, જે 18W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોન સાથે બોક્સમાં 33W ચાર્જર ઉપલબ્ધ છે. કંપનીનું કહેવું છે કે આ ફોન સિંગલ ચાર્જમાં 21 દિવસ સુધીનો સ્ટેન્ડબાય ટાઇમ અને 139 કલાક સુધીનો મ્યૂઝિક પ્લેટાઇમ આપે છે.

કનેક્ટિવિટી માટે રેડમી 14સીમાં બ્લૂટૂથ, જીપીએસ, ગ્લોનાસ, વાઇ-ફાઇ, 3.5 એમએમ ઓડિયો જેક અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. હેન્ડસેટમાં એમ્બિયન્ટ લાઇટ સેન્સર, એક્સેલેરોમીટર, વર્ચ્યુઅલ પ્રોક્સિમિટી સેન્સર અને ઇ કંપાસ આવે છે.

Web Title: Redmi 14c 5g launch in india price features specifications battery camera know all details here as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×