scorecardresearch
Premium

Raksha Bandhan 2025 : રક્ષાબંધન પર માવા વગર ઘરે બનાવો આ 3 મીઠાઈ, એકદમ છે સરળ

Raksha Bandhan 2025 : આ વખતે રક્ષાબંધન 9 ઓગસ્ટને શનિવારે આવી રહી છે. ભેળસેળવાળી મીઠાઈ બજારમાં મળી શકે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તેથી તમે ઘરે મીઠાઇ બનાવી શકો છો

Mithai, મીઠાઇ, રક્ષાબંધન
રક્ષાબંધન પર બધાય મીઠાઈ ખરીદે છે (ફાઇલ ફોટો)

Raksha Bandhan Mithai Recipes: રક્ષાબંધનનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે. આ વખતે રક્ષાબંધન 9 ઓગસ્ટને શનિવારે આવી રહી છે. આ તહેવાર પર બધાય મીઠાઈ ખરીદે છે. પરંતુ આ સમયે ભેળસેળવાળી મીઠાઈ બજારમાં મળી શકે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આવી સ્થિતિમાં બહારથી મીઠાઈ ખરીદવા કરતાં તેને ઘરે બનાવવી વધુ સારું રહેશે. સામાન્ય રીતે રક્ષાબંધન પર લાડુ, પેડા અને બરફી જેવી કેટલીક પરંપરાગત મીઠાઈઓ બનાવવામાં આવે છે. માવા વગર ઘરે મીઠાઈ બનાવવાની રીત જાણીએ.

માવા વગર ડ્રાયફ્રૂટ બરફી કેવી રીતે બનાવવી

લોકો ઘણીવાર બરફી બનાવવા માટે માવાનો ઉપયોગ કરે છે. જ્યારે તમે આ વખતે નારિયેળ બરફી બનાવી શકો છો. આ માટે નારિયેળ લો અને તેને છીણી લો. પછી તેમાં થોડો એલાઇચી પાવડર ઉમેરો અને ખાંડની ચાસણીમાં નાખીને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ થાળીમાં થોડું ઘી લગાવીને ફેલાવી દો. પછી તેને ઠંડુ થવા દો અને તેને બરફી આકારમાં કાપી લો.

બેસન સોજીના લાડુની રેસીપી

તમે ચણાના લોટ અને સોજીથી લાડુ બનાવી શકો છો. આ માટે સૌથી પહેલા ચણાનો લોટ શેકીને સોજી તળી લો. આ પછી ખજૂરને પીસીને તેમાં આ બંનેને મિક્સ કરી લો. હવે દૂધને રાંધો અને તેમાં ખાંડ ઉમેરો અને તેમાં ચણાનો લોટ, સોજી અને ખજૂર ઉમેરો. તે બધાને ભેળવી દો. તેને થોડું ઠંડુ થવા દો અને પછી તેમાંથી લાડુ બનાવો.

આ પણ વાંચો – ફરાળી ઢોકળા રેસીપી, ઉપવાસમાં પણ મોજથી ખાઇ શકશો

પેંડા બનાવવાની રીત

પેંડા બનાવવા માટે દૂધને ગરમ કરીને ઘટ્ટ થવા દો અને પછી તેનો જાડો માવો તૈયાર કરો. તેમાં સૂકા મેવાને પીસીને મિક્સ કરી થોડી ખાંડ નાખી દો. આ પછી તેને થોડું ઠંડુ થવા દો અને હાથમાં ઘી કે પાણી લગાવીને પેંડા બનાવી લો.

Web Title: Raksha bandhan 2025 ladoo peda burfi recipe without mawa ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×