scorecardresearch
Premium

Raksha Bandhan 2024 : બહારની મીઠાઈઓ નહિ, આ રીતે ઘરેજ બનાવો સરળ રીતથી હેલ્ધી નો સુગર ઓટ્સ લાડુ, માત્ર 10 મિનિટમાં બની જશે, જાણો ખાસ રેસીપી

Raksha Bandhan 2024 : આ હેલ્ધી અને ટેસ્ટી ઓટ્સના નો સુગર લાડુમાં ખુબજ ઝડપથી બની જાય છે, ડાયાબિટીસના દર્દીઓ અને વેઇટ લોસ કરવા માંગતા વ્યક્તિ પણ આ હેલ્ધી ઓટ્સ લાડુનો આનંદ ઉઠાવી શકે છે, જાણો ખાસ રેસીપી

Raksha Bandhan 2024 Oats ladoo recipe
બહારની મીઠાઈઓ નહિ, આ રીતે ઘરેજ બનાવો સરળ રીતથી હેલ્ધી નો સુગર ઓટ્સ લાડુ, માત્ર 10 મિનિટમાં બની જશે, જાણો ખાસ રેસીપી

Raksha Bandhan 2024 : આજે ભાઈ બહેનની ઉજવણીનો તહેવાર રક્ષા બંધન (Raksha Bandhan) છે. કોઈ પણ ભારતીય તહેવાર મીઠાઈઓ વગર અધૂરો છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓ અને વેઇટ લોસ જર્ની પર તે મીઠાઈઓ ખાઈ સકતા નથી. પરંતુ અહીં ઓટ્સના હેલ્ધી નો સુગર ડ્રાય ફ્રુટ્સ રેસીપી શેર કરી છે, તે પરંપરાગત લાડુ વાનગીઓનો એક આદર્શ વિકલ્પ છે. તે કોઈપણ પ્રસંગ અથવા તહેવારની ઉજવણી માટે એક પરફેક્ટ રેસીપી (Recipe) છે,

આ પણ વાંચો: રક્ષાબંધન : મીઠાઇમાં થઇ શકે છે ભેળસેળ! માવા વગર ઘરે બનાવો આ 3 મીઠાઈ

સામગ્રી :

  • 1 વાટકી ઓટ્સ પાવડર
  • 1 વાટકી બદામનો લોટ
  • 1 વાટકી નારિયેળ પાવડર
  • 1 ચમચી કિસમિસ
  • 1 વાટકી ગોળની પેસ્ટ (ફક્ત ગોળને પીસી લો)
  • 2 ચમચી ઘી (બાંધવા માટે)

આ પણ વાંચો: વધતી ઉંમરે યાદશકિત ઘટી રહી છે? આ ટિપ્સ યાદશક્તિ વધારવામાં કરશે મદદ

ઓટ્સ લાડુ રેસીપી (Oats Ladoo Recipe)

  • સૌપ્રથમ ઓટ્સ પાઉડર, એમાં બદામ પાઉડર અને નારિયેળનું છીણ મિક્ષ કરો. એમાં સૂકી દ્રાક્ષ મિક્ષ કરો.
  • ત્યારબાદ એમાં ગોળને મિક્ષરમાં ગ્રાઈન્ડ કરીને તે પેસ્ટ નાખો. તમે ગોળને બદલે ખજૂરનો પણ ઉપયોગ કરી શકો છે. વૈકલ્પિક રીતે, તમે સમાન હેતુ માટે ખાંડની ચાસણી ઉમેરી શકો છો.
  • પરંતુ ખાંડથી આવો કલર અને રચના મળી શકશે નહીં. જો તમે ગોળ ન નાખવા માંગો તો માત્ર ખજૂરનો પણ ઉપયોગ કરી શકો છો.
  • ત્યારબાદ મિશ્રણમાં 2 ચમચી ઘી ઉમેરો અને પ્રોપર મિશ્રણને મિક્ષ કરો.
  • મિક્ષ કરીને તેના લાડુ તૈયાર કરો. તો તમારા હેલ્ધી અને ટેસ્ટી ઓટ્સના નો સુગર લાડુ તૈયાર છે.

તમે આ ઓટ્સ લાડુને સ્ટોર કરી શકો છો જે એક અઠવાડિયા સુધી ફ્રેશ રહે છે, ઓટ્સ લાડુની જેમ તમે રાગીના પણ લાડુ બનાવી શકો છો જે હેલ્ધી અને પૌષ્ટિક છે.

Web Title: Raksha bandhan 2024 oats ladoo recipe in gujarati sc

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×