Pneumonia Diet Health Tips For Quickly Recover: શિયાળાની ઋતુમાં ન્યુમોનિયાનું જોખમ વધારે હોય છે. ન્યુમોનિયા એ ફેફસાંનો એક ચેપી રોગ છે જેનાથી ફેફસાંના સોજા આવી જાય છે. આ રોગ બેક્ટેરિયા અથવા વાયરસથી થાય છે. તેમા ફેફસાંમાં હવાની કોથળીઓ પરુથી ભરાઈ જાય છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. ફેફસાંમાં એવો ચેપ કોઈપણને થઈ શકે છે. આ રોગ હવામાં રહેલા બેક્ટેરિયા અને વાયરસને કારણે ફેલાય છે.
આ રોગને કારણે શરીરમાં ઘણા પ્રકારના લક્ષણો દેખાવા લાગે છે જેમ કે શરદી, છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ અને શરદી. જો આ સમસ્યાને કારણે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો પલ્મોનોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ.
જો કે આ રોગનો કોઈ ઘરગથ્થુ ઉપચાર નથી, પરંતુ જો આ રોગની સારવાર દરમિયાન આહારનું ધ્યાન રાખવામાં આવે તો દર્દી સરળતાથી અને ઝડપથી રિકવરી થઈ શકે છે. ચાલો જાણીએ કે ન્યુમોનિયાના કિસ્સામાં ડાયટમાં કેવી ચીજવસ્તુઓનુ સેવન કરવું જોઈએ જેથી ઝડપથી સાજા થઇ શકાય.
નારંગીનું સેવન કરો
નારંગી વિટામિન સીથી ભરપૂર ખોરાક છે જેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. વિટામિન સી શરીર માટે એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. નારંગીનું સેવન ન્યુમોનિયાથી બચવામાં ખૂબ જ ઉપયોગી છે. જ્યારે તમને ગળામાં ખરાશ હોય ત્યારે અત્યંત ખાટી નારંગી ખાવાનું ટાળો, કારણ કે તેનાથી બીમારી વધી શકે છે. વિટામિન સીની ઉણપને દૂર કરવા માટે તમે લીંબુ, બ્લેકબેરી અને કીવી જેવા ખાટાં ફળો ખાઈ શકો છો.
આખા અનાજનું સેવન કરો
ન્યુમોનિયામાંથી ઝડપથી સાજા થવા માટે આખા અનાજનું સેવન હેલ્થ માટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે. જવ, ઓટ્સ અને બ્રાઉન રાઈસ જેવા કાર્બોહાઇડ્રેટથી ભરપૂર આખા અનાજ શરીરને આવશ્યક ઊર્જા પ્રદાન કરે છે. આખા અનાજમાં રહેલા સેલેનિયમ તત્વ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેમાં વિટામિન બી હોય છે, જે શરીરનું તાપમાન નિયંત્રિત કરે છે.
આ પણ વાંચો | વાળ સફેદ થઈ ગયા છે? તો નાળિયેર તેલથી બનાવો આ હેર પેક, વાળ કાળા થશે
ગરમ પાણી અને ગરમ ઉકાળાનું સેવન કરો
ન્યુમોનિયામાંથી ઝડપી સાજા થવા માટે, તમારે હળદરની ચા અને મુલેઠીની ટી જેવા લિક્વિડ ડાયટનું મર્યાદિત પ્રમાણમાં સેવન કરવું જોઇએ. રોગની તીવ્રતાને ધ્યાનમાં રાખીને, વિવિધ દર્દીઓની જુદી જુદી જરૂરિયાતો હોય છે. એકવાર પ્રવાહી ખોરાક લેવાને બદલે, તમારા માટે ગરમ પ્રવાહી ખોરાકનું વારંવાર સેવન કરવું ફાયદાકારક રહેશે. ન્યુમોનિયામાંથી ઝડપી સજા થવા માટે, ગરમ પાણી વધારે પીવું જોઇએ.