PM Research Fellowship In Budget 2025: બજેટ 2025માં નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રધાનમંત્રી રિસર્ચ ફેલોશિપ હેઠળ 10 હજાર યુવાનોને ફેલોશિપ આપવાની ઘોષણા કરી છે. આ સરકારી ફેલોશિપ સ્કીમ ટેકનિકલ અને વૈજ્ઞાનિક સંશોધનને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી છે. પીએમ રિસર્ચ ફેલોશિપ માટે પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને દર મહિને 80 રૂપિયા સુધીની નાણાંકીય સહાય મળે છે. ઉપરાંત જે વિદ્યાર્થીઓ ડોક્ટરેટ રિસર્ચ કરી રહ્યા છે તેમને પણ લાભ મળે છે.
પીએમ રિસર્ચ ફેલોશિપ યોજનાનો ઉદ્દેશ્ય એવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનો છે, જે સાયન્સ રિસર્ચ પાછળ કરિયર બનાવવા માંગે છે. આ યોજનાનો લાભ આઈઆઈટી અને આઈઆઈએસસી (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ) જેવી સંસ્થાઓમાં ભણતા વિદ્યારથીઓને મળે છે. આ યોજના દેશની ટોચની શૈક્ષણિક સંસ્થાઓમાં સંશોધનના ક્ષેત્રમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી છે.
PMRF યોજનાનો લાભ
પીએમ રિસર્ચ ફેલોશિપ યોજના હેઠળ પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને ઘણા લાભ મળે છે. તેમને ડાયરેક્ટ IITs, IISC અને IISERsના પીએચડી અભ્યાસોમાં એડમિશન મળે છે. પ્રથમ અને બીજા વર્ષમાં ઉમેદવારોને દર મહિને 70 હજાર રકમ મળે છે. ત્રીજા વર્ષમાં આ રકમ વધીને 75 હજાર રૂપિયા થાય છે. ચોથા અને પાંચમાં વર્ષમાં આ રકમ વધીને 80 રૂપિયા સુધી થઇ જાય છે.
પીએમ રિસર્ચ ફેલોશિપમાં કેટલું સ્ટાઇપેન્ડ મળે છે?
પીએમ રિસર્ચ ફેલોશિપ હેઠળ પસંદ થયેલા વિદ્યાર્થીઓને દર વર્ષે બે લાખ રૂપિયાનું રિસર્ચ ફંડ પણ મળે છે. પાંચ વર્ષમાં આ રકમ કુલ 10 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. તેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને સંશોધન કાર્યમાં વધુ મહેનત અને રોકાણ કરવા માટે પ્રોત્સાહન કરવાનો છે.
પીએમ રિસર્ચ ફેલોશિપ માટે કોણ અરજી કરી શકે છે?
પીએમ રિસર્ચ ફેલોશિપ યોજનાનો લાભ IIT, IISc ઉપરાંત AICTE (ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન) અને CFTIs (સેન્ટ્રોલ ફાઈનાન્સિયલ ફંડેડ ટેકનિકલ ઈન્સ્ટિટ્યૂટ) સાથે જોડાયેલા એમ ટેકના વિદ્યાર્થીઓ મેળવી શકે છે.