scorecardresearch
Premium

જમરૂખ છે ઔષધિય ગુણોનો ભંડાર, ચોમાસામાં ખાવાથી થશે અઢળક ફાયદા

pear fruit benefits for skin and hair: જમરૂખ માત્ર સારા સ્વાસ્થ્ય માટે જ નહીં પણ ત્વચા અને વાળ માટે પણ ખૂબ લાભકારક માનવામાં આવે છે. જમરૂખની સાથે સાથે તેના પાંદડા પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

Jamrukh benefits, જમરૂખ ખાવાના ફાયદા
જમરૂખની સાથે સાથે તેના પાંદડા પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

pear fruit benefits: જમરૂખ ચોમાસાની સીઝનમાં બજારમાં આવી જાય છે. આ ફળને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જમરૂખ એ પોષકતત્વોનો ભંડાર છે, આ ફળમાં ઔષધીય ગુણધર્મો આવેલા છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ માનવામાં આવે છે. જમરૂખમાં વિટામિન સી, લાઇકોપીન અને એન્ટીઓક્સીડેન્ટ્સ પુષ્કળ માત્રામાં જોવા મળે છે, જે આપણને બીમારી સામે રક્ષણ આપવામાં મદદ કરે છે.

જમરૂખ માત્ર સારા સ્વાસ્થ્ય માટે જ નહીં પણ ત્વચા અને વાળ માટે પણ ખૂબ લાભકારક માનવામાં આવે છે. જમરૂખની સાથે સાથે તેના પાંદડા પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. જમરૂખના પાંદડાઓથી બનેલી પેસ્ટનો ઉપયોગ કરવાથી ત્વચાની ઘણી સમસ્યાઓથી બચી શકાય છે. મોંઢામાં પડતા ચાંદામાં પણ જમરૂખના પાન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

જમરૂખ ખાવાના ફાયદાઓ

જમરૂખ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક

ડાયાબિટીસમાં આ ફળ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ફાઇબરના ઓછા ગ્લાયકેમિક ઇન્ડેક્સને કારણે તે ડાયાબિટીસને કન્ટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. તેમાં કુદરતી ખાંડ હોય છે, જે ડાયાબિટીસ માટે ફાયદાકારક બની શકે છે.

જમરૂખ કબજિયાતમાં મદદરૂપ

જમરૂખમાં સૌથી વધુ ફાઇબર હોય છે જે કબજિયાતની સમસ્યાને રોકવામાં મદદ કરી શકે છે. જમરૂખના બીજ ગેસ અને પાચન સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે.

આ પણ વાંચો: સિંધી સ્ટાઈલમાં બનાવો પાલકન સબ્જી, બધા આંગળીઓ ચાટતા રહેશે, મિનિટોમાં થશે તૈયાર

રોગપ્રતિકારક શક્તિમાં મદદરૂપ

જમરૂખમાં જોવા મળતું વિટામિન-સી ઇમ્યુનિટી વધારવા માટે બેસ્ટ માનવામાં આવે છે. આ ફળમાં નારંગી કરતાં ચાર ગણું વિટામિન-સી હોય છે, જે ઇમ્યુનિટી વધારવામાં અને ઇન્ફેકશન સામે રક્ષણ આપવામાં મદદ કરે છે.

આંખોના માટે ઉપયોગી જમરૂખ

આંખોને સ્વસ્થ રાખવા માટે જમરૂખને શ્રેષ્ઠ ફળ માનવામાં આવે છે. જમરૂખમાં વિટામિન એ સારી માત્રામાં જોવા મળે છે. જે દ્રષ્ટિ સારી કરવામાં મદદ કરે છે. જો તમને નબળી દ્રષ્ટિની સમસ્યા હોય તો તમે જમરૂખનું સેવન કરી શકો છો.

Web Title: Pear fruit eating it during monsoon has many benefits rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×