Paracetamol Side Effects On Health : લાંબા સમય સુધી કોઈ પણ દવાનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે. કેટલાક લોકો એવા હોય છે જેઓ પોતે ડોક્ટર બની જાય છે અને સામાન્ય દિવસોમાં થતી નાની-નાની બીમારીની સારવાર કરે છે. ઘણા લોકો શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, તાવ અથવા તાવ હોવાનું લાગતું હોય, તો તરત જ પેરાસીટામોલનું સેવન કરી લે છ. પેરાસીટામોલ એક એવી દવા છે જેને કોઈપણ પ્રકારના ડોક્ટર પ્રિસ્ક્રિપ્શનની જરૂર નથી અને તે દવાની દુકાન પર સરળતાથી ખરીદી શકાય છે. તમે જાણો છો કે આ દવાનું વધુ પડતું સેવન તમારા સ્વાસ્થ્ય ઝેરની જેમ અસર કરે છે. ચાલો જાણીએ કે પેરાસીટામોલનું વધુ પડતું સેવન કરવાથી હેલ્થ પર કેવી અસર થાય છે.
પેરાસીટામોલનું વધુ પડતું સેવનથી લીવર પર અસર (Paracetamol Side Effects On Lungs)
પેરાસીટામોલ દવાનું વધુ પડતું સેવન લિવરના સ્વાસ્થ્યને અસર કરી શકે છે. પેરાસીટામોલ મુખ્યત્વે લિવરમાં મેટાબોલાઇઝ થાય છે. આ દવાના વધુ પડતા ઉપયોગથી શરીરમાં ટોક્સિનનું વધુ પડતું ઉત્પાદન થાય છે જે લિવરના કોષોને નુકસાન પહોંચાડે છે. જો તમે લિવરને સ્વસ્થ રાખવા માંગતા હો, તો સાધારણ દુખાવા અને તાવની સ્થિતિમાં પેરાસીટામોલ લેવાનું ટાળવું જોઇએ.

પેરાસીટામોલથી પોઇઝનિંગની સમસ્યા ઊભી થઇ શકે? (Paracetamol Side Effects On Body)
અતિશય માત્રામાં પેરાસીટામોલનું સેવન કરવાથી ઉબકા, ઉલટી, પેટમાં દુખાવો અને ભૂખ ન લાગવી જેવા લક્ષણો જોવા મળે છે, જે પેરાસીટામોલથી પોઇઝનિંગની અસર થઇ શકે છે. આ દવાનો ઓવરડોઝ લેવાથી બીમારીની સારવારમાં વિલંબ થઈ શકે છે.
પેરાસીટામોલના સેવનથી સ્વાસ્થ્ય પર ગંભીર અસર ((Paracetamol Side Effects On Health)
વધારે માત્રામાં પેરાસીટામોલ લેવાથી લિવર ફેલ થઈ શકે છે. તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી પણ લિવરને ઈજા થઈ શકે છે, જેના કારણે લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે. લિવર ટ્રાન્સપ્લાન્ટ એ એક ગંભીર સ્થિતિ છે જેમાં દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં વ્યક્તિ કોમામાં પણ જઇ શકે છે.
આ પણ વાંચો | શિયાળામાં પ્રદૂષણથી બચવા આ ફળનું સેવન કરો, ઝેરી તત્વોને બહાર કાઢી ફેફસાને સ્વસ્થ રાખશે; જાણો આશ્ચર્યજનક ફાયદા
પેરાસીટામોલનું કેટલા પ્રમાણમાં સેવન કરવું?
ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત થયેલા એક લેખ અનુસાર, ગ્રેટર નોઈડાની શારદા હોસ્પિટલના ઈન્ટરનલ મેડિસિન – આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. શ્રેય શ્રીવાસ્તવે કહ્યું છે કે, પેરાસિટામોલની આડ અસરથી બચવા માટે, દવાના લેબલ પરની સૂચનાઓનું પાલન કરવું જોઈએ. જો આ દવા લેવા વિશે કોઈ શંકા હોય, તો તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.