scorecardresearch
Premium

Nepal Travel Guide: વીઝા પાસપોર્ટ વગર ઓછા ખર્ચે વિદેશ પ્રવાસ, આ દેશમાં કરો નવા વર્ષની ઉજવણી

Famous Tourist Places In Nepal: ભારત આસપાસ અમુક દેશો છે જ્યા ભારતીયો વીઝા વગર ફરવા જઇ શકે છે. નવા વર્ષે ફરવા માટે નેપાળ શ્રેષ્ઠ છે. અહીં ભારતીયો ઓછા બજેટમાં પાસપોર્ટ વીઝા વગર વિદેશ પ્રવાસની મજા માણી શકે છે.

Famous Tourist Places In Nepal | Nepal Tour Plan | Nepal Travel Guide
Famous Tourist Places In Nepal: નેપાળના પાટનગર કાઠમંડુના પશુપતિનાથ સહિત ઘણા ફરવા લાયક સ્થળો છે. (Photo: Social Media)

Famous Tourist Places In Nepal: નવા વર્ષમાં ફરવા માટે ભારતની અંદર અને દેશની આસપાસ ઘણા પ્રખ્યાત સ્થળો છે. ભારત બહારના ઘણા દેશો એવા છે જ્યાં ભારતીયો વીઝા વગર સરળતાથી ફરવા જઇ શકે છે. જો તમે નવા વર્ષે દેશની બહાર ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમે નેપાળ જઇ શકો છો. ભારતના પડોશી દેશ નેપાળ કુદરતી સૌંદર્યથી ભરપૂર એક સુંદર દેશ છે. ઘર થી નોકરી વચ્ચેની ફાસ્ટ લાઇફ માંથી રાહત મેળવવા માટે તમે નેપાળમાં નિરાંતની પળોનો આનંદ માણી શકો છો. આ પડોશી દેશમાં પાસપોર્ટ અને વીઝા વગર જઇ શકાય છે.

નેપાળમાં નવા વર્ષ પૂર્વસંખ્યાની ઉજવણી

પાડોશી દેશ નેપાળ ફરવા જવા માટે તમારે વધારે પૈસા ખર્ચવા પડશે નહીં અને તમને ઓછા પૈસામાં વિદેશી પ્રવાસ કરવાની તક મળે છે. નેપાળ કેવી રીતે જવું, નેપાળ જવાનો સૌથી સારો રસ્તો કયો છે અને નેપાળ જવા માટે કેટલો ખર્ચ થશે જેવા તમામ પ્રશ્નો વિશે અમે તમને આ લેખમાં જણાવીશું. અમે તમને એ પણ જણાવીશું કે નેપાળમાં ફરવા માટે કયા કયા શ્રેષ્ઠ સ્થળો છે.

નેપાળ કેવી રીતે પહોંચવું

નેપાળ જવા માટે દિલ્હી સહિત ભારતના ઘણા શહેરો માંથી ફલાઇટ સર્વિસ ઉપલબ્ધ છે. તમે દિલ્હી થી નેપાળની રાજધાની કાઠમાંડૂની સીધી ફ્લાઇટ બુક કરાવી શકો છે, જે તમને સીધા કાઠમંડુ લઇ જશે. ફ્લાઇટ ટિકિટ માટે તમારે 6000 રૂપિયા કે તેનાથી ઓછી રકમ ખર્ચવી પડશે. જો તમે દિલ્હીથી નેપાળ જવાનો પ્લાન કરો છો તો તમે ઇન્ડો-નેપાળ ફ્રેન્ડશિપ બસ સર્વિસ મારફતે પણ નેપાળ જઇ શકો છો. આ બસ દ્વારા નેપાળ પહોંચવામાં તમને 25 થી 30 કલાકનો સમય લાગી શકે છે. બસ દ્વારા નેપાળ જવા માટે તમારે 3000 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડી શકે છે.

નેપાળ માં પ્રવેશ માટે ભારતીયોને કયા દસ્તાવેજોની જરૂર છે?

ભારત માંથી નેપાળ જવા માટે વીઝા કે પાસપોર્ટની જરૂર નથી. જો કે, આધાર કાર્ડ, પાનકાર્ડ સહિત અન્ય ભારતીય આઇડી પ્રૂફ સાથે લેવાનું ભૂલશો નહીં.

નેપાળમાં હોટલનું ભાડું કેટલું છે

તમે નેપાળ ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો પછી તમે ત્યાં ઓછા ખર્ચે રહી શકો છો. ત્યાંની હોટલો પોસાય તેવા ભાવે ઉપલબ્ધ છે. નેપાળમાં તમને લગભગ 1500 થી 5000 રૂપિયા સુધીની સારી હોટલ મળી શકે છે, જેમાં તમે સરળતાથી રહી શકો છો. નેપાળમાં, તમે ઓછી કિંમતે ઘણી વસ્તુઓની ખરીદી કરી શકો છો.

નેપાળમાં જોવાલાયક પ્રસિદ્ધ સ્થળો

પશુપતિનાથ મંદિર: પશુપતિનાથ મંદિર

નેપાળનું તમે પશુપતિનાથ મંદિર સૌથી પ્રખ્યાત સ્થળ છે. પશુપતિનાથ મંદિર નેપાળની રાજધાની કાઠમાંડૂ થી 3 કિમી દૂર બાગમતી નદીના કિનારે સ્થિત છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને સમગ્ર વિશ્વમાં ખૂબ પ્રખ્યાત છે.

નેપાળની રાજધાની કાઠમાંડૂ ફરવા માટે સૌથી સારા સ્થળોમાંનું એક છે. કાઠમાંડૂની યાત્રા કર્યા બાદ તમે માતા સીતાના જન્મસ્થળ પોખરા, લુમ્બિની, જનકપુર, એવરેસ્ટ ક્ષેત્ર, ચિતવન રાષ્ટ્રીય ઉદ્યાન, કાઠમંડુ વેલીની મુલાકાત લઈ શકો છો.

Web Title: Nepal travel guide famous tourist places and route form india as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×