scorecardresearch
Premium

National Milk Day: ગાય કે ભેંસ નહીં આ પશુનું દૂધ દુનિયામાં સૌથી મોંઘું, 1 લીટરની કિંમત ₹ 7000, જાણો ખાસિયત

Which Animal Milk Most Expensive In World: દૂધ પોષકતત્વોથી ભરપૂર હોય છે. સામાન્ય રીતે ગાય કરતા ભેંસનું મોંઘુ સૌથી મોંઘું હોય છે. અમે અહીં તમને દુનિયામાં ક્યા પશુનું દૂધ સૌથી મોંઘુ છે અને કેમ તેના વિશે જાણકારી આપીશું.

National Milk Day | Donkey milk price | Donkey milk benefits | Donkey milk price in india | donkey milk price per ltr | Donkey milk soap | Donkey milk for babies | Donkey milk uses | Donkey milk benefits | Donkey milk paneer price | which animal milk is most expensive in the world
Donkey Milk Most Expensive In The World: દુનિયામાં ગધેડીનું દૂધ સૌથી વધુ મોંઘું વેચાય છે. (Photo: Freepik)

Which Animal Most Expensive Milks In World: રાષ્ટ્રીય દૂધ દિવસ ભારતમાં 26 નવેમ્બરે ઉજવાય છે. દૂધ પોષક તત્વોથી ભરપૂર એક પોષક આહાર છે. દુનિયામાં આહારમાં સૌથી વધુ વપરાતી ચીજ દૂધ છે. નાના હોય કે મોટા દરેક વ્યક્તિ દૂધ અને દૂધ માંથી બનેલી ચીજવસ્તુઓનું સેવન કરે છે. દુનિયામાં વિવિધ પશુઓના દૂધનો ઉપયોગ થાય છે. ભારતમાં મોટાભાગે ગાય ભેંસના દૂધનો સૌથી વધુ ઉપયોગ છે. જો કિંમતની વાત કરીયે તો ગાય કરતા ભેંસનું દૂધ મોંઘું હોય છે. પણ તમને જાણીને નવાઇ લાગશે કે ગાય ભેંસ કરતા પણ મોંઘુ દૂધ ગધેડીનું હોય છે. ચાલો જાણીયે ગધેડીના દૂધની કિંમત અને ખાસિયત

Donkey Milk Most Expensive Milk In World : ગધેડીનું દૂધ સૌથી મોંઘું કેમ હોય છે?

ગધેડી ગાય, ભેંસ, બકરી જેવા પશુઓની તુલનામાં બહુ ઓછું દૂધ આપે છે. ઉપરાંત ગધેડીનું દૂધ ઝડપથી ખરાબ થઇ જાય છે. ગાય અને ભેંસના દૂધની જેમ ગધેડીના દૂધનો સામાન્ય બજારમાં વેચાણ થતું નથી.

Donkey Milk nutrition : ગધેડીના દૂધના પોષક તત્ત્વ અને ખાસિયત

ગધેડીના દૂધમાં ખાસ પોષક તત્વો હોય છે. ગધેડીના દૂધમાં એવું પ્રોટીન હોય છે,જે ગાય કે ભેંસના દૂધથી એલર્જી થતી હોય તેવા લોકો માટે ફાયદાકારક હોય છે. આ દૂધના પોષક તત્વો રોગપ્રતિકારક ક્ષમતા વધારવામાં અન કોશિકાઓના સર્જનમાં મદદ કરે છે.

Donkey Milk Benefits : ગધેડીના દૂધની ખાસિયત

ગધેડીના દૂધમાં ખાસ પોષક તત્ત્વ હોવાથી તે બ્યુટી સપ્લિમેન્ટ અને એન્ટિ એજિંગ પ્રોડક્ટ બનાવવામાં વપરાય છે. ગધેડીના દૂધમાંથી બનેલું પનીર દુનિયામાં સૌથી વધુ મોંઘું પનીર માનવામાં આવે છે. ઉત્તર સાર્બિયામાં ગધેડીના દૂધમાંથી બનેલા પનીરની કિંમત 1 કિલોના 70000 થી 82000 હજાર રૂપિયા સુધી પહોંચી જાય છે. આમ ખાસ પોષક તત્વોના કારણે ગધેડીનું દૂધ સૌથી મોંઘું વેચાય છે.

આ પણ વાંચો | રાષ્ટ્રીય દૂધ દિવસ ક્યારે ઉજવાય છે? ભારતમાં શ્વેત કાંતિના જનક અને અમૂલના સ્થાપક કોણ છે? જાણો

Donkey Milk Price : ગધેડીના દૂધની કિંમત

ગધેડીનું દૂધ ઝડપથી બગડી જાય છે. ગાય ભેંસના દૂધ જેમ ગધેડીનું દૂધ સામાન્ય બજારમાં વેચાતું નથી. ગધેડીના દૂધની કિંમત 5000થી 7000 રૂપિયા પ્રતિ 1 લીટર આસપાસ હોય છે.

Web Title: National milk day 2024 which animal milk is most expensive in the world as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×