Shaju Philip: Kerala Temples Banned Oleander Flowers : કેરળ (Kerala) સરકાર દ્વારા નિયંત્રિત બે મંદિર બોર્ડ કે જે એકસાથે રાજ્યના 2,500 જેટલા મંદિરોનું સંચાલન કરે છે, તેઓએ કરેણના ફૂલ (oleander flowers) ના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. એવું સામે આવ્યું છે કે, 24-વર્ષીય મહિલાનું આકસ્મિક રીતે કરેણના પાંદડા ચાવવાથી મૃત્યુ પામ્યા પછી હતી. જાણો શું કરેણના ફૂલ ખરેખર છે જીવલેણ? જાણો
કરેણના ફૂલ ખરેખર જીવલેણ છે?
30 એપ્રિલના રોજ 24 વર્ષીય સૂર્યા સુરેન્દ્રન નામની મહિલાનું કરેણના ફૂલના ઝેરના કારણે શંકાસ્પદ મૃત્યુ થયું હતું. સુરેન્દ્રનને યુ.કે.માં નવી નોકરી મળી હતી, અને 28 એપ્રિલે તે યુકે પરત થવાની હતી. જો કે, તે સવારે, આ મહિલા અલપ્પુઝાના પલ્લીપેડમાં તેના ઘરની બહાર ઉગેલા કરેણના છોડના કેટલાક પાંદડા ચાવ્યા હતા. પરંતુ તેને કદાચ કંઈ ખબર નઈ હોય એ આ પાંદડા આટલા જોખમી સાબિત થઇ શકે છે.
મહિલાને થોડીવાર માટે અસ્વસ્થતા લાગી અને થોડીવાર ઉલટી કરી હતી. ત્યાં પછી તે કોચી એરપોર્ટ પર પડી ગઈ હતી, અને થોડા દિવસો બાદ હોસ્પિટલમાં મૃત્યુ પામી હતી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેણે શું ખાધું છે, ત્યારે ડોકટરોને કરેણના પાંદડા અને ફૂલો ચાવવા વિશે જણાવ્યું હતું. ફોરેન્સિક સર્જન, જેમણે તેનું શબપરીક્ષણ કર્યું હતું, તેણે પોલીસને કરેણના પાંદડામાંથી ઝેર હતું તેવી જાણ કરી હતી.
કરેણના ફૂલ વિષે જાણો
નેરિયમ ઓલિએન્ડર અથવા કરેણનું ફૂલ અથવા રોઝબે તરીકે ઓળખાય છે, તે વિશ્વભરમાં ઉષ્ણકટિબંધીય, ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ પ્રદેશોમાં ઉગાડવામાં આવતો છોડ છે. આ ફૂલનો ઉપયોગ ઘણીવાર સુશોભન અને લેન્ડસ્કેપિંગ હેતુઓ માટે થાય છે. કેરળ રાજ્યમાં આ છોડને અરાલી અને કાનવીરમના નામથી ઓળખવામાં આવે છે, તે કુદરતી, લીલી વાડ તરીકે હાઇવે અને દરિયાકિનારા પર ઉગાડવામાં આવે છે. કરેણની વિવિધ જાતો છે, દરેકમાં એક અલગ રંગનું ફૂલ હોય છે.
દવાઓમાં કરેણના ફૂલનો ઉપયોગ
આયુર્વેદિક ફાર્માકોપીયા ઓફ ઈન્ડિયા (API), એક સરકારી ડોક્યુમેન્ટ છે જે આયુર્વેદમાં વપરાતી દવાઓની ક્વોલિટી, શુદ્ધતાનું વર્ણન કરે છે, તેમાં ‘કરેણનો ઉલ્લેખ છે. API અનુસાર, મૂળની છાલમાંથી તૈયાર થતા તેલનો ઉપયોગ ચામડીના રોગોની સારવાર માટે કરી શકાય છે.
આ પણ વાંચો: શું Covishield ની જેમ Covaxin ની છે આડઅસરો? રિપોર્ટમાં મોટો ખુલાસો
હિમાલયી આયુર્વેદિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, દેહરાદૂનના અનામિક ચૌધરી અને ભાવના સિંઘે તેમના સંશોધન પેપરમાં લખ્યું હતું કે, ”આ છોડનું “વારંવાર વર્ણન બૃહત્રયી, નિગંતુસ અને અન્ય શાસ્ત્રીય આયુર્વેદિક ગ્રંથોમાં કરવામાં આવ્યું છે. ચરક સંહિતામાં રક્તપિત્ત સહિત ગંભીર પ્રકૃતિના ક્રોનિક અને હઠીલા ચામડીના રોગોમાં સફેદ ફૂલોવાળી જાતોના પાંદડાઓ બહારથી સૂચવ્યા છે.”
કરેણના ફૂલની ઝેરી અસરથી શું થાય?
કેટલાક આયુર્વેદિક ફોર્મ્યુલેશનમાં તે ઝેરી છે એવી સૂચવવામાં આવ્યું હોવા છતાં, કરેણના ફૂલની ઝેરીતાને પણ લાંબા સમયથી સમગ્ર વિશ્વમાં માન્યતા આપવામાં આવી છે. કરેણના ફૂલની ઝેરી અસરમાં ઉબકા, ઝાડા, ઉલટી, ચકામા, મૂંઝવણ, ચક્કર, અનિયમિત ધબકારા, ધબકારા ધીમા, અને ઘણા કિસ્સામાં મૃત્યુનો સમાવેશ થાય છે. ન્યૂયોર્કની માઉન્ટ સિનાઈ હોસ્પિટલની વેબસાઈટ અનુસાર, “લક્ષણો 1 થી 3 દિવસ સુધી રહે છે અને પીડિતને હોસ્પિટલમાં રહેવાની જરૂર પડી શકે છે. મૃત્યુ અસંભવિત છે. ”