scorecardresearch
Premium

બટાકા કે ડુંગળી નહિ, એક વાર ફણસના ભજીયા બનાવો, પરફેક્ટ રેસીપી જાણો

ફણસએ સ્વાસ્થ્યનો ખજાનો માનવામાં આવે છે. જો તમે ફણસને અલગ રીતે ટ્રાય કરવા માંગતા તો ફણસના ક્રન્ચી, મસાલેદાર અને ખૂબ જ સ્વાદિષ્ટ ભજીયાની રેસીપી અહીં શેર કરી છે, અહીં જાણો ફણસના ભજિયાની રેસીપી

Jackfruit bhajiya recipe
બટાકા કે ડુંગળી નહિ, એક વાર ફણસના ભજીયા બનાવો, પરફેક્ટ રેસીપી જાણો

જ્યારે પણ ભજીયા (Bhajiya) નો ઉલ્લેખ થાય છે, ત્યારે સૌથી પહેલા બટેટા, પનીર અથવા ડુંગળીના પકોડા યાદ આવે છે. શું તમે પણ દર વખતે એક જ બટાકા કે પનીરના પકોડા બનાવીને કંટાળી ગયા છો? તો આ વખતે કંઈક નવું અને મસાલેદાર ટ્રાય કરો. મોટાભાગના લોકોને ફણસનું નામ સાંભળતા જ ફણસનું શાક, અથાણું અને કોફતા યાદ આવી જાય છે, પરંતુ શું તમે ક્યારેય ફણસના ભજીયા ચાખ્યા છે? જો નહીં તો અહીં જાણો ફણસના ભજીયા રેસીપી

ફણસએ સ્વાસ્થ્યનો ખજાનો માનવામાં આવે છે. જો તમે ફણસને અલગ રીતે ટ્રાય કરવા માંગતા તો ફણસના ક્રન્ચી, મસાલેદાર અને ખૂબ જ સ્વાદિષ્ટ ભજીયાની રેસીપી અહીં શેર કરી છે, અહીં જાણો ફણસના ભજિયાની રેસીપી

ફણસના ભજીયા રેસીપી સામગ્રી :

  • 250 ગ્રામ ફણસ
  • 1 કપ ચણાનો લોટ
  • 1 ચમચી આદુ-લસણની પેસ્ટ
  • 2 લીલા મરચાં (બારીક સમારેલા)
  • 1/2 ચમચી લાલ મરચું પાવડર
  • 1/2 ચમચી હળદર પાવડર
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • મીઠું – સ્વાદ મુજબ
  • પાણી – જરૂર મુજબ
  • તેલ – તળવા માટે, કોથમીર

આ પણ વાંચો: નાસ્તામાં નવા ટ્વિસ્ટ સાથે બનાવો હાઇ પ્રોટીન મસૂર પાસ્તા, જાણો રેસીપી

ફણસના ભજીયા રેસીપી

  • સૌ પ્રથમ ફણસ છોલીને તેના નાના ટુકડા કરી લો, તેમાં થોડું પાણી અને થોડું મીઠું ઉમેરો અને તેને કુકરમાં 1 સીટી વાગે ત્યાં સુધી ઉકાળો. બાફેલા ફણસને ઠંડુ કરો અને તેને હાથથી અથવા ચમચીથી હળવા હાથે મેશ કરો.
  • હવે એક વાસણમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, આદુ-લસણની પેસ્ટ, લીલા મરચાં, લાલ મરચાં પાવડર, હળદર, ગરમ મસાલો, મીઠું અને લીલા ધાણા મિક્સ કરો. આ પછી તેમાં થોડું પાણી ઉમેરો અને ઘટ્ટ બેટર તૈયાર કરો.
  • હવે આ બેટરમાં છૂંદેલા ફણસ ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. હવે એક પેનમાં તેલ ગરમ કરો.
  • પછી ગરમ તેલમાં એક પછી એક ફણસના ટુકડા ઉમેરો અને તેને ધીમા તાપે સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.
  • હવે ગરમાગરમ ફણસના ભજીયાને લીલી ચટણી કે ચા સાથે પીરસો અને તેનો આનંદ માણો.

Web Title: Jackfruit bhajiya recipe in gujarati sc

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×