scorecardresearch
Premium

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

શું લો બ્લડ પ્રેશર કોઈનો જીવ પણ લઈ શકે છે. ડોકટરોને શંકા છે કે શેફાલીના મૃત્યુનું કારણ બ્લડ પ્રેશરમાં અચાનક ઘટાડો હોય શકે છે. ત્યાં જ પોલીસ અધિકારીઓએ કહ્યું કે તેઓ હજુ પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.

Shefali Jariwala Death, Low BP causes death
શું લો બ્લડ પ્રેશર કોઈનો જીવ પણ લઈ શકે છે. (તસવીર: સોશિયલ મીડિયા)

હાઈ કે લો બ્લડ પ્રેશર વ્યક્તિના સ્વાસ્થ્યને બગાડી શકે છે. મોટાભાગે એવું જોવા મળ્યું છે કે હાઈ બ્લડ પ્રેશર હોવાથી હાર્ટ એટેક આવી શકે છે અથવા અન્ય અવયવોને નુકસાન થઈ શકે છે. પરંતુ લો બ્લડ પ્રેશરને કારણે મૃત્યુ વિશે વધુ વાત કરવામાં આવતી નથી. આવામાં અભિનેત્રી-મોડેલ શેફાલી જરીવાલાના મૃત્યુએ આ પ્રશ્નને ગંભીર બનાવી દીધો છે કે શું લો બ્લડ પ્રેશર કોઈનો જીવ પણ લઈ શકે છે. ડોકટરોને શંકા છે કે શેફાલીના મૃત્યુનું કારણ બ્લડ પ્રેશરમાં અચાનક ઘટાડો હોય શકે છે. ત્યાં જ પોલીસ અધિકારીઓએ કહ્યું કે તેઓ હજુ પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.

અત્યાર સુધીની તપાસ શું કહે છે?

મુંબઈ પોલીસે એક નિવેદન આપ્યું છે કે કૂપર હોસ્પિટલના ડોકટરોને શંકા છે કે શેફાલી જરીવાલાના મૃત્યુનું કારણ તેના બ્લડ પ્રેશરમાં અચાનક ઘટાડો હોય શકે છે. પોલીસના જણાવ્યા અનુસાર, અભિનેત્રીએ રવિવારે તેના ઘરે સત્યનારાયણ પૂજા માટે ઉપવાસ કર્યો હતો. તેના પતિએ પોલીસને જણાવ્યું હતું કે તે એક દિવસ પહેલા બનાવેલ ખોરાક ખાધા પછી બેહોશ થઈ ગઈ હતી.

શું લો બ્લડ પ્રેશર ખરેખર જીવલેણ છે?

નારાયણ હેલ્થના હેલ્થ બ્લોગ અનુસાર, આ સામાન્ય સ્થિતિ હવે ધીમે-ધીમે ગંભીર બની રહી છે. આ આપણા શરીરમાં થતી સામાન્ય બીમારીઓમાંની એક છે, તેને હળવાશથી લેવી યોગ્ય રહેશે નહીં. રિપોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો કોઈના શરીરનું બ્લડ પ્રેશર ખૂબ ઘટી જાય છે, તો તે અંગ નિષ્ફળતા અને હાર્ટ એટેકનું કારણ પણ બની શકે છે. આ માત્ર સ્વાસ્થ્ય જ નહીં પરંતુ જીવનને પણ જોખમમાં મૂકી શકે છે.

આ પણ વાંચો: સતત આંખ ફરકે તો શું કરવું જોઈએ? જમણી કે ડાબી, આ રીતે મળશે રાહત

લો બ્લડ પ્રેશર અટકાવવાના પગલાં

  • યોગ્ય માત્રામાં પાણી પીવો.
  • સંતુલિત રીતે મીઠું લો.
  • દિવસમાં 4-5 વખત હળવો ખોરાક લો, જેથી તમને બ્લડ પ્રેશર ઘટવાની સમસ્યા ન થાય.
  • મર્યાદિત માત્રામાં કેફીનનું સેવન કરો.
  • ધૂમ્રપાન અને દારૂ પીવાનું ટાળો.

લો બ્લડ પ્રેશરના કારણો

જો કોઈના શરીરનું બ્લડ પ્રેશર 90/60 mmHg થી નીચે જાય છે, તો તે લો બ્લડ પ્રેશર અથવા હાયપોટેન્શનની સ્થિતિ છે. તેના કારણો ડિહાઇડ્રેશન, પોષણનો અભાવ, હોર્મોનલ અસંતુલન અને ચોક્કસ પ્રકારની દવાની અસર છે. શેફાલી વૃદ્ધત્વ વિરોધી દવાઓ પણ લેતી હતી.

Web Title: Is low blood pressure really fatal causes of low bp rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×