scorecardresearch
Premium

Irregular Sleep Health Risks | અનિયમિત ઊંઘ લેવાથી શું ખરેખર 172 રોગનું જોખમ રહે છે?

અનિયમિત ઊંઘ સાથે સંકળાયેલા રોગો | અનિયમિત ઊંઘ (Irregular sleep) લેવાથી વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ થઇ શકે છે. હેલ્થ ડેટા સાયન્સમાં પ્રકાશિત થયેલા એક નવા અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે જો તમને પૂરતી ઊંઘ ન મળે તો 172 રોગોનું જોખમ રહેલું છે.

Irregular Sleep Health Risks
અનિયમિત ઊંઘ સાથે સંકળાયેલા રોગો

Disrupted Sleep Health Risks | ઊંઘ આપણા શરીર માટે જરૂરી છે, આરોગ્ય નિષ્ણાતો પણ ઘણીવાર ભાર મૂકે છે કે શરીરની યોગ્ય કામગીરી માટે ઊંઘ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક પુખ્ત વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછા 6-8 કલાક ઊંઘ લેવી જોઈએ. જોકે, અભ્યાસો દર્શાવે છે કે મોટાભાગના લોકો 6 કલાકથી ઓછી ઊંઘ લે છે.

અનિયમિત ઊંઘ (Irregular sleep) લેવાથી વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ થઇ શકે છે. હેલ્થ ડેટા સાયન્સમાં પ્રકાશિત થયેલા એક નવા અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે જો તમને પૂરતી ઊંઘ ન મળે તો 172 રોગોનું જોખમ રહેલું છે.

અનિયમિત ઊંઘ લેવાથી 172 રોગનું જોખમ

અનિયમિત ઊંઘ અભ્યાસમાં 90,000 પુખ્ત વયના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમની ઊંઘની પેટર્ન અને સંકળાયેલી સ્વાસ્થ્ય સમસ્યાઓનો 7 વર્ષ સુધી અભ્યાસ કરવામાં આવ્યો હતો. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આઠ કલાકથી વધુ ઊંઘ લેવાનો દાવો કરનારા ઘણા લોકોને ખરેખર છ કલાક કે તેથી ઓછા સમયની ઊંઘ મળી હતી. આ અભ્યાસમાં તેઓ કેટલો સમય સૂતા હતા, ક્યારે સૂતા હતા, કેવું સુતા હતા અને તેમની ઊંઘની પેટર્ન જોવા મળી હતી.

Coconut Water Benefits | અઠવાડિયામાં 4 દિવસ નાળિયેર પાણી પીવું શરીર માટે કેટલું સારું?

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અનિયમિત ઊંઘ 172 રોગો સાથે જોડાયેલી છે, જેમાં ક્રોનિક રોગોનો પણ સમાવેશ થાય છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો પૂરતી ઊંઘ લેતા નથી તેમને પાર્કિન્સનનું જોખમ 37 ટકા, ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ 36 ટકા અને કિડની ફેલ્યોરનું જોખમ 22 ટકા વધારે હોય છે. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે પૂરતી ઊંઘ લેવાથી 92 રોગોના 20 ટકાથી વધુ કેસોને અટકાવી શકાય છે.

એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે COPD, કિડની ફેલ્યોર અને ટાઇપ 2 ડાયાબિટીસ સહિત 83 રોગો, જે અગાઉ પૂરતી ઊંઘ ન લેવા સાથે સંકળાયેલા ન હતા, હવે તે ઊંઘના ડિસઓર્ડર સાથે જોડાયેલા છે.

Web Title: Irregular sleep health risks linked to 172 disease in gujarati sc

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×