IRCTC Tour Package Of Gujarat Visit: પ્રવાસ પ્રેમીઓ માટે ગુજરાત ફરવા માટે ભારતીય રેલવે આઈઆરસીટીસી દ્વારા સ્પેશિયલ ટુર પેકેજ બનાવવામાં આવ્યું છે. આ ટુર પેકેજનું નામ ક્લાસિકલ ગુજરાત અમદાવાદ વડનગર વડોદરા એક્સ ગોરખપુર (NLRO34A) રાખવામાં આવ્યું છે. આ ટુર પેકેજમાં પ્રવાસીઓ 7 દિવસ અને 6 રાત ફરવાન મજા માણી શકે છે.
ગુજરાત અમદાવાદ વડનગર ટુર પેકેજના આકર્ષણ
આઈઆરસીટીસીના આ ટુર પેકેજમાં પ્રવાસીઓને ગુજરાતની સંસ્કૃતિ અને લોકજીવનને નજીકથી જોવાનો અને અનુભવ કરવાનો મોકો મળશે. આ ટુર પેકેજમાં પ્રવાસીઓને ગાંધીનગર અક્ષરધામ મંદિર, અડાલજ વાવ, મોઢેરા સૂર્યમંદિર, રાણીની વાવ, અમદાવાદનું સાબરમતી આશ્રમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, વડનગરનું કીર્તિ તોરણ અને હાટકેશ્વર મહાદેવ મંદિર, વડોદરાનુ લક્ષ્મી વિલાસ મહેલ જોવાની તક મળશે.
અમદાવાદ વડનગર વડોદરા ટુર ક્યારે ઉપડશે?
આઈઆરસીટીસીના આ ક્લાસિકલ ગુજરાત અમદાવદ વડોદરા વડનગર એક ગોખરપુર ટુર પેકેજ 23 નવેમ્બર 2024થી શરૂ થઇ રહ્યો છે. ઉપરાંત 30 નવેમ્બર, 7 ડિસેમ્બર, 14 ડિસેમ્બર અને 21 ડિસેમ્બરે આ ટુર ઉપડશે.
કેટલો ચાર્જ લાગશ?
આઈઆરસીટીસીના આ ક્લાસિકલ ગુજરાત અમદાવદ વડોદરા વડનગર એક ગોખરપુર ટુર પેકેજમાં 2AC અને 3AC પેકેજ ઉપલબ્ધ છે. આ ટુર પેકેજનું ભાડું 24085 રૂપિયા પ્રતિ વ્યક્તિ થી શરૂ થાય છે.
- આ ટુર પેકેજમાં પ્રવાસીને ટ્રેનમાં આવવા જવાની ટિકિટ મળશે
- આ ટુર પેકેજમાં પ્રવાસીને 3 રાત અમદાવાદ અને 1 રાત વડોદરામાં વિતાવવાનો મોકો મળે છે.
- આ ટુર પેકેજમાં 4 નાસ્તા અને 4 ડિનેર સામેલ છે.
- આ ટુર પેકેજમાં લંચની સુવિધા સામેલ નથી.
ટુર પેકેજ બુકિંગ કેવી રીતે કરાવું?
આ ટુર પેકેજ આઈઆરસીટીસીની સત્તાવાર વેબસાઇટ www.irctctourism.com પરથી ઓનલાઇન બુકિંગ કરાવી શકાય છે. ઉપરાંત આઈઆરસીટીસીના કસ્ટમર કેર માંથી વધુ જાણકારી મેળવી શકો છો. આઈઆરસીટીસીના આ ટુર પેકેજમાં ટ્રેન ટિકિટ અને રહેવાની સુવિધા મળશે.