scorecardresearch
Premium

International Friendship Day 2025 | ફ્રેન્ડશીપ ડે કેમ ઉજવવામાં આવે છે? ભારતમાં કેમ 30 જુલાઈને આ ખાસ દિવસની ઉજવણી નથી થતી?

આંતરરાષ્ટ્રીય ફ્રેન્ડશીપ ડે 2025 | 27 એપ્રિલ, 2011 ના રોજ, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 30 જુલાઈને આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ તરીકે જાહેર કર્યો હતો. જો કે, ભારત સહિત ઘણા દેશો હજુ પણ ઓગસ્ટના પહેલા રવિવારે આ દિવસ મનવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય ફ્રેન્ડશીપ ડે 2025
International Friendship Day 2025

International Friendship Day 2025 | ફ્રેન્ડશીપ ડે (Friendship Day) એ મિત્રતાની ઉજવણીનો દિવસ છે. મિત્રો જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ દિવસે મિત્રો ભેટોની આપ-લે કરે છે, ભેગા થાય છે અને સાથે ફરવા જાય છે. મિત્રતાના મહત્વની ઉજવણી કરવા માટે વિશ્વભરમાં ફ્રેન્ડશીપ ડે ઉજવવામાં આવે છે. આ વર્ષે ફ્રેન્ડશીપ ડે 30 જુલાઈના રોજ છે. પરંતુ ભારતમાં આ દિવસ ઓગસ્ટ મહિનાના રવિવારે માનવામાં આવે છે. આવું કેમ?

27 એપ્રિલ, 2011 ના રોજ, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 30 જુલાઈને આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ તરીકે જાહેર કર્યો હતો. જો કે, ભારત સહિત ઘણા દેશો હજુ પણ ઓગસ્ટના પહેલા રવિવારે આ દિવસ મનવામાં આવે છે.

ફ્રેન્ડશીપ ડેની ઉજવણી હોલમાર્ક્સના સ્થાપક જોયસ હોલ દ્વારા 1930 માં શરૂ કરવામાં આવી હતી. તે પહેલાં, આ દિવસની ઉજવણી શુભેચ્છા કાર્ડ મોકલીને કરવામાં આવતી હતી. ફ્રેન્ડશીપ ડેનો વિચાર 1958 માં આવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ પાછળનો વિચાર લોકો, દેશો, સંસ્કૃતિઓ અને વ્યક્તિઓ વચ્ચે મિત્રતા દ્વારા શાંતિ, સહયોગ અને સહઅસ્તિત્વની દુનિયા છે. વિશ્વભરના લોકો આજે ભેટોની આપ-લે કરીને સાથે ભોજન કરીને અને ફ્રેન્ડશીપ બેન્ડ પહેરીને મિત્રતા દિવસની ઉજવણી કરે છે.

આજે કયા દેશો ફ્રેન્ડશીપ ડે ઉજવે છે?

સંયુક્ત રાષ્ટ્રની ઘોષણા પછી, વિશ્વના મોટાભાગના દેશો 30 જુલાઈએ આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ ઉજવે છે. આમાં ઘણા યુરોપિયન, એશિયન અને આફ્રિકન દેશોનો સમાવેશ થાય છે. પેરાગ્વે, જ્યાંથી આ દિવસ શરૂ થયો હતો, ત્યાં પણ 30 જુલાઈએ મિત્રતા દિવસ ઉજવવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય ફ્રેન્ડશીપ ડે 2025
International Friendship Day 2025 in india

ભારતમાં ઓગસ્ટના પહેલા રવિવારે ફ્રેન્ડશીપ ડે કેમ ઉજવવામાં આવે છે?

હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે સંયુક્ત રાષ્ટ્રએ 30 જુલાઈની તારીખ નક્કી કરી છે, તો પછી ભારત તેને ઓગસ્ટના પહેલા રવિવારે કેમ ઉજવે છે. પહેલા તમને જણાવી દઈએ કે ભારત ઉપરાંત, બાંગ્લાદેશ, મલેશિયા અને કેટલાક અન્ય દક્ષિણ એશિયાઈ દેશોમાં પણ ઓગસ્ટના પહેલા રવિવારે ફ્રેન્ડશીપ ડે ઉજવવામાં આવે છે. તેની સ્ટોરી પણ ખૂબ જ રસપ્રદ છે. વાસ્તવમાં, 1930 ના દાયકામાં, ‘હોલમાર્ક કાર્ડ્સ’ ના સ્થાપક જોયસ હોલે ફ્રેન્ડશીપ ડેનો વિચાર રજૂ કર્યો હતો, જેનો હેતુ લોકોને તેમના મિત્રોને કાર્ડ મોકલવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. જોકે, તે સમયે આ વિચાર બહુ સફળ થયો ન હતો.

પરંતુ, થોડા વર્ષો પછી, 1935 માં અમેરિકામાં બનેલી એક ઘટનાએ આ પરંપરાને નવો વળાંક આપ્યો. એવું કહેવાય છે કે ઓગસ્ટના પહેલા શનિવારે અમેરિકન સરકારે એક માણસની હત્યા કરી હતી. આ સમાચારથી દુઃખી થઈને, તે માણસના સૌથી સારા મિત્રએ બીજા દિવસે એટલે કે ઓગસ્ટના પહેલા રવિવારે આત્મહત્યા કરી. તેમની ઊંડી મિત્રતા અને બલિદાનની આ સ્ટોરીએ લોકોને ખૂબ પ્રભાવિત કર્યા. આ ઘટનાની યાદમાં, અમેરિકામાં ઓગસ્ટના પહેલા રવિવારે ફ્રેન્ડશીપ ડે ઉજવવાનો ટ્રેન્ડ શરૂ થયો.

ભારતમાં પણ આ માન્યતા હેઠળ ઓગસ્ટના પહેલા રવિવારે ફ્રેન્ડશીપ ડે ઉજવવાનો ટ્રેન્ડ વધ્યો. યુએન દ્વારા 30 જુલાઈની તારીખ નક્કી થયા પછી પણ, ઘણા દેશો જૂની પરંપરા મુજબ ઓગસ્ટના પહેલા રવિવારે તેને ઉજવે છે. ભારત પણ તે દેશોની યાદીમાં સામેલ છે.

Web Title: International friendship day 2025 significance reason why india not celebrating it on 30 july sc

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×