ઇoreign Tours Without Visa From India : ભારતીયોને ફરવા જવાનો ઘણો શોખ હોય છે. ભારતીયોમાં હવે ફોરેન ટુર એટલે કે વિદેશમાં ફરવા જવાનો ક્રેઝ વધ્યો છો. જો કે વિદેશ જવા માટે પાસપોર્ટ અને વિઝા જરૂરી હોવાથી ઘણા લોકો ફોરેન ટુર પર જઇ શકતા નથી. અલબત્ત એવા પણ કેટલા દેશો છે જ્યાં જવા ભારતીયોને વિઝાની જરૂર પડતી નથી અને રોક-ટોક વગર તેઓ ત્યાં હરીફરી શકે છે. અલબત્ત, જે-તે દેશના કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે. જાણો એવા ક્યા 20 દેશ છે વીઝા વગર ભારતીયો જઇ શકે છે.
વિઝા ઓન અરાઇવલની સુવિધા (Visa On Arrival For Indians)
સામાન્ય રીતે વિદેશમાં જવા માટે પાસપોર્ટ અને વિઝાની જરૂર પડે છે પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયામાં એવા ઘણા દેશો છે જ્યાં ભારતીયો માત્ર પાસપોર્ટથી ત્યાં જઇ શકે છે. દુનિયાના ઘણા દેશો પ્રવાસીઓ માટે વિઝા ઓન અરાઇવલની સુવિધા આપે છે. એટલે કે જે-તે દેશો તેમને ત્યાં આવનાર પ્રવાસીઓને સ્થળ પર જ વિઝા આપે છે.
20 દેશોમાં જવા વિઝા વગર ભારતીયોને એન્ટ્રી મળશે (foreign tours without visa from india)
દુનિયાના અમુક દેશોમાં જવા ભારતીયો માટે વિઝા જરૂરી નથી અથવા તો વિઝા ઓન અરાઇવલથી ત્યાં અમુક દિવસો સુધી રહી શકાય છે. જાણો ક્યા 20 દેશમાં કેટલા દિવસ સુધી ભારતીયો પાસપોર્ટથી જઇ શકે છે.
(1) સેશેલ્સ (Seychelles) : 30 દિવસ સુધી વિઝા વગર પ્રવાસ કરી શકાય છે
(2) મોરેશિયસ (Mauritius) : 90 દિવસ
(3) માલદીવ (Maldives) : 90 દિવસ
(4) સ્વાલબાર્ડ : 30 દિવસ
(5) નેપાળ : 180 દિવસ
(6) ભૂટાન : 7 દિવસ
(7) શ્રીલંકા : 30 દિવસ
(8) ઇન્ડોનેશિયા : 30 દિવસ
(9) થાઇલેન્ડ : 30 દિવસ
(10) સેન્ટ લૂસિયા : 90 દિવસ
(11) નીવ દ્વીપ : 30 દિવસ
(12) સર્બિયા : 30 દિવસ
(13) હોંગકોંગ એસએઆર : 90 દિવસ
(14) મોંટસેરાટ : 180 દિવસ
(15) બારબાડોસ : 180 દિવસ
(16) ડોમિનિકા : 90 દિવસ
(17) ગ્રેનેડા : 90 દિવસ
(18) હૈતા : 90 દિવસ
(19) અલ સોલ્વાડોર : 90 દિવસ
(20) કલર :180 દિવસ
આ 20 દેશમાં પ્રવાસ વખતે કઇ બાબત ધ્યાનમાં રાખવી
ઉપરોક્ત 20 દેશોમાં માત્ર પાસપોર્ટથી ભારતીયો પ્રવાસ માટે જઇ શકે છે. આ દેશોમાં પ્રવાસ કરતી વખતે એક વાતનું ધ્યાન રાખવું કે ભલે ત્યાં જવા વિઝા લેવાની જરૂર ન હોય, પરંતુ જે-તે દેશના એરપોર્ટ પર પહોંચીને વિઝા હોવાના હોય છે. તેની માટે વિઝા ઓન અરાઇવલની ફી પણ ચૂકવવી પડે છે. જે-તે દેશે તમને જેટલા દિવસના વિઝા આપ્યા છે એટલા જ દિવસ સુધી તમે ત્યાં રોકાણ શકશો.