scorecardresearch
Premium

મુલતાની માટી ચહેરા પર રોજ લગાવવાથી શું થાય છે? જાણો ફાયદા અને નુકસાન

ચહેરા અને ત્વચા માટે મુલતાની માટીના અસરકારક ફાયદા : તમે ત્વચાની દેખભાળ મુલતાની માટીથી કરી શકો છો. મુલતાની માટીનો ઉપયોગ આજથી નહીં, પરંતુ ઘણાં વર્ષોથી કરવામાં આવે છે. મુલતાની માટી કેવી રીતે લગાવવી અને તેના ફાયદા અને ગેરફાયદા વિશે જણાવીશું.

મુલતાની માટી લગાવવાના ફાયદા અને ગેરફાયદા , Multani Mitti Benefits for Skin
Effects of Multani Mitti on Skin : મુલતાની માટી લગાવવાના ફાયદા અને ગેરફાયદા વિશે જાણો (તસવીર – ફ્રીપિક)

Effects of Multani Mitti on Skin : આજના સમયમાં લોકો ચહેરાની સુંદરતા વધારવા માટે અનેક પ્રકારના ઉપાયો કરે છે. ઘણા લોકો બજારમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારના કેમિકલ વાળી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. જોકે તમે ત્વચાની દેખભાળ મુલતાની માટીથી કરી શકો છો. મુલતાની માટીનો ઉપયોગ આજથી નહીં, પરંતુ ઘણાં વર્ષોથી કરવામાં આવે છે.

મુલતાની માટીમાં ઘણા પ્રકારના મિનરલ્સ હાજર હોય છે, જે ત્વચાને ગહેરાઇથી સાફ કરવા અને ચમકાવવામાં મદદ કરે છે. આમ જોવા જઈએ તો તે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. જોકે કેટલીકવાર તેના નુકસાનનું જોખમ પણ રહે છે. આવી સ્થિતિમાં અમે તમને મુલતાની માટી કેવી રીતે લગાવવી અને તેના ફાયદા અને ગેરફાયદા વિશે જણાવીશું.

મુલતાની માટી લગાવવાના ફાયદા

  • દરરોજ મુલતાની માટી ચહેરા પર લગાવવાથી ચહેરાને ઘણો ફાયદો થાય છે. તે વધારાના તેલ, ધૂળ અને ગંદકીને સાફ કરવામાં ખૂબ જ મદદ કરે છે. તે ત્વચાના છિદ્રોને ઊંડાણથી સાફ કરે છે, જે ખીલને ઘટાડે છે.
  • મુલતાની માટીમાં અનેક પ્રકારના એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, જે ખીલની સમસ્યાને ઘટાડવામાં ખૂબ મદદરૂપ થાય છે. તેના સતત ઉપયોગથી ત્વચા સ્વચ્છ અને ક્લિન દેખાય છે.
  • તે ચહેરાને ઠંડક પહોંચાડે છે. ઉનાળાની ઋતુમાં તડકામાં બહાર ગયા બાદ તમે તેને ચહેરા પર લગાવી શકો છો. તે સનટેનને ઘટાડવામાં પણ મદદ કરે છે. મુલતાની માટી ડેડ સ્કીન હટાવીને અને ચહેરા પર કુદરતી ગ્લો લાવવામાં મદદ કરે છે.

મુલતાની માટી લગાવવાના ગેરફાયદા

ઘણા લોકોની ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય છે. આવી સ્થિતિમાં તેનો ઉપયોગ કેટલીકવાર ફાયદાને બદલે નુકસાન પણ થઇ શકે છે. ઘણી વખત તેને રોજ લગાવ્યા બાદ ત્વચા શુષ્ક અને નિર્જીવ બની જાય છે. તેના ઉપયોગથી ત્વચામાં બળતરા, લાલાશ અથવા ફોલ્લીઓ પણ થઈ શકે છે.

આ પણ વાંચો – વરસાદમાં ફર્નિચર પર લાગી ગઇ છે ઉધઈ? આ 7 અસરદાર ઉપાયથી તાત્કાલિક મળશે છૂટકારો

મુલતાની માટીનો ઉપયોગ કેવી રીતે કરવો?

મુલતાની માટીને ગુલાબજળ, દૂધ અથવા એલોવેરા જેલ સાથે મિક્સ કરીને ચહેરા પર લગાવી શકો છો. તમે તેને અઠવાડિયામાં બેથી ત્રણ વખત લગાવી શકો છો. તેને નિયમિત રીતે ચહેરા પર લગાવવાથી ત્વચા હાઇડ્રેટેડ રહે છે.

Web Title: How to use multani mitti on the face know multani mitti lagane ke fayde aur nuksan ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×