Egg Shell Fertiliser For Plants: ઇંડા પ્રોટિનનો ઉત્તમ સ્ત્રોત છે. સામાન્ય રીતે ઇંડાની છાલ કચરો સમજી ફેંકી દેવામાં આવે છે. જો કે ઇંડાની છાલમાં પણ પોષક તત્વો હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ઇંડાની છાલ ખાતર જેવું કામ કરે છે. હકીકતમાં છોડ માટે ઇંડાની છીલ ઘણી રીતે છોડ માટે ફાયદાકારક છે. આ છાલમાં ઘણા પોષક તત્વો છે જે ઝોડના વિકાસને વેગ આપી શકે છે સાથે સાથે ફળો અને ફૂલ લાવવાની ક્ષમતા પણ ધરાવે છે. તેથી હવેથી ઇંડાની છાલ કચરા પેટીમાં ફેંકવાને બદલે તેમાંથી ખાતર બનાવીને છોડ માટે તેનો ઉપયોગ કરી શકાય છે.ચાલો જાણીયે તો આવો જાણીએ છોડમાં ઇંડાની છાલ નાખવાથી શું થાય છે.
How To Use Eggshells For Plants Fertilizer : ઇંડાની છાલ માંથી ખાતર કેવી રીતે બનાવવુ?
ઇંડાની છાલ માંથી તમે ઝોડ માટે ખાતર તૈયાર કરી શકો છો અને તેનો વ્યાપક ઉપયોગ કરી શકો છો. આ ખાતર બનાવવા માટે તમારે
ઇંડાની છાલના નાના ટુંકડા કરી તેમાંથી પાવડર બનાવો
હવે આ પાઉડર પાણીમાં નાખો અને સારી રીતે ઉકાળો.
ત્યારબાદ આ પાણી ગાળીને બોટલમાં ભરી લો.
હવે આ પાણી દરેક છોડમાં નાખો.
શાકભાજીના છોડ માટે ઇંડાની છાલનું ખાતર બનાવવાની રીત
જો તમે રીંગણ, ભીંડા કે ટામેટાંના છોડ વાવ્યા હોય તો સીધા તેમાં ઇંડાની છાલ નાંખી શકો છો.
આ માટે તમારે ઇંડાની છાલ તોડી નાંખો અને તેને માટીમાં મિક્સ કરો.
હવે આ મિશ્રણ છોડના મૂળમાં નાંખો અને પાણી રેડો.
આ સાથે છોડ ધીમે ધીમે તેના કેલ્શિયમને શોષી લેશે અને છોડનો વિકાસ ઝડપી બનશે.
છોડ માટે ઇંડાની છાલનો ઉપયોગ કરવાના ફાયદા
સૌથી પહેલા ઇંડાની છાલમાં સારી માત્રામાં કેલ્શિયમ હોય છે અને છોડ તેને શોષી લે છે.
છોડ માંથી ઝડપથી ફળ અને ફૂલ આવે છે અને વિકાસ થાય છે.
ઇંડાની છાલ છોડને ઋતુજન્ય રોગોથી બચાવી શકે છે અને તેનાથી જીવજંતુઓ પણ થતા નથી.
આ પણ વાંચો | બાળકો ને સ્કૂલ લંચ બોક્સમાં આપો 10 ટેસ્ટી વાનગી, સ્વાદ સાથે સ્વાસ્થ્ય માટે પણ શ્રેષ્ઠ
આમ આટલા બધા ફાયદા હોવાથી તમે છોડ માટે ઇંડાની છાલનો ખાતર તરીકે ઉપયોગ કરી શકો છો. તેનાથી છોડની સારી વૃદ્ધિ સાથે જમીનની ગુણવત્તા જળવાઈ રહે છે અને છોડ સ્વસ્થ રહે છે.