How To Clean your House For Diwali : તહેવારોની સિઝનમાં આપણે આપણા દેખાવ પ્રત્યે જેટલુ ધ્યાન આપીયે છીએ તેના કરતા વધારે ધ્યાન આપણા ઘર પર આપીએ છીએ. દિવાળીમાં ઘર સૌથી સુંદર દેખાય તેની માટે આપણે મહિના પહેલાથી જ તૈયારીઓ શરૂ કરીયે છીએ. દિવાળી પર લક્ષ્મી પૂજા માટે આપણે ઘરથી લઈને મંદિર સુધી સ્વચ્છતા પર ધ્યાન આપીએ છીએ. સ્વચ્છ અને સુંદર ઘર બધાને ગમે છે પણ સાફ-સફાઈ કરવી કોઈને પસંદ નથી. ખાસ કરીને દિવાળીની સફાઈ જે કરવામાં રાત-દિવસનો પણ ખ્યાલ રહેતો નથી. દિવાળીના અવસર પર ઘરને સુંદર અને સ્વચ્છ બનાવવા માટે ઘરના દરેક ખૂણાને સાફ કરવામાં આવે છે. દિવાળીમાં જમીનના ફ્લોરથી લઇને દિવાલો સુધી સાફ કરવામાં આવે છે. જો આ સફાઈમાં ખાસ ટ્રિક્સ અને ટિપ્સ અપનાવવામાં ન આવે તો સફાઈ કરવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે.
જો તમે પણ દિવાળીના તહેવાર પર ઘરની સાફ-સફાઈ કરવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને કેટલીક ખાસ ટિપ્સ અને ટ્રિક્સ વિશે જણાવીશું જે ફોલો કરવાથી તમને ઘરની સાફ-સફાઇ કરવામાં ઘણી મદદરૂપ બનશે. અમુક ટીપ્સને ફોલો કરવાથી ઘરની સાફ-સફાઇ કરવામાં તમને વધારે મહેનત કરવાની જરૂર નહીં પડે અને સમયની પણ બચત થશે.
સૌ પ્રથમ ઘરની સાફ-સફાઈ માટે તૈયારી કરો (how to start diwali House cleaning)
જો તમે ઘરને સ્વચ્છ અને ચમકદાર રાખવા માંગો છો, તો સાફ-સફાઈ માટે અમુક તૈયારીઓ કરવાનું શરૂ કરો. સાફ-સફાઈમાં વાપરવા માટે, સાવરણી, મોપ-પોતું, ડિટર્જન્ટ પાવડર, સિરકો, લીંબુ, સફાઈ માટે સુતરાઉ કાપડ, જાળા સાફ કરવા માટે લાંબી ઝાડુ અને સ્પંજ એક્ઠાં કરી લો. આ બધી વસ્તુઓ સફાઈ માટે ખૂબ જ જરૂરી છે.
જો તમે તમારા ઘરની સફાઈને સરળ બનાવવા માંગતા હોવ તો તેને વ્હાઇટ વોશ કરાવો
જો તમે ઘરના દરેક ખૂણેથી ધૂળ, ગંદકી, ભેજ અને દિવાળના પોપડા દૂર કરવા માંગો છો, તો તમારા ઘરને વ્હાઇટ વોશ કરાવી લો. વ્હાઇટ વોશ કરાવાથીજૂની દિવાલો પણ ચમકશે અને ઘર વધુ ચમકદાર દેખાશે.
બિનજરૂરી વસ્તુઓ દૂર કરો
ઘરમાંથી બિનજરૂરી અને તૂટેલી વસ્તુઓને દૂર કરો જેથી સફાઈમાં કોઈ મુશ્કેલી ન આવે. તૂટેલા વાસણો અને તૂટેલી ચીજવસ્તુઓ માત્ર ઘરની જગ્યા જ નથી રોકતી પણ ઘરમાં ડાધા પણ પાડે છે. તૂટેલી ક્રોકરી, વાસણો, ઘસાઈ ગયેલા જૂતા અને ચપ્પલ ફેંકી દો. વધારાના કપડાં કોઈને આપો જેથી ઘરમાં દરેક જગ્યાએ કપડાના ઢગલા ન દેખાય.
ઘરની દિવાલ અને પંખા સાફ કરવાન રીત
દિવાલો સાફ કરવા માટે લાંબી લાકડીવાળા બ્રશનો ઉપયોગ કરો. પંખાને સાફ કરવા માટે ડિટર્જન્ટ પાવડરનો ઉપયોગ કરો. સૌપ્રથમ પંખાને સૂકા કપડાથી સાફ કરો, હવે ડિટર્જન્ટ પાઉડરવાળા પાણીમાં કાપડું ભીનુ કરીને પંખો સાફ કરો. પંખો સાફ કરવાથ પંખો એકદમ નવો દેખાશે અને છતની પણ સફાઈ થઈ જશે.
જમીનની ટાઈલ્સ અને ફ્લોરને આવી રીતે સાફ કરો
દિવાલ અને ઢાબાની તુલનામાં જમીનની ટાઈલ્સ અને ફ્લોર વધારે ગંદા છે. ફ્લોર પર ધૂળ-માટી, ગંદકી, ચપ્પલો આવતી-જતી રહે છે, જેનાથી ફ્લોર પર નિશાન પડી જાય છે અને ફ્લોર ગંદી દેખાય છે. દિવાળી પર ફ્લોર સાફ કરવા માટે, એક ડોલ પાણીમાં એક ચમચી ઇથેનોલ મિક્સ કરીને પોતું લગાવો. ગમે તેવા ડાઘ દૂર કરવા માટે તમે વિનેગરનો ઉપયોગ કરી શકો છો.
આ પણ વાંચો | ફેસ્ટિવલની શોપિંગ વખતે આ 11 બાબતો ધ્યાનમાં રાખો, બિનજરૂરી ખર્ચ ઘટશે અને તહેવારનો આનંદ બેવડાશે
ઘરની સજાવટ (diwali festival decoration ideas)
ઘરની સફાઈ કર્યા પછી ઘરને સજાવવું પણ જરૂરી છે. દિવાળીમાં ઘરને સજાવવા માટે તમારે ઘરમાં સુંદર પડદા લગાવવા જોઈએ. ડેકોરેશનની ચીજવસ્તુઓ ખરીદો. ઘરને સજાવવા માટે લાઇટિંગનો ઉપયોગ કરો. દિવાળીનો પ્રસંગ હોય તો ઘરને પ્રકાશિત કરવા માટે તરતા દીવા પ્રગટાવો. થ્રીડી રંગોળી તમારા ઘરની સુંદરમાં પણ આકર્ષણ ઉમેરશે. કાચની બોટલમાં લાઇટિંગ કરો.