scorecardresearch
Premium

શું તમારા ફોનમાં પણ ધૂળેટીનો રંગ ભરાય ગયો છે? આ ત્રણ સરળ પદ્ધતિથી કરો સાફ

આ ટિપ્સની મદદથી તમે કોઈપણ નુકસાન પહોંચાડ્યા વિના તમારા ફોનને ફરીથી ચમકદાર અને નવો બનાવી શકો છો. ચાલો ત્રણ અદ્ભુત રીતો જાણીએ જેનાથી તમારો ફોન પહેલાની જેમ ચમકવા લાગશે.

Smartphone Cleaning Remedies, Smartphone Care, Smartphone Care on Holi
રંગથી ભરાયેલા તમારા સ્માર્ટફોનને સાફ કરવા માટેની ટિપ્સ (Express Photo)

શું હોળી રમતી વખતે તમારો ફોન પણ રંગ જતો રહ્યો છે? તો તમે ચિંતા ના કરશો. રંગથી ભરાયેલા તમારા સ્માર્ટફોનને સાફ કરવા માટે તમે કેટલીક સરળ અને સલામત પદ્ધતિઓનો ઉપયોગ કરીને તેને મૂળ સ્થિતિમાં પાછા લાવી શકો છો. આ ટિપ્સની મદદથી તમે કોઈપણ નુકસાન પહોંચાડ્યા વિના તમારા ફોનને ફરીથી ચમકદાર અને નવો બનાવી શકો છો. ચાલો ત્રણ અદ્ભુત રીતો જાણીએ જેનાથી તમારો ફોન પહેલાની જેમ ચમકવા લાગશે.

માઇક્રોફાઇબર કાપડ અને થોડું ભીનું વાઇપ

જો તમારા ફોન પર સુકા ગુલાલ કે રંગ લાગી ગયો હોય તો પહેલા તેને સામાન્ય કપડાને બદલે માઇક્રોફાઇબર કપડાથી સાફ કરો. ભીના કપડાનો સીધો ઉપયોગ કરવાનું ટાળો, ખાસ કરીને જો તમારું ઉપકરણ વોટરપ્રૂફ ન હોય તો ભૂલથી પણ આવું ન કરો. તમે હળવા ભીના વાઇપનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ ફોનના પોર્ટમાં ભેજ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું.

રબિંગ આલ્કોહોલ અથવા સ્ક્રીન ક્લીનરનો ઉપયોગ કરો

જો ડિવાઇસની સ્ક્રીન અથવા પાછળના પેનલ પર ભીનો રંગ લાગ્યો છે, તો 70% કે તેથી વધુ રબિંગ આલ્કોહોલ અથવા સારા સ્ક્રીન ક્લીનરનો ઉપયોગ કરો. કોટન પેડ પર થોડું આલ્કોહોલ લો અને તેને હળવા હાથે સાફ કરો. ફોનના સ્પીકર કે ચાર્જિંગ પોર્ટમાં આલ્કોહોલ ન જાય તેનું ધ્યાન રાખો. નહિંતર તે ઉપકરણને પણ નુકસાન પહોંચાડી શકે છે.

આ પણ વાંચો: ઘરની સફાઈ કરતા લાગ્યો ‘જેકપોટ’, આ વ્યક્તિને 37 વર્ષ જૂના રિલાયન્સના શેર મળ્યા, કિંમત જાણીને ચોંકી જશો

એર બ્લોઅર અને ટૂથપીક પણ શ્રેષ્ઠ છે

જો રંગ ચાર્જિંગ પોર્ટ, સ્પીકર ગ્રીલ અથવા ડિવાઈસના અન્ય કોઈપણ સ્લોટમાં ઘૂસી ગયો હોય, તો કાપડને બળજબરીથી અંદર ઘૂસવાનો પ્રયાસ કરશો નહીં. તેના બદલે એર બ્લોઅર અથવા ડ્રાયરનો ઉપયોગ કરો પરંતુ તેને ઠંડી હવા પર સેટ કરો. આ ઉપરાંત તમે ટૂથપીકની મદદથી પોર્ટને હળવા હાથે સાફ કરી શકો છો, પરંતુ વધારે બળ ન લગાવો. આના કારણે ટૂથપીક ચાર્જિંગ પોર્ટને પણ નુકસાન પહોંચાડી શકે છે.

Web Title: How to remove holi color from your smartphone rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×