scorecardresearch
Premium

શું તમારા ઘરમાં ઉંદરોનો આતંક છે? આ 5 ટિપ્સ ફોલો કરીને તેમનાથી મેળવો છૂટકારો

How to get rid of rats peacefully: અહીં અમે તમને કેટલાક એવા ઘરગથ્થુ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવીને તમે ઉંદરોને નુકસાન પહોંચાડ્યા વિના ઘરમાંથી ભગાડી શકશો.

How to get rid of rats peacefully
જાણો ઉંદરોથી કેવી રીતે છુટકારો મેળવવો. (તસવીર: સોશિયલ મીડિયા)

Home Remedies for Rats: જો ઉંદરો તમારા ઘરમાં પોતાનું રહેઠાણ બનાવી લે છે તો તેમના આતંકથી બધા પરેશાન થઈ જાય છે. ઉંદરો દરેક વસ્તુને કોતરીને કે ચાવીને બગાડે છે અને તેની સાથે તેઓ અનેક પ્રકારના રોગો પણ ફેલાવે છે. આવામાં લોકો પાસે તેમને મારવા અથવા પાંજરામાં બંધ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી બચતો. પરંતુ અહીં અમે તમને કેટલાક એવા ઘરગથ્થુ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવીને તમે ઉંદરોને નુકસાન પહોંચાડ્યા વિના ઘરમાંથી ભગાડી શકશો.

ઉંદરોથી છુટકારો મેળવવા માટે શું કરવું

તમે ઉંદરોને ભગાડવા માટે પેપરમિન્ટ સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો. પેપરમિન્ટ સ્પ્રેમાં તીવ્ર ગંધ હોય છે અને ઉંદરોને તે બિલકુલ ગમતું નથી. ઘરમાં જ્યાં તમને ઉંદરો દેખાય છે ત્યાં પેપરમિન્ટ સ્પ્રેનો છંટકાવ કરો, આમ કરવાથી ઉંદરો ઘરમાં આવશે નહીં.

તમે ઉંદરોને ભગાડવા માટે તમાકુનો પણ ઉપયોગ કરી શકો છો. તમાકુ એક નશો છે, તેને ચણાના લોટમાં ભેળવીને ઘરના તમામ ખુણામાં મૂકી દો, જો ઉંતરો તેને ખાશે તો ઘરમાંથી ભાગી જશે.

ફટકડીને પાણીમાં ઓગાળીને સ્પ્રે બોટલમાં ભરો. જ્યાં ઉંદરો દેખાય છે ત્યાં ફટકડીનું પાણી છાંટો. ફટકડીના પાણીને કારણે ઉંદરો તમારૂં ઘર છોડી ભાગી જશે. ઘરમાં જ્યાં ઉંદરો દેખાય છે ત્યાં તમે લાલ મરચાનો પાવડર પણ છાંટી શકો છો. લાલ મરચું છાંટવાથી ઉંદરો તમારા ઘરમાં પાછા આવવાની હિંમત કરશે નહીં.

આ પણ વાંચો: વરસાદની સીઝનમાં ડેન્ગ્યુથી બાળકોને બચાવવા માતા-પિતાએ આ સાવચેતીઓ રાખવી

કપૂર ઉંદરોને ભગાડવામાં પણ અસરકારક સાબિત થાય છે. આ માટે જ્યાં ઉંદરો દેખાય છે ત્યાં કપૂર પાવડર રાખો. ઉંદરોને કપૂરની ગંધ બિલકુલ ગમતી નથી. કપૂરની ગંધને કારણે તેઓ તમારા ઘરની બહાર નીકળી જશે.

Web Title: How to get rid of rats in 24 hours 5 tips without killing rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×