scorecardresearch
Premium

ડાયાબિટીસના દર્દીઓએ નાસ્તામાં ઈંડાની સાથે આ ચાર વસ્તુ ખાવી જોઈએ, બ્લડ સુગર કંટ્રોલમાં રહેશે!

ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારમાં એવા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ, જે તેમના શરીરમાં કુદરતી ઈન્સ્યુલિનનું કામ કરે છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

Breakfast Ideas For Diabetes: ડાયાબિટીસના દર્દીઓ માટે તેમના આહારનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. કારણ કે આ રોગમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી હોય છે. તેનાથી નવા રોગો થવાનું જોખમ પણ વધી જાય છે. ડાયાબિટીસથી પીડિત લોકોએ તેમના આહારનું ધ્યાન રાખવું જોઈએ. ડાયાબિટીસએ એક રોગ છે જેમાં સ્વાદુપિંડ ઓછું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે.

ઇન્સ્યુલિન એ એક હોર્મોન છે જે ખોરાકને ઊર્જામાં રૂપાંતરિત કરીને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરે છે. ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારમાં આવા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. જે તેમના શરીરમાં કુદરતી ઈન્સ્યુલિન તરીકે કામ કરે છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. આવો જાણીએ કેટલાક હેલ્ધી ફૂડ્સ જે સુગર લેવલને કંટ્રોલમાં રાખે છે.

ડાયાબીટીસના દર્દીઓ નાસ્તામાં શામિલ કરે આ વસ્તુ

લીલા પાંદડા વાળી શાકભાજી

ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારમાં વધુને વધુ લીલા શાકભાજીનું સેવન કરવું જોઈએ. આમાં, તમે પાલક, મેથી, બથુઆ, બ્રોકોલી,દૂઘી, કારેલા જેવા શાકભાજી વધુને વધુ ખાઈ શકો છો. આ શાકભાજીમાં કેલરી ઓછી હોય છે અને પોષક તત્વો વધુ હોય છે. લીલા શાકભાજીમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. લીલા શાકભાજી હૃદય અને આંખો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. લીલા શાકભાજીમાં વિટામિન સી પણ જોવા મળે છે, જે ટાઈપ 2 ના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. તે બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરે છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.

ઇંડા

ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે, કારણ કે ઇંડા 70 કેલરી અને 6 ગ્રામ પ્રોટીન પ્રદાન કરે છે. જેના કારણે ડાયાબિટીસના દર્દીનું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. તેથી, ઇંડાને પ્રોટીનયુક્ત આહાર માનવામાં આવે છે.

ઓટમીલ

ઓટમીલ કેલરી અને પ્રોટીનથી ભરપૂર હોય છે જેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. જે ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ શકે છે

એવોકાડો

એવોકાડો સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદરૂપ પણ છે, કારણ કે તેમાં કેલરી, પ્રોટીન, મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ અને ફાઈબર હોય છે, જે તેને ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ્ય આહાર વિકલ્પ બનાવે છે.

પનીર

ડાયાબિટીસ ધરાવતા લોકો માટે પનીર અને તમામ ડેરી ઉત્પાદનો સારો વિકલ્પ હોઈ શકે છે. આ એટલા માટે છે કારણ કે તેમાં કાર્બોહાઇડ્રેટ્સ ઓછું છે અને પ્રોટીન અને ફાઇબર સારા છે જે ઇન્સ્યુલિન સ્પાઇક્સમાં મદદ કરે છે.

ટોફુ

મલ્ટીગ્રેન ટોસ્ટ અથવા શાકભાજી સાથે મિશ્રિત ટોફુ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક હોઈ શકે છે. કારણ કે તેમાં કાર્બોહાઈડ્રેટ્સ તેમજ પ્રોટીન અને અસંતૃપ્ત ચરબી ખૂબ ઓછી હોય છે. તે સ્વાદિષ્ટ વાનગીઓનો સ્વસ્થ વિકલ્પ છે.

Web Title: How to control diabetes level healthy diet blood sugar health tips

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×