scorecardresearch
Premium

હોળીનો પાક્કો રંગ કેવી રીતે સાફ કરવો? અપનાવો આ જુગાડ, પહેલાની જેમ ચમકવા લાગશે ઘર

Holi Colour Removal Tips : પાણી નાખ્યા પછી ગુલાલને દૂર કરવામાં આવે છે. પરંતુ પાકા રંગના નિશાન સહેલાઈથી જતા નથી. આવી સ્થિતિમાં અમે અહીં તમારા માટે કેટલીક ટિપ્સ લઇને આવ્યા છીએ, જેના દ્વારા તમે હોળીનો રંગ ખૂબ જ સરળતાથી ઘરેથી સાફ કરી શકશો

Holi Colour Removal Tips, Holi Colour
આ ઉપાયથી તમે હોળીનો રંગ ખૂબ જ સરળતાથી ઘરેથી સાફ કરી શકશો (તસવીર – ફ્રીપિક)

Holi Colour Removal Tips : હોળી રમતી વખતે લોકો દિલ ખોલીને મજા કરે છે. આવી સ્થિતિમાં તેમને કપડાં કે ઘરો ખરાબ થાય તેનું કોઈ ટેન્શન રહેતું નથી. પણ સાંજે જ્યારે તમે ઘર તરફ જુઓ છો ત્યારે રંગ જ રંગ દેખાય છે. આવી સ્થિતિમાં ઘરની મહિલાઓ ઘરની સફાઈ કેવી રીતે કરવી તેની ચિંતામાં છે. ઘણી વખત મોજમસ્તીના પગલે રંગ દીવાલોથી માંડીને જમીન સુધીની દરેક વસ્તુ ખરાબ થઇ જાય છે.

પાણી નાખ્યા પછી ગુલાલને દૂર કરવામાં આવે છે. પરંતુ પાકા રંગના નિશાન સહેલાઈથી જતા નથી. આવી સ્થિતિમાં અમે અહીં તમારા માટે કેટલીક ટિપ્સ લઇને આવ્યા છીએ, જેના દ્વારા તમે હોળીનો રંગ ખૂબ જ સરળતાથી ઘરેથી સાફ કરી શકશો. આ પદ્ધતિઓ અપનાવવાથી તમારું ઘર પહેલાની જેમ ચમકવા લાગશે. આવો જાણીએ તેના વિશે.

સૌ પ્રથમ સૂકા રંગોને સાફ કરો

હોળીનો રંગ દૂર કરવા માટે સૌથી પહેલા ઘરમાં રહેલા સૂકા કલરને સાવરણીથી સાફ કરો. આ પછી ડિટરજન્ટ પાણીથી પોતું ફેરવો. રંગોના ડાઘ દૂર કરવા માટે બ્લીચનો ઉપયોગ કરો.

ઘરમાં રાખેલી આ વસ્તુઓનો ઉપયોગ કરો

બટાકા

હોળીનો રંગઅને ગુલાલનો રંગ દૂર કરવા માટે તમે બટાકાનો ઉપયોગ કરી શકો છો. તે એટલા માટે છે કારણ કે બટાકામાં એવા ઘટકો હોય છે જે ફ્લોર અને દિવાલોમાંથી રંગના ડાઘને દૂર કરવામાં અથવા હળવા કરવામાં મદદ કરી શકે છે. આ માટે એક બટાકું લો અને તેને વચ્ચેથી કાપી લો અને પછી તેને ગુલાલ અથવા દિવાલ પરના રંગના ડાઘ પર ઘસો. આ બટાકાની યુક્તિનો ઉપયોગ કરવાથી દિવાલ પરના ગુલાલ અથવા રંગના ડાઘ હળવા થઈ શકે છે.

ટૂથપેસ્ટ

દિવાલોને સાફ કરવા માટે ટૂથપેસ્ટનો ઉપયોગ કરો. સૌ પ્રથમ સફેદ રંગની ટૂથપેસ્ટ લો, રંગીન ટૂથપેસ્ટનો ઉપયોગ કરવાથી દિવાલ પર ડાઘ પડી શકે છે. ટૂથપેસ્ટને સીધા ડાઘ પર લગાવો અને નરમ કાપડની મદદથી તેને હળવેથી ઘસો. આ યુક્તિ ડાઘને દૂર કરવામાં અને હળવા કરવામાં મદદ કરી શકે છે.

લીંબુ અને મીઠાનું દ્રાવણ

ફ્લોર પર પાકા કલરનો રંગ દૂર કરવા માટે લીંબુ અને મીઠાના દ્રાવણનો પણ ઉપયોગ કરી શકાય છે. આ માટે સૌ પ્રથમ એક બાઉલમાં લીંબુનો રસ કાઢી તેમાં લગભગ અડધી ચમચી મીઠું નાખો. લીંબુનો રસ અને મીઠું સારી રીતે મિક્સ કરો અને પછી ડાઘ પર મિશ્રણ લગાવો. 5 થી 10 મિનિટ પછી ભીના કપડાથી ડાઘને સાફ કરો. આ યુક્તિ ગુલાલ અને રંગના ડાઘને સાફ અથવા હળવા કરી શકે છે.

Web Title: How to clean holi colours from remedies home tips ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×