scorecardresearch
Premium

શું ધૂળેટી પર તમારા ઘરનું બાથરૂમ કલરથી ભરાય ગયું છે? આ રીતે મિનિટોમાં ક્લિન કરો રંગ

જ્યારે લોકો રંગો અને ગુલાલથી રમીને નહાવા જાય છે ત્યારે બાથરૂમની હાલત ખરાબ થઈ જાય છે. ચારે બાજુ રંગો દેખાય છે. ફ્લોર, દિવાલો અને વોશબેસિન બધા રંગોથી રંગાય જાય છે, જે ક્યારેક સાફ કરવા ખૂબ મુશ્કેલ બની જાય છે.

Holi 2025, how to remove color from bathroom
જાણો બાથરૂમમાંથી રંગ કેવી રીતે દૂર કરવો. (Freepik)

હોળીનો તહેવાર દર વર્ષે ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ભલે આ તહેવાર ભારતમાં મોટા પાયે ઉજવવામાં આવે છે, પરંતુ આજે આ તહેવાર સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસે રંગો અને ગુલાલથી હોળી રમવામાં આવે છે. આ તહેવાર પર જે ખરાબ પર સારાની જીત અને ભાઈચારો અને પ્રેમનું પ્રતીક છે, લોકો એકબીજા પર રંગો અને ગુલાલ લગાવે છે અને એકબીજાને ગળે લગાવે છે.

ત્યાં જ જ્યારે લોકો રંગો અને ગુલાલથી રમીને નહાવા જાય છે ત્યારે બાથરૂમની હાલત ખરાબ થઈ જાય છે. ચારે બાજુ રંગો દેખાય છે. ફ્લોર, દિવાલો અને વોશબેસિન બધા રંગોથી રંગાય જાય છે, જે ક્યારેક સાફ કરવા ખૂબ મુશ્કેલ બની જાય છે. આવામાં તમે તેને સરળતાથી સાફ પણ કરી શકો છો. આ લેખમાં અમે તમારા માટે તેને સરળતાથી સાફ કરવા માટે કેટલીક ટિપ્સ લાવ્યા છીએ.

બાથરૂમમાંથી હોળીનો રંગ આ રીતે દૂર કરો

બેકિંગ સોડા અને વિનેગરથી ટાઇલ્સ સાફ કરો

તમે બાથરૂમની ટાઇલ્સમાંથી હોળીના રંગો સરળતાથી સાફ કરી શકો છો. તેને સાફ કરવા માટે તમે બેકિંગ સોડા અને વિનેગરનો ઉપયોગ કરી શકો છો. આ માટે એક કપ બેકિંગ સોડામાં અડધો કપ સફેદ વિનેગર મિક્સ કરો અને તેને ટાઇલ્સ પર લગાવો અને લગભગ 20 મિનિટ માટે રહેવા દો. હવે તેને સ્ક્રબરથી ઘસો અને પાણીથી ધોઈ લો.

આ પણ વાંચો: શું તમારા ફોનમાં પણ રંગ ભરાય ગયો છે? આ ત્રણ સરળ પદ્ધતિઓથી કરો સાફ

વોશબેસિન અને ટોયલેટ સીટ કેવી રીતે સાફ કરવી

તમે વોશબેસિન અને ટોયલેટ સીટ પણ સરળતાથી સાફ કરી શકો છો. આ માટે તમે ટોઇલેટ ક્લીનર, ડીશ વોશિંગ લિક્વિડ અને લીંબુનો ઉપયોગ કરી શકો છો. વોશબેસિન અને ટોયલેટ સીટ પરથી રંગો દૂર કરવા માટે, પહેલા વોશબેસિન અને ટોયલેટ સીટ પર ટોયલેટ ક્લીનર લગાવો. હવે તેને થોડી વાર આમ જ રહેવા દો. પછી તમે તેને બ્રશની મદદથી સાફ કરો.

દરવાજા પરના રંગો સાફ કરો

હોળીના અવસર પર તમે દરવાજા પરથી રંગો સાફ કરવા માટે વિનેગરનો ઉપયોગ કરી શકો છો. આ માટે સૌ પ્રથમ વિનેગર અને પાણી સમાન માત્રામાં મિક્સ કરો. હવે તેને સ્પ્રે બોટલમાં નાખો. હવે તેને તે જગ્યા પર છાંટો જ્યાં રંગો હોય. થોડી વાર માટે આમ જ રહેવા દો. હવે તેને માઇક્રોફાઇબર કાપડથી બરાબર સાફ કરો. આ રીતે દરવાજો સરળતાથી સાફ થઈ જશે.

Web Title: Holi 2025 how to remove color from bathroom rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×