Heart Attack Symptoms On Body: હાર્ટ અટેક એક એવી બીમારી જેના 95 ટકા દર્દીઓ હોસ્પિટલ જવામાં મોડું કરે છે. આવા કિસ્સામાં હૃદય રોગનો હુમલા બાદ દર્દી જીવ ગુમાવે છે. હોસ્પિટલમાં જવામાં વિલંબના કારણે હાર્ટ એટેકના લક્ષણો ઓળખવામાં વિલંબ છે. હૃદય રોગ એ દેશમાં ઝડપથી વિકસતો રોગ છે એટલું જ નહીં, પરંતુ વિશ્વભરમાં હૃદયના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ભારતમાં હાર્ટના દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે. ભારતમાં દર 10 સેકન્ડે 1 હાર્ટ પેશન્ટ મૃત્યુ પામે છે. હૃદય રોગમાં જો લક્ષણો સમયસર ઓળખી લેવામાં આવે તો ગંભીર ઘટનાથી બચી શકાય છે. હૃદય રોગથી માત્ર હૃદયમાં જ દુખાવો થતો નથી પરંતુ શરીરમાં બીજા પણ ઘણા ફેરફારો થાય છે, આ વિજ્ઞાનને સમજવું ખૂબ જ જરૂરી છે.
એઇમ્સના પૂર્વ સલાહકાર અને સાઓલ હાર્ટ સેન્ટરના સ્થાપક અને ડિરેક્ટર તથા જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડો.બિમલ ઝંઝરે જણાવ્યું હતું કે, જ્યારે હૃદયનો એક ભાગ મરવા લાગે છે ત્યારે હાર્ટ એટેક આવે છે, કારણ કે તે સમયે 100 ટકા બ્લોકેજ હોય છે. જ્યારે ધમનીઓમાં 100 ટકા બ્લોકેજ આવે છે, ત્યારે શરીરને તકલીફ થવા લાગે છે.
હૃદય સુધી લોહી પહોંચાડતી કોરોનરી ધમનીઓમાંની કોઈ એક ધમનીમાં 100% બ્લોકેજ આવે ત્યારે ત્યાંથી લોહીનો પ્રવાહ સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. જો તે વિસ્તારને ટેકો આપતા કોલેટરલ (બાયપાસ પાથ) ન હોય, તો તે વિસ્તારમાં હૃદયની પેશીઓને ઓક્સિજન મળતો નથી અને તે ક્ષતિગ્રસ્ત થવા લાગે છે, આને હાર્ટ અટેક કહેવામાં આવે છે. શરીરમાં દેખાતા કેટલાક લક્ષણોથી હાર્ટ અટેકની ઓળખ થાય છે. એક્સપર્ટ પાસેથી જાણીએ કે જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે શરીરમાં કયા-કયા લક્ષણો દેખાય છે.
છાતીમાં દુઃખાવો અને ગભરામણ
જ્યારે હાર્ટ અટેક આવે છે ત્યારે છાતીની વચ્ચે દુખાવો થાય છે. આ દુખાવો હૃદયની નજીક છે. મોટા ભાગના કિસ્સામાં દુઃખાવો છાતીની વચ્ચે કે બાજુમાં થતો હોય છે. દુખાવો થોડીક મિનિટો સુધી ચાલ્યા કરે છે અને પછી મટી થઈ જાય છે. દુ:ખાવો થવા લાગે કે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો.
નબળાઈ અને માથાનો દુખાવો
હાર્ટ અટેક આવતા જ શરીરમાં નબળાઈનો અહેસાસ થાય છે અને માથાના દુખાવાની સમસ્યા પણ થાય છે. ઘણા દર્દીઓ બેભાન પણ થઈ શકે છે.
ઠંડો પરસેવો
ઘણા દર્દીઓને જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે તેમના શરીર માંથી ઠંડો પરસેવો થવા લાગે છે. શરીરમાંથી પરસેવો પાણીની જેમ વહેવા લાગે છે. આવી ગભરામણ અને બેચેનીને તરત સમજવી જરૂરી છે.
જડબામાં દુખાવો
હાર્ટ અટેક આવે ત્યારે જડબા પાસે ખૂબ દુખાવો થાય છે. આ દુખાવો ગરદનથી કમર સુધી થઈ શકે છે. કેટલીક વાર આ દુખાવો બંને હાથ અને ખભામાં પણ થઈ શકે છે.
શ્વાસ લેવામાં મુશ્કેલી
છાતીમાં બેચેની એટલે કે છાતીમાં અજીબોગરીબ અગવડતા પણ હાર્ટ એટેકનું લક્ષણ છે. આ બેચેની સાથે શ્વાસ લેવામાં તકલીફ થઇ શકે છે.
શરીરમાં શક્તિનો અભાવ
જ્યારે હાર્ટ અટેક આવે છે, શરીરમાં શક્તિનો અનુભવ થતો નથી, આ સમસ્યા મહિલાઓમાં વધુ જોવા મળે છે.
ઉલ્ટી થવી
હાર્ટ અટેક આવે તેની પહેલા માથું ઘૂમવા લાગે છે અને ઊલટી થશે તેવો લાગે છે. આ સમયે પેટમાં ગરબડ જેવી સમસ્યા થાય છે.
હાર્ટ અટેકના લક્ષણોને કેવી રીતે ઓળખવા
હાર્ટ અટેકની જાણકારી મેળવવા માટે તમે હોસ્પિટલમાં જઈને બે ટેસ્ટ કરાવી શકો છો. તમે ટ્રોપોનીન આઈ અથવા ટ્રોપોનીન ટી (troponin I or troponin T) ટેસ્ટ કરાવી શકો છો. આ ટેસ્ટ હાર્ટ એટેકની પુષ્ટિ કરે છે. ઇસીજીની મદદથી પણ હાર્ટ એટેકની ખબર પડી શકે છે. હાર્ટ એટેકના લક્ષણોની વહેલી તકે ઓળખી જીવ બચાવી શકાય છે.