વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (world health organization) ના મતે હાલ દુનિયાભરમાં હૃદય રોગ અને હાર્ટ એટેક લોકોની મૃત્યુ થવાનું એક મુખ્ય કારણ છે. નાની ઉંમરે હાર્ટ એટેક (heart attack) થી મોત થયાની ઘણી ઘટનાઓ સામે આવી છે. જો આપણે હૃદયની બીમારીઓની (Heart Disease) વાત કરીયે તો તેમાં સીવીડ, કોરોનરી હાર્ટ ડિસિઝ ( (Coronary Heart Disease), કાર્ડિયોવસ્ક્યુલર (Cerebrovascular Disease) અને અન્ય પરિસ્થિતિઓ જવાબદાર છે. એક પ્રાથમિક અંદાજ મુજબ દુનિયાભરમાં દર વર્ષે 1.79 કરોડ લોકો હૃદય સંબંધિત બીમારીથી મૃત્યુ (heart failure death)પામે છે.
હૃદય સંબંધિત બીમારીઓનો શિકાર થનાર લોકોનની સંખ્યા ઝડપથી વધી રહી છે. તેનું એક મુખ્ય કારણ હૃદય સંબંધિત બીમારીઓની જાણકારોનો અભાવ છે. જો હૃદયનું આરોગ્ય (heart health tips) બગડે તો તેના લક્ષણો શરીર પર દેખાવા લાગે છે. જાગૃતિના અભાવે આ લક્ષણોને લોકો મોટાભાગે નજર અંદાજ કરતા હોય છે. જો લાંબા સમય સુધી ધ્યાન આપવામાં ન આવે તો હાર્ટ એટેક કે હાર્ટ ફેલ્યોર જેવી બીમારીનો પણ ખતરો રહે છે.
હાર્ટ એટેક કે હાર્ટ ફેલ્યોર એટેલ શું ?

જ્યારે હૃદયની માંસપેશી ક્ષતિગ્રસ્ત થઈ જાય અથવા હૃદય અસરકારક રીત કામ કરતુ ન હોય ત્યારે હાર્ટ સંબંધિત બીમારીઓ થાય છે. હૃદયના વાલ્વમાં ખામી, હાઇ બ્લડપ્રેશર (blood pressure) કે વારસાગત બીમારીઓના લીધે પણ હાર્ટ ફેલ્યોર થવાની શક્યતા રહે છે. બીમારીનું કારણ ગમે તે હોય પણ એક ફેલ્યોર હૃદય શરીરની ઓક્સિજન યુક્ત લોહીની જરૂરીયાત પૂરી કરવા માટે પુરતા પ્રમાણમાં પમ્પીંગ કરી શકતુ નથી.
હાર્ટ ફેલ્યોર થવાના લક્ષણોઃ-
હાર્ટ હેલ્યોર કે હૃદય સંબંધિત બીમારીઓ (heart problem symptoms) થવાના ઘણા બધા લક્ષણો છે અને તે શરીર પર તરત જ દેખાવા લાગે છે. વ્યક્તિને દૈનિક સામાન્ય ક્રિયાઓ કરતી વખતે, થોડુંક પણ ચાલવાથી શરીરમાં બહુ જ થાક લાગે છે. હૃદયના ધબકારાની ગતિ અનિયમિત થઇ જાય છે. ઘણી વખત એટલો બધો થાક અનુભવાય છે કે વ્યક્તિ સામાન્ય દૈનિક ક્રિયાઓ પણ કરવામાં અસમર્થ બની જાય છે.
દૈનિક સામાન્ય ક્રિયાઓ કરવામાં મુશ્કેલી
હૃદય રોગથી પીડિત લોકોને દૈનિક સામાન્ય ક્રિયાઓ કરવામાં પણ મુશ્કેલ પડે છે. આ લોકોને શરીરમાં તાકાત હોતી નથી કે તેઓ કોઇ કામગીરી કરી શકે. તેઓ કોઇ પણ કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી.
શ્વાસ લેવામાં મુશ્કેલી થવી

જે લોકોને હૃદયની બીમારીઓ હોય છે, તેમને સતત ઉધરસ આવવી, ગભરામણ થવી અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડવી જેવા લક્ષણો દેખાય છે. આવા લક્ષણોને ક્યારેય નજર અંદાજ કરવા જોઇએ. જો આવા લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટર પાસે ચેકઅપ કરાવવું જોઇએ.
પગ અને એડીમાં દુખાવો
જેમને હૃદયની બીમારી હોય છે તેવા લોકોનું હાર્ટ શરીરના અંગોમાં પુરતા પ્રમાણમાં બલ્ડ સર્ક્યુલેશન (blood circulation) કરવામાં અસમર્થ થઇ જાય છે. શરીરના નીચેના અંગોને પુરતા પ્રમાણમાં લોહીનો પ્રવાહ મળતો નથી. જેના લીધે પગ, જાંઘ અને પેટમાં પ્રવાહી કે ચરબી જમા થવા લાગે છે. વધારે પડતી ચરબી જમા થવાથી શરીરનું વજન વધવા લાગે છે જેથી કેટલીક વખત અન્ય ગંભીર બીમારીઓ થવાનું જોખમ રહે છે. શરીરનું વધારે વજન હશે તો પણ હૃદય પર માઠી અસર થઇ શકે છે.
ભૂખ ન લાગવી, ગભરામણ થવી
શરીરમાં પુરતા પ્રમાણમાં ઓક્સિજન અને લોહીનો પ્રવાહ ન પહોંચવાથી શરીરના અંગોને કામગીરી કરવામાં મુશ્કેલી પડે છે. પાચનતંત્ર સંબંધિત સમસ્યાઓ સર્જાય છે. જેમાં ભૂખ ન લાગવી અને ગભરામણ અનુભવવી જેવા લક્ષણો દેખાય છે. આ લક્ષણો હૃદય સંબંધિત હોવાથી તેને નજરઅંદાજ કરવા જોઇએ નહીં.