નાસ્તો (Breakfast) આપણા દિવસનો સૌથી મહત્વપૂર્ણ ભોજન માનવામાં આવે છે. પરંતુ ઘણા લોકો સવારે ઉતાવળમાં અથવા સ્વાદ ખાતર એવી વસ્તુઓ ખાય છે, જે શરીર માટે હાનિકારક સાબિત થાય છે. એક્સપર્ટ કહે છે તે નાસ્તો એવો હોવો જોઈએ કે જે એનર્જી આપે અને પાચનક્રિયા પણ યોગ્ય રાખે અને તમને દિવસભર સક્રિય રાખે.
નાસ્તામાં કઈ વસ્તુ ન ખાવી?
વધારે ખાંડ વાળી વસ્તુ
મીઠા વાનગીઓ,ટોસ્ટ, બિસ્કિટ, પેસ્ટ્રી, કેક, ડોનટ્સ વગેરેમાં વધારે ખાંડ હોય છે, જે બ્લડ સુગરને અસંતુલિત કરે છે. આનાથી થાક, સુસ્તી, વધારે ખાવાની ઈચ્છા અને ચીડિયાપણું થાય છે.
ખાલી પેટે ચા કે કોફી
ઘણા લોકો સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટે ચા કે કોફી પીવે છે, જેનાથી એસિડિટી અને પાચન સમસ્યાઓ થઈ શકે છે. આ ઉપરાંત, ઘણી બધી વસ્તુઓ ટાળવી જોઈએ, જેમ કે પેકેજ્ડ ફૂડ કે જ્યુસ કારણ કે તેમાં ખાંડ વધુ હોય છે પણ પોષક તત્વો હોતા નથી. તે જ સમયે, બટાકાના પરાઠા જેવા તળેલા ખોરાકને પણ પચવામાં સમય લાગે છે અને શરીરમાં સુસ્તી વધે છે. તેથી, વ્યક્તિએ હંમેશા પરાઠા ખાવાનું ટાળવું જોઈએ.
જંક ફૂડ
બધા પ્રકારના બ્રેડ, પિઝા, બર્ગર, તળેલા ખોરાક અને અન્ય ફાસ્ટ ફૂડમાં ઘણી કેલરી અને બિનઆરોગ્યપ્રદ ચરબી (unhealthy fats) હોય છે. આ વસ્તુઓ શરીરને તાત્કાલિક ઉર્જા આપે છે, પરંતુ લાંબા સમય સુધી પેટ ભરતી નથી અને સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓનું કારણ બને છે.
Breakfast Ideas for Weight Loss | વજન ઘટાડવા માટે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ સવારનો નાસ્તો
નાસ્તામાં શું ખાવું ?
- ઉપમા અને ઓટ્સ જેવા હળવા અને ફાઇબરયુક્ત ખોરાક.
- ઈંડા, મગની દાળ ચિલ્લા જેવા પ્રોટીનયુક્ત વિકલ્પો.
- ફળો અને બદામ જે શરીરને કુદરતી ઉર્જા પ્રદાન કરે છે.
- તમારા દિવસની શરૂઆત હૂંફાળા પાણી અથવા લીંબુ પાણીથી કરો.
- યોગ્ય નાસ્તો ફક્ત આખા દિવસ માટે ઉર્જા જ નહીં, પણ લાંબા સમય સુધી ફિટ રહેવામાં પણ મદદ કરે છે.