scorecardresearch
Premium

હેલ્થ ટીપ્સ : મહિલાઓ માટે આ અનાજ છે સુપરફૂડ, લોહીની ઉણપ અને નબળાઇ થશે દૂર, જાણો સદગુરુ પાસેથી રાગીનું સેવન કરવાના ફાયદા

Health Tips Of Ragi : સદગુરુ વાસુદેવ જગ્ગીના મતે જો મહિલાઓ ડાયટમાં અમુક ખાસ અનાજનું સેવન કરે તો શરીરની ઘણી સમસ્યાઓ સરળતાથી મટાડી શકાય છે. જાણો રાગીનું સેવન કરવાના ફાયદા

sadhguru jaggi vasudev | sadhguru jaggi vasudev life | sadhguru jaggi vasudev Photo | sadhguru jaggi vasudev video | sadhguru jaggi vasudev quotes | sadhguru jaggi vasudev Book | sadhguru jaggi vasudev Yoga | sadhguru jaggi vasudev isha foundation | isha foundation
દગુરુ જગ્ગી વાસુદેવ ધ્યાન-યોગ અને આધ્યાત્મિકના પ્રચારક અને ઈશા ફાઉન્ડેશનના સ્થાપક છે. (Photo: isha.sadhguru.org)

Health Tips Of Ragi : મહિલાઓ તેમના ઘર અને બહારના કામકાજ જીવનમાં એટલી વ્યસ્ત રહે છે કે તેઓ તેમના સ્વાસ્થ્યની સંપૂર્ણપણે અવગણના કરે છે. નોકરી કરતી મહિલાઓ ઓછી ઊંઘ લે છે, સમયસર ખાતી-પીતી નથી અને શરીરમાં થતી અનેક નાની-મોટી સમસ્યાઓને નજરઅંદાજ કરે છે, જેના પરિણામો તેમને ભવિષ્યમાં ભોગવવા પડે છે.

મહિલાઓના સ્વાસ્થ્ય પરના સર્વેક્ષણના અહેવાલ મુજબ “લિવ વેલ એન્ડ સ્ટે હેલ્ધી – લાઇફસ્ટાઇલ ઇઝ એ પાવરફુલ મેડિસિન 2022-23 અનુસાર ભારતમાં 51 ટકા મહિલાઓ માસિક ધર્મની અનિયમિતતા, પોલીસિસ્ટિક, ઓવરી સિન્ડ્રોમ, હાઈપોથાઈરોઈડ, યુટીઆઈ, ફાઈબ્રોઈડ, ડાયાબિટીસ અને વંધ્યત્વ જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત છે. જો મહિલાઓના નબળા સ્વાસ્થ્યની સ્થિતિ સુધારવી હોય તો તેમના આહારમાં સુધારો કરવો જરૂરી છે.

સદગુરુ પાસેથી જાણો રાગીનું સેવન કરવાના ફાયદા (Sadhguru Health Tips)

સદગુરુ જગ્ગી વાસુદેવના જણાવ્યા અનુસાર, જો મહિલાઓ પોતાના આહારમાં કેટલાક ખાસ અનાજનો સમાવેશ કરે છે, તો તેઓ શરીરમાં થતી અનેક પ્રકારની સમસ્યાઓને સરળતાથી દૂર કરી શકે છે. રાગી એક એવું અનાજ છે જે મહિલાઓના સ્વાસ્થ્યને સુધારી શકે છે. રાગીમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં ફાઈબર, પોટેશિયમ, ઝિંક, આયર્ન અને મેગ્નેશિયમ હોય છે જે શરીરને સ્વસ્થ અને મજબૂત બનાવે છે. રાગી મહિલાઓની હેલ્થ માટે બહુ ફાયદાકારક છે

Sleeping Tips | Tips For Good sleep At Night | Sadhguru Sleeping Tips | Sadhguru Health tips
સદગુરુ જગ્ગી વાસુદેવની ટીપ્સ અપનાવી અનિંદ્રા અને રાત્રે ઊંઘ ન આપવાની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. (Photo – Canva / Sadhguru Web)

સદગુરુએ કહ્યું કે લોહીની અછત અને નબળા હાડકાં એ મહિલાઓની બે સૌથી મોટી હેલ્થ સંપંધિત શારીરિક સમસ્યાઓ છે. જો મહિલાઓ આ બંને સમસ્યાઓને દૂર કરવા માંગતી હોય તો તેમના આહારમાં રાગીનું સેવન કરો. ચાલો નિષ્ણાંતો પાસેથી જાણીએ કે રાગીનું સેવન મહિલાઓ માટે કેવી રીતે ફાયદાકારક છે અને તેનું સેવન કરવાથી મહિલાઓની કઈ કઈ સમસ્યાઓ દૂર થાય છે.

રાગીનું સેવન કરવાથી મહિલાઓને 2 ફાયદા થશે (Ragi Eat Benefits For Women)

રાગી એક સુપરફૂડ છે જે કેલ્શિયમથી ભરપૂર અને હેલ્થ માટે ફાયદાકારક છે. જે મહિલાઓ દૂધનું સેવન કરવાનું ટાળે છે તેઓ દૂધને બદલે આ અનાજનું સેવન કરી શકે છે. હેલ્થની કેલ્શિયમની જરૂરિયાત પૂરી કરવા માટે રાગીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. 100 ગ્રામ રાગીમાં 364 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે જે શરીરમાં કેલ્શિયમની ઉણપને પૂર્ણ કરે છે.

આ પણ વાંચો | સવારે ખાલી પેટ આ 2 ચીજનું સેવન કરો, આંતરડાનો સોજો દૂર થશે; સદગુરુએ જણાવ્યા ફાયદા

સદગુરુએ કહ્યું કે રાગી સ્ત્રી માટે અનુકૂળ અને ફાયદાકારક અનાજ છે . આ અનાજ પુરૂષો અને મહિલાઓ બંનેના હેલ્થ માટે ખૂબ જ ફાયદા છે. તેમાં સૌથી વધુ કેલ્શિયમ અને તમામ ધાન્યમાંથી સૌથી વધુ આયર્ન પણ હોય છે. સ્ત્રીઓ ઘણીવાર ઉંમર સાથે હાડકાં નબળા પડવાની ફરિયાદ કરે છે. રાગીના સેવનથી મહિલાઓના હાડકા મજબૂત થાય છે અને એનિમિયા પણ મટે છે. તેનું સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ પૂરી થાય છે. મહિલાઓએ રાગીનું રોટલી બનાવીને સેવન કરવું જોઈએ. રાગીના લોટનું સેવન ઢોસા, ઈડલી, દળિયા અને ઉપમા બનાવીને કરી શકાય છે.

Web Title: Health tips ragi consume benefits for women helath sadhguru vasudev jaggi as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×