scorecardresearch
Premium

શું તમે તો નથી પી રહ્યા ને ભેળસેળવાળું દૂધ? ઘરે આવી રીતે કરો અસલી દૂધની ઓળખ

Milk Purity Test at Home : ભેળસેળવાળું દૂધ આજના સમયમાં મોટી સમસ્યા બની ગયું છે. દૂધ પીતા પહેલા તેની શુદ્ધતાની તપાસ કરવી સૌથી મહત્વપૂર્ણ છે. તમે કેટલાક ખાસ ઉપાયોથી ઘરે જ અસલી અને નકલી દૂધની ઓળખ કરી શકો છો

Milk Purity Test, અસલી નકલી દૂધની ઓળખ
Milk Purity Test at Home: ભેળસેળવાળું દૂધ આજના સમયમાં મોટી સમસ્યા બની ગયું છે (તસવીર – ફ્રીપિક)

Milk Purity Test at Home: ભેળસેળવાળું દૂધ આજના સમયમાં મોટી સમસ્યા બની ગયું છે. દૂધમાં પાઉડર કે પાણી તો ઘણાં વર્ષોથી ઉમેરવામાં આવે છે, પરંતુ હાલના સમયમાં ભેળસેળના નામે ખતરનાક કેમિકલ્સનો ઉપયોગ કરવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. સાથે જ ભેળસેળયુક્ત દૂધનું લાંબા સમય સુધી સેવન કરવાથી ભારે નુકસાન થઇ શકે છે. આવી સ્થિતિમાં દૂધ પીતા પહેલા તેની શુદ્ધતાની તપાસ કરવી સૌથી મહત્વપૂર્ણ છે. તમે કેટલાક ખાસ ઉપાયોથી ઘરે જ અસલી અને નકલી દૂધની ઓળખ કરી શકો છો.

ભેળસેળયુક્ત દૂધથી થઈ શકે છે ખતરનાક નુકસાન

ભેળસેળવાળા દૂધના સેવનથી ભારે નુકસાન થઈ શકે છે. પેટમાં ગરબડ, ઉલ્ટી, ઝાડા, માથાનો દુખાવો, કિડની અને લીવરની સમસ્યાનો ખતરો રહે છે. નાના બાળકો અને વૃદ્ધોને તેના સેવનથી ઘણું નુકસાન થઇ શકે છે.

કેવી રીતે જાણવું દૂધ અસલી છે કે નકલી?

ઉકાળીને ચકાસણી કરો

તમે દૂધને ઉકાળીને અસલી અને નકલી દૂધની ઓળખ કરી શકો છો. જ્યારે અસલી દૂધને ઉકાળવામાં આવે છે ત્યારે તે ફાટતું નથી અને તેમાં મલાઇની એક પરત જામી જાય છે. જ્યારે નકલી દૂધને જ્યારે ઉકાળવામાં આવે છે તે ઘણી વખત ફાટી જાય છે. કેટલાક કિસ્સાઓમાં તે ઘટ્ટ થઈ જાય છે અને ચીકણું થઈ જાય છે.

આયોડિન ટેસ્ટથી કરો અસલી દૂધની ઓળખ

તમે સ્ટાર્ચ ટેસ્ટથી નકલી દૂધની ઓળખ પણ કરી શકો છો. આ માટે સૌ પ્રથમ તમે દૂધના સેમ્પલમાં આયોડિનના થોડા ટીપાં ઉમેરો. જો આયોડિન નાખ્યા બાદ દૂધ કાળું પડી જાય તો તેનો અર્થ એ છે કે તેમાં સ્ટાર્ચ ઉમેરવામાં આવ્યું છે. જ્યારે અસલી દૂધમાં આયોડિન ઉમેરવામાં આવે છે ત્યારે આમાં કોઈ ફેરફાર થતો નથી.

આ પણ વાંચો – શું તમે પણ ચોમાસામાં કોબી અને ફુલાવર ખાઓ છો? આ 5 ટિપ્સ અંદર છુપાયેલા કીડાને તરત જ દૂર કરશે

ગંધ દ્વારા અસલી અને નકલી દૂધને ઓળખો

અસલી દૂધની ગંધ હળવી મીઠાશ અને તાજી છે. જ્યારે નકલી દૂધ કે ભેળસેળવાળા દૂધની વાસ કેમિકલયુક્ત હોય છે. તેમાં તીખી કે કેમિકલ વાળી ગંધ હોય છે.

દૂધમાં પાણીની મિલાવટ કેવી રીતે જાણી શકાય?

દૂધમાં પાણીમાં ભેળસેળ થવી એ સામાન્ય વાત છે. જો કે તમે ઘરે આવતા દૂધમાં પાણીની ભેળસેળને પણ સરળતાથી જાણી શકો છો. આ માટે એક ટીપું દૂધ કોઇ સપાટ સતહ પર પાડો. હવે જો દૂધ ફેલાવ્યા વગર જામ્યું રહે તો દૂધ શુદ્ધ છે અને તેમાં કોઇ ભેળસેળ નથી. જો દૂધ તરત જ ફેલાય તો તેમાં પાણી ઉમેરવામાં આવ્યું હોય છે.

Web Title: Health news how to check purity of milk at home dudh me milawat kaise check kare ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×