scorecardresearch
Premium

30 દિવસો સુધી રોજ 5 પલાળેલી બદામ ખાવાથી સ્વાસ્થ્ય પર શું થાય છે અસર, એક્સપર્ટે જણાવ્યા 7 ફાયદા

Health News Gujarati : બદામમાં રહેલા પોષક તત્વો અને તેને પલાળવાની પ્રક્રિયા બંને મળી તેને વધુ અસરકારક બનાવે છે. આયુર્વેદિક નિષ્ણાત નિત્યાનંદમ શ્રીએ જણાવ્યું કે દરરોજ પલાળેલી બદામ ખાવાથી શું ફાયદા થાય છે

benefits of consuming 5 soaked almonds
પલાળેલી બદામ ખાવાના ફાયદા (તસવીર – ફ્રીપિક)

Health News Gujarati : રોજ સવારે પલાળેલી બદામ ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકરક છે. જ્યારે પણ હેલ્ધી ડાઇ ફ્રૂટની વાત આવે છે ત્યારે બદામનો સૌથી પહેલા ઉલ્લેખ કરવામાં આવે છે, કારણ કે બદામ મનને તેજ બનાવે છે અને શરીરને મજબૂત રાખે છે. તે માત્ર પાચન, ત્વચા અને હૃદયની તંદુરસ્તીને જ લાભ નથી આપતું, પરંતુ ઊર્જા, શુગર અને હાડકાંની મજબુતીમાં પણ ફાળો આપે છે. નિષ્ણાતોના મતે એક મહિના સુધી દરરોજ માત્ર 5 પલાળેલી બદામ ખાવાથી શરીર અને મન બંનેમાં સકારાત્મક પરિવર્તન જોવા મળી શકે છે.

બદામમાં રહેલા પોષક તત્વો અને તેને પલાળવાની પ્રક્રિયા બંને મળી તેને વધુ અસરકારક બનાવે છે. પલાળી રાખવાથી બદામની બહારી પરત બ્રાઉન સ્ક્રીનમાં રહેલા ફાઈટિક એસિડ અને ટેનિન ઓછા થાય છે, જે પાચનક્રિયાને સરળ બનાવે છે અને પોષક તત્વો શરીરમાં વધુ સારી રીતે શોષાય છે. આયુર્વેદિક નિષ્ણાત નિત્યાનંદમ શ્રીએ જણાવ્યું હતું કે, દરરોજ પલાળેલી બદામ ખાવાથી શું ફાયદા થાય છે?

પલાળેલા બદામના પોષકતત્વો

પલાળેલી બદામ પોષક તત્વોનો ખજાનો છે, જેમાં પ્રોટીન, ફાઇબર, વિટામિન ઇ, ઝિંક, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને આયર્ન જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે. બદામની છાલને પલાળવાથી બદામની છાલ નરમ પડે છે, જે ટેનિન નામના તત્વને દૂર કરે છે અને શરીર આયર્ન અને ઝિંક જેવા ખનિજોને વધુ સારી રીતે શોષી લે છે.

પાચનમાં સરળ

કાચી બદામ ક્યારેક પેટ પર ભારે પડી શકે છે. પલાળ્યા બાદ તેમાં રહેલું ફાયટિક એસિડ અને ટેનિન ઘટી જાય છે, જેથી તેને પચવામાં સરળતા રહે છે. તેનાથી પેટ ફૂલવું, ભારેપણું કે ગેસની સમસ્યા થતી નથી.

દિવસભર ઊર્જાનું સંતુલન

બદામમાં હેલ્ધી ફેટ, પ્રોટીન અને ફાઇબર હોય છે, જે ધીમે ધીમે એનર્જી બહાર કાઢે છે. સવારે 5 પલાળેલી બદામ ખાવાથી આખો દિવસ સ્થિર ઉર્જા મળે છે અને વચ્ચે-વચ્ચે થાક અથવા કેફીન પરની નિર્ભરતા ઓછી થાય છે.

આ પણ વાંચો – નકલી હળદરની ઓળખ કેવી રીતે કરવી? આ 5 રીતથી તરત ખબર પડી જશે

ત્વચા માટે ફાયદાકારક

બદામનું વિટામિન ઇ એક શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ છે, જે ત્વચાને પ્રદૂષણ અને સૂર્યના કિરણોથી થતા નુકસાનથી બચાવે છે. જો સતત 30 દિવસ સુધી તેનું સેવન કરવામાં આવે તો ત્વચા વધુ નરમ, હાઇડ્રેટેડ અને ચમકદાર દેખાઈ શકે છે.

મગજ અને યાદશક્તિ માટે ફાયદાકારક

બદામમાં રાઇબોફ્લેવિન અને એલ-કાર્નિટિન જેવા પોષક તત્વો હોય છે, જે નર્વ ફંક્શન અને મગજની એક્ટિવિટીમાં મદદ કરે છે. બદામના નિયમિત સેવનથી ફોક્સ અને માનસિક સ્પષ્ટતામાં સુધારો થઈ શકે છે.

હૃદય સ્વસ્થ રાખે

બદામ સારા કોલેસ્ટ્રોલને વધારે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદગાર છે. તેમાં રહેલા મેગ્નેશિયમ અને પોટેશિયમ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે, જે લાંબા ગાળે હૃદયને સ્વસ્થ રાખે છે.

વજન કંટ્રોલ કરવામાં અસરકારક

બદામ કેલરીથી ભરપૂર હોય છે, પરંતુ તેને પ્રમાણસર ખાવામાં આવે તો વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. તેમના ફાઇબર અને પ્રોટીન તમને લાંબા સમય સુધી ભરેલા રાખે છે, જે બિનજરૂરી નાસ્તાને ઘટાડી શકે છે.

હાડકાં અને દાંત માટે ફાયદાકારક

બદામમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા મિનરલ્સ હોય છે, જે હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે. એક મહિના સુધી નિયમિત રીતે લેવાથી તે શરીરને અંદરથી સપોર્ટ કરે છે.

Web Title: Health news gujarati these 7 benefits of consuming 5 soaked almonds ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×