scorecardresearch
Premium

શું તમે પથારીમાં કલાકો સુધી પડખા ફેરવો છો? આ સરળ રુટિનથી તમને તરત જ ગાઢ ઊંઘ આવશે

Health News Gujarati : ઊંઘનો અભાવ કેટલીકવાર થાક અને ચીડિયાપણું તરફ દોરી જાય છે. તેનાથી ક્યારેક ગંભીર બીમારીનો ખતરો વધી જાય છે. જો તમે પણ આ સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છો તો કેટલીક સરળ ટિપ્સ અપનાવીને તમે રાત્રે ગાઢ ઊંઘી શકો છો

how to sleep better at night naturally
જો તમે રાત્રે સમયસર ઊંઘી શકતા નથી, તો તમારે તમારી દિનચર્યામાં કેટલાક ફેરફાર કરવાની જરૂર છે (તસવીર – ફ્રીપિક)

Health News Gujarati : આજના સમયમાં ઘણા લોકોમાં ઊંઘ ન આવવાની સમસ્યા સામાન્ય બની રહી છે. ઘણીવાર લોકો સમયસર સૂઈ જાય છે, પરંતુ કલાકો સુધી પથારીમાં પડખાં મારતાં-ફેરવતા રહે છે, છતાં ઊંઘ આવતી નથી. ઉંઘનો અભાવ કેટલીકવાર થાક અને ચીડિયાપણું તરફ દોરી જાય છે. તેનાથી ક્યારેક ગંભીર બીમારીનો ખતરો વધી જાય છે. જો તમે પણ આ સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છો તો કેટલીક સરળ ટિપ્સ અપનાવીને તમે રાત્રે ગાઢ ઊંઘી શકો છો.

ઊંઘવા અને જાગવા માટે સમય નક્કી કરો

જો તમે રાત્રે સમયસર સૂઈ શકતા નથી, તો તમારે તમારી દિનચર્યામાં કેટલાક ફેરફાર કરવાની જરૂર છે. રોજ એક નિશ્ચિત સમયે સૂવાની અને ઉઠવાની આદત પાડો. શરીરની પોતાની જૈવિક ઘડિયાળ હોય છે, જે સમય અનુસાર કામ કરે છે. જો તમે રોજ એક જ સમયે સુઈ જશો અને ઉઠશો તો ઊંઘની સમસ્યા દૂર થઈ જશે.

ઊંઘતા પહેલા મોબાઈલથી દૂર રહો

ઘણા લોકોને મોડી રાત સુધી મોબાઈલ, ટીવી અને લેપટોપનો ઉપયોગ કરવાની આદત હોય છે. આવી સ્થિતિમાં, તેમાંથી નીકળતો ખતરનાક વાદળી પ્રકાશ મગજને સક્રિય રાખે છે, જેનાથી ઉંઘ આવતી નથી. સારી ઊંઘ માટે, તમારે ઊંઘવાના ઓછામાં ઓછા એક કલાક પહેલાં મોબાઇલ, ટીવી અને લેપટોપ જેવા ડિવાઇસનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ.

આ પણ વાંચો – 30 દિવસો સુધી રોજ 5 પલાળેલી બદામ ખાવાથી સ્વાસ્થ્ય પર શું થાય છે અસર, એક્સપર્ટે જણાવ્યા 7 ફાયદા

હળવું ભોજન લો

રાત્રે હળવો ખોરાક ખાવો જોઈએ. તેનાથી ઊંઘમાં તકલીફ થતી નથી. ઘણી વખત તેલવાળો અને ભારે ખોરાક ખાવાથી ઊંઘ આવતી નથી. ઊંઘવાના ઓછામાં ઓછા બે કલાક પહેલાં ભોજન કરી લો, તેનાથી પાચન સારું રહે છે.

Web Title: Health news gujarati how to sleep better at night naturally try this remedy ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×