Skin Care Mistakes List: આજના સમયે ઝડપથી બદલાતી લાઈફસ્ટાઈલ અને ભાગદોડ ભર્યા જીવનમાં લોકો પાસે પોતાની સ્કિનને કેયર રાખવાનો સમય હોતો નથી. ઘણા લોકો પોતાની ત્વચાને હેલ્ધી અને ચમકદાર રાખવા માંગે છે અને આ માટે મોંઘા ઉત્પાદનોનો ઉપયોગ પણ કરે છે. જો કે કેટલીક વખત સ્કિનકેર રૂટિનમાં નાની-નાની ભૂલો ચહેરાની સુંદરતા બગાડી નાખે છે.
ઘણી વખત લોકો પોતાની ત્વચાને સમજ્યા વગર કે કોઈની સલાહ લીધા વગર જ કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવા લાગે છે. જો તમે પણ એવા લોકોમાં સામેલ છો જે સ્કિન કેર કરે છે, પરંતુ આ માટે તેઓ બજારમાંથી પ્રોડક્ટ્સ ખરીદે છે અને કોઇ ડોક્ટરની સલાહ લીધા વગર જ પોતાના ચહેરા પર તેનો ઉપયોગ શરૂ કરી દે છે, તો સાવધાન રહેવાની જરૂર છે. તેની સીધી અસર તમારી ત્વચા પર પડે છે. ક્યારેક આવી ભૂલ પણ ભારે પડી શકે છે. આવી સ્થિતિમાં અમે તમને અહીં કેટલીક ભૂલો વિશે જણાવીશું, જેને સ્કીનકેર સમયે ભૂલવું જોઈએ નહીં.
વારંવાર ચહેરો ધોવા
ઘણા લોકો દિવસમાં ઘણી વખત ચહેરા ધોતા હોય છે. આવી સ્થિતિમાં જો તમે પણ આ કરો છો તો તે ત્વચાનું નેચરલ ઓઇલ ખતમ થઇ શકે છે. વારંવાર ચહેરો ધોવાથી સ્કિન ડ્રાઇ, શુષ્ક અને નિર્જીવ બને છે. દિવસમાં બે વાર હળવા ફેસ વોશથી ચહેરો ધોવા માટે પૂરતું છે.
આ પણ વાંચો – બાળકોને ટામેટાનો સોસ કે કેચઅપ ખવડાવવાથી થઇ શકે છે નુકસાન, ડોક્ટરે આપી ચેતવણી
સનસ્ક્રીન લગાયા વગર બહાર જવું
સનસ્ક્રીન માત્ર ઉનાળામાં કે તડકામાં જતી વખતે લગાવવી જોઈએ એવું નથી, પરંતુ તેનો ઉપયોગ દરેક ઋતુમાં અને દરેક સમયે કરવો જોઈએ. જ્યારે પણ તમે બહાર જાઓ, ત્યારે સનસ્ક્રીન લગાવો. આ ત્વચાને ટેનિંગ, કરચલીઓ અને સૂર્યના કિરણોથી બચાવે છે.
ખોટા પ્રોડક્ટનો ઉપયોગ કરશો નહીં
ઘણા લોકો બજારમાંથી ખોટા પ્રોડક્ટો ખરીદે છે અને તેનો ઉપયોગ કરે છે. દરેકની ત્વચાનો પ્રકાર જુદો જુદો હોય છે. આવી સ્થિતિમાં નિષ્ણાતની સલાહ લીધા પછી જ ત્વચા માટે ઉત્પાદન ખરીદવું અને તેનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે. ખોટી પ્રોડક્ટ લગાવવાથી ત્વચા પર ફોલ્લીઓ, ખીલ અને એલર્જીનો ખતરો રહે છે.