scorecardresearch
Premium

Mindful Morning Routines: સવારે જાગીને મોબાઇલ જોવાના બદલે આ 5 કામ કરો, તન તંદુરસ્ત અને મન પ્રફુલ્લિત રહેશે

Top 5 Mindful Morning Routine to Improve Focus: સવારની શરૂઆત સારી હોય તો આખો દિવસ સારો જાય છે. અહીં સવારની શરૂઆત કરવા માટે સારી 5 આદતો વિશે જાણકારી આપી છે, જે તમારા આખા દિવસને Good Day બનાવશે.

Powerful Mindful Morning Ritual
Mindful Morning Routines: સવારની સારી આદત આખો દિવસ સુધારે છે. (Photo: Freepik)

Powerful Mindful Morning Ritual to Reduce Stess and Anxiety: સવારની શરૂઆત સારી હોય તો આખો દિવસ સારો જાય છે. શરીરને સ્વસ્થ, નીરોગી અને તંદુરસ્ત રાખવા માટે વ્યક્તિની દિનચર્યા મોટી ભૂમિકા ભજવે છે. આખો દિવસ ઉર્જાવાન અને આનંદિત રહેવા માટે દિવસની શરૂઆત યોગ્ય રીતે કરવી જોઇએ. જો તમારું તન અને મન તંદુરસ્ત હશે તો ઓફિસમાં મન લાગે છે અને ઝડપી સારી રીતે કામ પૂર્ણ થાય છે. સવારની શરૂઆત કરવા માટે સારી 5 આદતો વિશે જાણકારી આપી છે, જે તમારા આખા દિવસને Good Day બનાવશે.

સવારે વહેલા જાગો

દરેક વ્યક્તિ એ સવારે વહેલા જાગવું જોઇએ. સામાન્ય રીતે 5 થી 8 વાગે સુધીમાં પથારી માંથી ઉભાં થઇ જવું જોઇએ. સવારે વહેલા જાગવાથી શરીરમાં સ્ફૂર્તિ અનુભવાય છે. સવારની શુદ્ધ અને ઠંડી હવા મનને પ્રફુલ્લિત રાખે છે. આથી સવારે વહેલા ઉઠવા માટે મોડામાં મોડું રાતે 11 વાગે સુધી સુંઇ જવું જોઇએ. સામાન્ય રીતે દરેક વ્યક્તિ માટે રાત્રે 6 થી 8 કલાકની ઉંઘ જરૂરી છે. મોડા ઉઠવાથી શરીરમાં આળસ રહે છે.

વર્કઆઉટ કે કસરત કરો

શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે કસરત કરવી જોઇએ. સવારે દૈનિક ક્રિયા પતાવ્યા બાદ કસરત કરવાથી શરીર મજબૂત થાય છે. ઘરે કે જીમમાં જઇને પણ કસરત કરી શકાય છે. કસરત કરવાથી શરીરની માંસપેશીઓ મજબૂત થાય છે. ભૂખ લાગે છે, પાચન તંત્ર સુધરે છે. આથી દરેક વ્યક્તિએ સવારમાં 10 થી 30 મિનિટ સુધી કસરત કરવી જ જોઇએ. જો સવારે વધારે સમય ન હોય તો ઘરે જ સૂર્યનમસ્કાર કરી શકાય છે. સવારે વોક કરવાથી કે સાયકલ ચલાવવાથી શરીર સ્વસ્થ રહે છે.

યોગ કે મેડિટેશન કરો

યોગ કે મેડિટેશન કરવાથી મનને રાહત મળે છે અને માનસિક તણાવ દૂર થાય છે. સવારે શાંત વાતાવરણમાં યોગ કરવાથી એકાગ્રતા અને યાદશક્તિ વધે છે, કામમાં ધ્યાન લાગે છે. પ્રાણાયામ કરવાથી હૃદય અને મગજમાં લોહીનું પરિભ્રમણ વધે છે.

ડ્રાયફ્રુટ્સ અને ફ્રૂટ્સ જ્યુસ પીવો

સવારના પહેલો બ્રેકફાસ્ટ આરોગ્યપ્રદ હોવો જોઇએ. સવારે સૌથી પહેલા ઉઠીને ગરમ પાણી પીવું જોઇએ. તેનાથી પેટ સાફ થશે અને કબજિયાત મટે છે. સવારે બ્રેકફાસ્ટમાં બદામ, કાજુ, અખરોટ જેવા સુકામેવાનું સેવન કરવાથી શરીરને ઊર્જા મળે છે. ખાસ કરીને જે લોકે જીમ વર્કઆઉટ કરે છે તેમણે સવારે ડ્રાયફ્રુટ્સનું સેવન અવશ્ય કરવું જોઇએ. ઉપરાંત તાજા ફળોના રસનું સેવન કરવાથી પણ શરીરને ફાયદો થાય છે.

પૂજા પાઠ કરવો, મંદિર દર્શન કરવા જાઓ

મોટાભાગના લોકો સવારે સ્નાન કર્યા બાદ પૂજા પાઠ કરે છે. કહેવાય છે કે, ભગવાનની પૂજા પાઠ કરવાથી મન શાંત થાય છે,જીવનની મુશ્કેલીથી લડવાની શક્તિ મળે છે. આથી સવારે પૂજા પાઠ કે કોઇ મંત્રીનો જાપ કરી શકાય છે. ઉપરાંત દરરોજ કોઇ એક મંદિરે દર્શન કરવાનો નિયમ પણ બનાવી શકાય છે.

Web Title: Health benefits of mindful morning routine tips in gujarati as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×