Happy Diwali 2024 : દિવાળીના અવસરે દેશભરમાં રોનક છે અને રોશનીના આ તહેવારમાં લોકો એકબીજાને અભિનંદન આપી રહ્યા છે. દિવાળી 2024ની ઉજવણી ઘણા સ્થાનો પર 31 ડિસેમ્બરે અને કેટલાક સ્થાનો પર 1 નવેમ્બર કરવામાં આવી રહી છે. ઘરોમાં દીવા, રોશની અને ફૂલોની સજાવટની સાથે સાથે આ દિવસે લોકો એકબીજાને ઘણા શુભકામનાઓ સંદેશ પણ મોકલે છે. જો તમે પણ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ પર તમારા મિત્રો અને સંબંધીઓને દિવાળી શુભકામનાના મેસેજ મોકલો છો. પરંતુ બધાને અલગ-અલગ મેસેજ ના મોકલી એકસાથે મોકલવા માંગો છો આ રીત ખૂબ જ સરળ છે.
મેટાની માલિકીની વોટ્સએપમાં એક એવું ફીચર છે, જેનાથી તમે એક સાથે તમામ વોટ્સએપ કોન્ટેક્ટ્સને મેસેજ મોકલી શકો છો. જી હા, WhatsApp BroadCast ફીચર દ્વારા તમે એક જ સિંગલ ક્લિકમાં 250થી વધુ વોટ્સએપ યુઝર્સને દિવાળીની શુભેચ્છા પાઠવી શકો છો. ચાલો તમને જણાવીએ કે શું છે રીત…
તમને જણાવી દઈએ કે વોટ્સએપ બ્રોડકાસ્ટ લિસ્ટ ફિચર Windows, Mac કે Web પર સપોર્ટ કરતું નથી.
બ્રોડકાસ્ટ લિસ્ટ માટેની જરૂરિયાતો
- ખાતરી કરો કે તમારા બ્રોડકાસ્ટ લિસ્ટમાં રહેલા બધા કોન્ટેક્ટ લિસ્ટના એડ્રેસ બુકમાં તમારો નંબર સેવ હોય.
- તમે તમારી જરૂરિયાત પ્રમાણે કેટલાય બ્રોડકાસ્ટ લિસ્ટ બનાવી શકો છો.
- દરેક બ્રોડકાસ્ટ લિસ્ટમાં 256 કોન્ટેક્ટ્સ સેવ કરી શકાય છે.
આ પણ વાંચો – દિવાળી પર પાણીના દીપક પ્રગટાવી ઘરને પ્રકાશિત કરો, લોકો કહેશે વાહ!
બ્રોડકાસ્ટ લિસ્ટ કેવી રીતે ક્રિએટ કરવું
- સૌથી પહેલા વોટ્સએપ પર જઈને Menu માં જઇને More ઓપ્શન પર ટેપ કરો
- આ પછી New Broadcast પર ટેપ કરો
- પછી લિસ્ટમાં જે કોન્ટેક્ટ્સ ઉમેરવા માંગો છો તેને સિલેક્ટ કરો
- પછી ચેક માર્ક પર ટેપ કરો
- હવે તમારું બ્રોડકાસ્ટ લિસ્ટ તૈયાર છે
- આ પછી જો તમે મેસેજ મોકલો છો તો તમને ઓપ્શનમાં બ્રોડકાસ્ટ લિસ્ટનું નામ પણ દેખાશે.
- તમે તેને સિલેક્ટ કરીને બધા યુઝર્સ એક સાથે 256 યુઝર્સને સંદેશા ફોરવર્ડ કરી શકો છો.
નોંધનીય છે કે જે યૂઝર્સ બ્રોડકાસ્ટ લિસ્ટ દ્વારા મેસેજ રિસીવ કરે છે તેમને મેસેજ વ્યક્તિગત ચેટ ટેબમાં જ મળે છે. તેમનો જવાબ તમને વ્યક્તિગત સંદેશના રૂપમાં પણ મળશે. ધ્યાનમાં રાખો કે જે લોકોએ તેમના ફોન સંપર્કોમાં તમારો નંબર સેવ કર્યો છે તેમને જ બ્રોડકાસ્ટ સંદેશ મળશે. જો કોઇને તમારા દ્વારા બ્રોડકાસ્ટ કરેલો સંદેશો મળી રહ્યો નથી તો તેમને કહો કે તમારો નંબર તેમના કોન્ટેક્ટમાં સેવ કરે.
બ્રોડકાસ્ટ લિસ્ટને એડિટ પણ કરી શકાય છે
- આ માટે સૌ પહેલા chats ટેબ પર જાઓ અને બ્રોડકાસ્ટ લિસ્ટમાં ટેપ કરો,
- તે પછી More વિકલ્પ પર જાઓ અને Broadcast list info પસંદ કરો
- હવે સ્ક્રીન પર તમને બ્રોડકાસ્ટ લિસ્ટનું નામ બદલવાનો વિકલ્પ દેખાશે
- More ઓપ્શનમાં જઇને Change broadcast list name સિલેક્ટ કરો
- આ પછી Enter the new name of your broadcast list > OK પર ટેપ કરો
- Edit recipients પર ટેપ કરીને તમે કોન્ટેક્ટ્સને ડિલીટ કે એડ કરી શકો છો.