Google Maps 7 Useful Features : ગૂગલ મેપ દુનિયાભરમાં સૌથી લોકપ્રિય નેવિગેશન એપ્લિકેશન છે. ક્યાંક ફરવાની વાત હોય કે રેસ્ટોરન્ટ, કાફે સર્ચ કરવાની વાત હોય, ગૂગલ મેપ્સ હંમેશા મદદ કરવા માટે તૈયાર રહે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દિગ્ગજ ટેક કંપની ગૂગલે પોતાની નેવિગેશન એપ્સમાં ઘણા નવા ફીચર્સ ઉમેર્યા છે, જેથી યૂઝર્સ તેનો સરળતાથી ઉપયોગ કરી શકે છે. પાર્કિંગમાં વાહનનું લોકેશન હોય કે પછી બિલ્ડિંગનું એન્ટ્રન્સ શોધવું હોય – ગૂગલ મેપ્સમાં ઘણા એવા ફીચર્સ છે જે ખૂબ જ ઉપયોગી છે. આજે અમે તમને ગૂગલ મેપના ખાસ 7 ફીચર્સ વિશે જણાવી રહ્યા છીએ જેના વિશે દરેક વ્યક્તિને જાણકારી હોવી જોઈએ
અનલોક કર્યા વગર ફોન પર ડાયરેક્શન (Glanceable Directions)
થોડા મહિના પહેલા ગૂગલે ગ્લાન્સેબલ ડિરેક્શન્સ નામનું નવું ફીચર લોન્ચ કર્યું હતું. આ ફીચર દ્વારા યૂઝર્સ પોતાના ફોનને અનલોક કર્યા વગર દિશા નિર્દેશ જોઇ શકે છે. આ ફીચર દ્વારા તમે સ્ટાર્ટ બટન દબાવ્યા વિના તમારા રોડનો સંપૂર્ણ ઓવરવ્યૂ મેળવી શકો છો.
આ ફીચર એક્ટિવ કરવા માટે પહેલા તમારા સ્માર્ટફોનમાં ગૂગલ મેપ્સ ખોલો અને પછી સ્ક્રીનના ઉપરના જમણા ખૂણામાં દેખાતા પ્રોફાઇલ પિક્ચર આઇકોન પર ટેપ કરો. ત્યારબાદ, Settings ઓપ્શન પસંદ કરો અને પછી નીચે સ્ક્રોલ કરો અને નેવિગેશન સેટિંગ્સ (Navigation Settings) પર ટેપ કરો. હવે તમારી સામે દેખાતી સ્ક્રીન પર ગ્લાન્સેબલ ડાયરેક્શન્સ (Glanceable Directions) ઓપ્શનની ટોગલ ઓન કરો.
બિલ્ડિંગ એન્ટ્રેસ શોધવા માટે ઉપયોગ (Find entrance to buildings)
ગૂગલ મેપ્સ તમને આ કામમાં મદદ કરી શકે છે. ટેક જાયન્ટે તાજેતરમાં જ એક નવું ફીચર લોન્ચ કર્યું છે જે યુઝર્સ કોઈ બિલ્ડિંગની નજીક આવે છે ત્યારે આપમેળે એન્ટ્રેસ અને નજીકના પાર્કિંગ સ્લોટ્સ વિશે જાણકારી આપે છે. જો તમે રાત્રે કોઇ સ્થળ પર કે મોટા બિલ્ડિંગમાં જઇ રહ્યા છો તો આ ફિચર તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જો કે આ ફીચર આવનારા દિવસોમાં તમામ યૂઝર્સ માટે ઉપલબ્ધ થશે.
સેવ યોર વ્હીકલ પાર્કિંગ લોકેશન (Save Your Vehicle’s Parking Location)
શું તમે એવા વ્યક્તિઓમાં એક છો જે તેમની કાર અથવા બાઇક પાર્કિંગમાં ક્યા મૂકી છે તે ભૂલી જાય છે? ગૂગલ મેપ્સ તમને તમારા પાર્ક કરેલા વાહનનું લોકેશન સેવ કરવામાં મદદ કરે છે. પાર્કિંગ સ્પોર્ટ સેવ કરવા માટે પાર્કિંગ બાદ ગૂગલ મેપ્સમાં મુખ્ય સ્ક્રીન પર દેખાતા બ્લૂ ડોટ પર ટેપ કરો. આ પછી, તમને સેવ પાર્કિંગ વિકલ્પ દેખાશે અને જ્યાં સુધી તમે તેને મેન્યુઅલી ડિલીટ ન કરો ત્યાં સુધી આ લોકેશન સેવ થઈ જશે. તેને ડિલીટ કરવા માટે સેવ કરેલા લોકેશન પર ટેપ કરો અને ક્લિયર બટન દબાવો.

ઇવી ચાર્જિંગ સ્ટેશન શોધો (Find EV charging stations)
પાછલા મહિને ગૂગલ મેપ્સમાં એક નવું ફીચર્સ આવ્યું હતુ, જેના મારફતે તમે સરળતાથી પોતાની આસપાસના ઇવી ચાર્જિંગ સ્ટેશન શોધ શકે છે. આ માટે, તમારે તમારા વાહનને ચાર્જ કરવા માટે તમે જે ચાર્જરનો ઉપયોગ કરો છો તે ચાર્જર ટાઇપ કરવું પડશે અને પછી નજીકનું ચાર્જિંગ સ્ટેશન શોધવા માટે lectric vehicle charging stations near me ટાઇપ કરીને સર્ચ કરવું પડશે.
તે કયું ચાર્જર છે તે સેટ કરવા માટે, ગૂગલ મેપ્સ સેટિંગ્સ પર જાઓ અને પછી ઇલેક્ટ્રિક વ્હીકલ સેટિંગ્સ પર ટેપ કરો અને વિવિધ પ્રકારના પ્લગ પસંદ કરવા માટે એડ પ્લસ વિકલ્પ પર ક્લિક કરો.
આસપાસના મનપસંદ સ્થળ શોધો (Google Lens to find nearby places of interest)
શું તમે જાણો કે ગૂગલ્સ મેપ્સ વડે તમે તમારા મનપસંદ સ્થળ સર્ચ કરવા માટે Google Lens મદદરૂપ થઇ શકે છે? આ ફીચર દ્વારા તમે તમારા કેમેરા દ્વારા નજીકની રેસ્ટોરાં, કાફે, ઓપનિંગ અવર્સ, રેટિંગ્સ, રિવ્યૂઝ અને તે જગ્યાના ફોટા સાથે જોડાયેલી જાણકારી મેળવી શકો છો. આ ફીચરનો ઉપયોગ કરવા માટે Google Lens બટન પર ટેપ કરો. તમને આ બટન સર્ચ બારની જમણી બાજુએ જોવા મળશે અને કોઈ સ્થળ વિશે વધુ માહિતી મેળવવા માટે તે સ્થાન તરફ ધ્યાન દોરશો.
પોતાના ટ્રાવેલ પ્લાન માટે ETA ચેક કરો (Check ETA for future travel plans)
કોઇ સ્થળ પર જવા માટે રિયલ ટાઈમ ટ્રાવેલ ચેક કરવા ઉપરાંત Google Maps એ બાબતમાં પણ દદ કરી શકે છે કે કોઇ જગ્યા પર પહોંચવામાં કેટલો સમય લાગશે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે પોતાનો સ્ટાર્ટિંગ પોઇન્ટ ડેસ્ટિનેશનલ સેટ કરો અને ત્યારબાદ જમણી બાજુએ 3 ડોટ મેનૂ પર ટેપ કરો.
આ પછી, Set depart or arrival time વિકલ્પ મળશે. હવે તમારે જે સમય જવું હોય કે પહોંચવું હોય તે સમય સિલેક્ટ કરો અને પછી ગૂગલ મેપ્સ તમને ત્યાં પહોંચતા કેટલો સમય લાગશે તે જણાવશે.
તમારી જુની ટ્રિપ જોવા માટે ટાઈમલાઈનનો ઉપયોગ કરો (Use the timeline to see your past trips)
શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે ક્યા દિવસે અથવા સમયે ક્યા હતા? ગૂગલ મેપ્સમાં Timeline ફીચર્સ તમારા પાછલા લોકેશન અને ટ્રાવેલ હિસ્ટ્રીનો ટ્રેક રાખે છે. એટલે કે જે દિવસથી તમે એપનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું, ત્યારથી જ હિસ્ટ્રી પણ સેવ થઇ જાય છે.
આ પણ વાંચો | ફ્લાયઓવરથી જવું કે નીચે જવું? ગુગલ મેપ્સ તમને મદદ કરશે, જાણો કેવી રીતે ઉપયોગ કરવો
આ ફીચરનો ઉપયોગ કરવા માટે ગૂગલ મેપ્સના ઉપરના જમણા ખૂણામાં પ્રોફાઇલ પિક્ચર પર ટેપ કરો અને પછી તમારી ટ્રાવેલ હિસ્ટ્રી જોવા માટે Your Timeline પસંદ કરો. ધ્યાનમાં રાખો કે ઘણી વખત આ ડેટા સચોટ છે અને ક્યારેક સચોટ ન પણ હોઈ શકે.