scorecardresearch
Premium

Friendship Day 2025 : ફ્રેન્ડશિપ ડે ની શરૂઆત કેવી રીતે થઇ, જાણો ઇતિહાસ અને મહત્વ

Friendship Day 2025 : ભારતમાં ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે ફ્રેન્ડશિપ ડે મનાવવામાં આવે છે. આ વખતે તે 3 ઓગસ્ટે ઉજવવામાં આવશે.

Friendship Day 2025, ફ્રેન્ડશિપ ડે 2025
Friendship Day 2025 : ફ્રેન્ડશિપ ડે તારીખ, ઇતિહાસ અને મહત્વ (તસવીર – Pinterest)

Friendship Day History : ફ્રેન્ડશિપ ડે રવિવારને 3 ઓગસ્ટના રોજ મનાવવામાં આવશે. મિત્રતા જીવનનો સૌથી મૂલ્યવાન સંબંધ છે. આ એક એવો સંબંધ છે જે લોહીના સંબંધોથી અલગ હોવા છતાં લાગણીઓ સાથે ઊંડાણપૂર્વક જોડાયેલો છે. સાચા મિત્રો સુખ-દુઃખમાં સાથ આપે છે. સાચો મિત્ર તે છે જે આપણને કોઈ સ્વાર્થ વિના સમજે છે, આપણી લાગણીઓને માન આપે છે અને આપણને સાચી દિશામાં માર્ગદર્શન આપે છે.

ફ્રેન્ડશિપ ડે ક્યારે ઉજવવામાં આવે છે?

મિત્રતાનું બંધન અતૂટ હોય છે. મિત્રતા બધા ધર્મો, જાતિઓ, રંગ, સ્વરૂપો અને ઉંમરથી પર છે. જો જીવનમાં મિત્રો ન હોય, તો એવું લાગે છે કે જીવન બેકાર છે. મિત્રતામાં કોઈ સોરી કે થેન્ક્સ હોતું નથી, પરંતુ વર્ષમાં એક દિવસ તમારી લાગણીઓને વ્યક્ત કરવા માટે ખાસ મિત્રતાને સમર્પિત કરવામાં આવ્યો છે. મિત્રતાને યાદ કરવા માટે દર વર્ષે ઓગસ્ટના પહેલા રવિવારે આ ખાસ દિવસ ઉજવવામાં આવે છે.

ફ્રેન્ડશિપ ડે નો ઇતિહાસ?

ફ્રેન્ડશિપ ડે ની ઉજવણીનો પહેલો વિચાર પેરાગ્વેથી આવ્યો હતો. વર્ષ 1958માં જોસ હોલ નામના એક વ્યક્તિએ આ દિવસની ઉજવણી શરૂ કરી હતી. જોસ હોલ હોલમાર્ક કાર્ડ કંપની સાથે જોડાયેસા હતા, તેથી લોકોને લાગ્યું કે તે પોતાના કાર્ડ બિઝનેસને વધારવા માટે આવું કરી રહ્યા છે. આ કારણે ધીમે ધીમે આ દિવસમાં લોકોની રૂચિ ઘટતી ગઈ.

ઘણા વર્ષો પછી વર્ષ 2011માં યુનાઇટેડ નેશન્સે (યુએન) 30 જુલાઈને વર્લ્ડ ફ્રેન્ડશિપ ડે તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. આ પછી દુનિયાના અલગ-અલગ ભાગોમાં ફ્રેન્ડશિપ ડે ની ઉજવણી શરૂ થઇ ગઇ હતી. જોકે દરેક દેશમાં અલગ અલગ દિવસે ફ્રેન્ડશિપ ડે મનાવવામાં આવે છે.

આ પણ વાંચો – હેપ્પી ફ્રેન્ડશીપ ડે શુભેચ્છા સંદેશ, દોસ્તી શ્વાસ જેટલી ખાસ હોય છે…

ભારતમાં ફ્રેન્ડશિપ ડે ક્યારે ઉજવવામાં આવે છે?

ભારતમાં ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે ફ્રેન્ડશિપ ડે મનાવવામાં આવે છે. જોકે સંયુક્ત રાષ્ટ્રએ આ માટે 30 જુલાઈનો દિવસ નક્કી કર્યો છે, પરંતુ જુદા જુદા દેશોમાં અલગ અલગ દિવસોમાં તેની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે ફ્રેન્ડશિપ ડે મનાવવામાં આવે છે. આ વખતે તે 3 ઓગસ્ટે ઉજવવામાં આવશે.

ફ્રેન્ડશિપ ડે નું મહત્વ?

ફ્રેન્ડશિપ ડે દોસ્તીના અનમોલ સંબંધને સેલિબ્રટ કરવાનો ડે એક ખાસ દિવસ છે. આ દિવસ આપણને આપણા મિત્રો પ્રત્યે આભાર વ્યક્ત કરવા, જૂની યાદો તાજી કરવાની અને સંબંધોને વધુ મજબૂત બનાવવાની તક આપે છે. સાચા મિત્રો જીવનના સુખ-દુ:ખમાં સાથે રહે છે, તેથી આ દિવસ મિત્રતાનું મહત્વ સમજવા અને તેને માન આપવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના મિત્રોને ગિફ્ટ આપે છે અને તેમની સાથે જૂની યાદો તાજી કરે છે. સાથે જ ઘણા લોકો આ દિવસે પોતાના ખાસ મિત્રો સાથે પાર્ટી પણ કરે છે.

Web Title: Friendship day 2025 date history significance and more in gujarati ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×