scorecardresearch
Premium

Migraine Pain: તમારા રસોડામાંજ માઈગ્રેનનો ઉપચાર ઉપલબ્ધ, જાણો અહીં

food to heal migraine pain: સવારે 10-15 આખી રાત પલાળેલી કિશમિશનું સેવન કરવાથી માઈગ્રેનથી છુટકારો મળશે.

migraine, health tips, migraine remedies
Health Tips :તમારા રસોડામાંજ માઈગ્રેનનો ઉપચાર ઉપલબ્ધ

માઇગ્રેનમાં માથાનો અસહ્ય દુખાવો થાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર દુનિયામાં દર ૭ માંથી ઓછામાં ઓછો ૧ યુવા આ બીમારીથી પીડિત છે. માઇગ્રેનની સમસ્યાના દુખાવામાંથી રાહત મેળવવા માટે તમે પેઈન કીલર નો સહારો લઇ શકો છો પરંતુ તેની સ્વાસ્થ્ય પર ઘણીવાર સાઈડ ઇફેક્ટ પણ થાય છે.

આયુર્વેદ વિશેષજ્ઞ ડો. દીક્ષા ભાવસાર સાવલિયાથી માઇગ્રેન લક્ષણોમાં રાહત મેળવવામાં નેચરલ અને ઘરગથ્થુ ઉપચાર કરવાની સલાહ આપે છે. એક્સપર્ટએ કિચનમાં હાજર કેટલાક મસાલા વિશે જણાવ્યું છે જેનું સેવન કરવાથી માઇગ્રેનના દુખાવામાં રાહત મળે છે. જાણો આ નુસખા વિષે,

આ પણ વાંચો: Dehydration in winter: શિયાળામાં કેવી રીતે ખબર પડશે કે શરીરમાં પાણીની અછત, જાણો લક્ષણો

પલાળેલી કિશમિશ ખાઓ

એક્સપર્ટએ કહ્યું દિવસની શરૂઆત હર્બલ ચાથી કરવી. હર્બલ ચા પીધા પછી તને પલાળેલી કિશમિશનું સેવન કરી શકો છો. સવારે 10-15 આખી રાત પલાળેલી કિશમિશનું સેવન કરવાથી માઈગ્રેનથી છુટકારો મળશે. એક્સપર્ટના મત મુજબ સતત 12 અઠવાડિયા સુધી કિશમિશનું સેવન કરશો તો વધતા શરીરમાં કફને પણ કોન્ટ્રોલ કરી શકાય છે. તેનું સેવન માઈગ્રેન તે સંબંધી લક્ષણો જેમ કે એસીડીટી, ઉબકા અને બર્નિંગ અને માઈગ્રેન કંટ્રોલ કરે છે.

જીરું-એલચી ચા પીવો: (જીરું-એલચી ચા)

જ્યારે તમને માઈગ્રેનના લક્ષણો લાગે ત્યારે તમે જીરું-એલચી ચાનું સેવન કરી શકો છો. આ ચા ઉબકા અને તણાવથી રાહત આપે છે. આ ચા બનાવવા માટે અડધો ગ્લાસ પાણી લો, તેમાં 1 ચમચી જીરું અને 1 ઈલાયચી ઉમેરો. તેને ત્રણ મિનિટ સુધી ઉકાળો અને પછી આ ચાનું સેવન કરો, તમને માઈગ્રેનના દુખાવામાં રાહત મળશે. અર્બન પ્લેટર , ન્યુટ્રિશનિસ્ટ રીમા કિંજલકરે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે જીરું અને ઈલાયચી ચા માઈગ્રેનના દુખાવામાં રાહત આપે છે.

આ પણ વાંચો: Mouth Smell: સવારે મોંની દુર્ગંધથી પરેશાન છો? જાણો બેડ બ્રેથથી છુટકારો મેળવાના ઉપાય

ગાયના ઘીનું સેવન કરો:

ડૉ. દીક્ષા જણાવે છે કે શરીર અને મનમાં વધારાના પિત્તને સંતુલિત કરવા માટે ગાયના ઘી કરતાં વધુ સારું કંઈ નથી. જે લોકો માઈગ્રેનના દુખાવાથી પરેશાન હોય તેમણે ગાયના ઘીનું સેવન કરવું જોઈએ. ઘીનું સેવન કરવાની શ્રેષ્ઠ રીત છે તેને ભાત અથવા રોટલી પર ખાવું. તમે તેને રાત્રે દૂધમાં પણ મિક્સ કરી શકો છો. તમે દવાઓની સાથે ઘીનું સેવન પણ કરી શકો છો. માઈગ્રેનના દુખાવામાં રાહત મેળવવા માટે તમે ઘી સાથે બ્રાહ્મી, શંખપુષ્પી, યસ્તિમધુ જેવી ઔષધિઓનું સેવન કરી શકો છો.

Web Title: Food to heal migraine pain home remedies spices health tips life style news

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×