scorecardresearch
Premium

Flirt Covid Variant : કોવિડ વાયરસનો નવો FLiRT ટાઈપ વિષે જાણો, શું તે વધુ ફેલાઈ શકે છે?

Flirt Covid Variant : KP.2 એ વાયરસના JN.1 પ્રકાર છે. તે નવા વેરિયન્ટ સાથે ઓમિક્રોન વંશનું પેટા-વેરિયન્ટ છે. જેનું ઉપનામ KP.2 છે

FLiRT variant of Covid
FLiRT variant of Covid : કોવિડ વાયરસનો નવો FLiRT ટાઈપ વિષે જાણો, શું તે વધુ ફેલાઈ શકે છે?

Ankita Upadhyay, Anonna Dutt : કેપી.2 (KP.2) નામનો નવો કોરોનાવાયરસ સમગ્ર વિશ્વમાં પ્રસરી રહ્યો છે. જેનું ઉપનામ FLiRT છે. આ વાયરસ યુનાઈટેડ સ્ટેટ્સ, યુનાઈટેડ કિંગડમ અને દક્ષિણ કોરિયામાં કોવિડ-19ના વધતા કેસ સાથે સંકળાયેલું છે. જીનોમિક સર્વેલન્સ ડેટા દર્શાવે છે કે, તે ભારતમાં નવેમ્બર 2023 થી પ્રચલિત છે. દેશના જીનોમ સિક્વન્સિંગ કન્સોર્ટિયમ INSACOG દ્વારા અત્યાર સુધીમાં લગભગ 250 KP.2 સિક્વન્સની જાણ કરવામાં આવી છે.

કોવિડ-19 વાયરસનું KP.2 ટાઈપ શું છે?

કેપી.2 (KP.2) એ વાયરસના JN.1 પ્રકાર છે. તે નવા વેરિયન્ટ સાથે ઓમિક્રોન વંશનું પેટા-વેરિયન્ટ છે. જેનું KP.2 નું ઉપનામ છે, બે રોગપ્રતિકારક એસ્કેપ મ્યુટેશનનું પ્રતિનિધિત્વ કરતા અક્ષરો પર આધારિત છે જે વાયરસને એન્ટિબોડીઝથી બચાવે છે.

જીનોમિક સાયન્ટિસ્ટ ડૉ. વિનોદ સ્કેરિયાએ કહ્યું કે, “સ્પાઇક પ્રોટીન પરના આ બે મ્યુટેશન સ્પાઇક પ્રોટીન પરની મુખ્ય સાઈટને વિક્ષેપિત કરે છે જ્યાં એન્ટિબોડીઝ SARS-CoV-2 વાયરસને બાંધે છે અને તેને બેઅસર કરે છે. આ પરિવર્તનો વાયરસને એન્ટિબોડીઝથી બચવા દે છે.”

આ પણ વાંચો: Explained Climate: વધુ હીટવેવ કેમ આવે છે? જલવાયુ પરિવર્તન પર થયેલા અધ્યયનમાં શું જાણવા મળ્યું?

ભારતમાંથી KP.2 પરનો જીનોમિક ડેટા શું દર્શાવે છે?

INSACOG દ્વારા ક્રમાંકિત 250 KP.2 જીનોમમાંથી અડધા કરતાં વધુ 128 સિક્વન્સ મહારાષ્ટ્રના હતા. માર્ચમાં સૌથી વધુ KP.2 સિક્વન્સ જોવા મળ્યા હતા.

વૈશ્વિક ડેટા બતાવે છે કે ભારત વિશ્વમાં KP.2 સિક્વન્સના સૌથી વધુ પ્રમાણની જાણ કરી રહ્યું છે. KP.2 સિક્વન્સ ઇન્ડિયા દ્વારા ગ્લોબલ ઇનિશિયેટિવ ઓન શેરિંગ ઓલ ઈન્ફલ્યુએન્ઝા ડેટા (GISAID) પર અપલોડ કરાયેલા 29% કોવિડ-19 સિક્વન્સનો બનેલો છે, છેલ્લા 60 દિવસમાં જે આ સિક્વન્સનો વિશ્વમાં સૌથી વધુ છે.

જો કે, JN.1 દેશમાં SARS-CoV-2 નું પ્રબળ પ્રકાર બની રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર ભારતમાં 14 મેના રોજ કોવિડ-19ના 679 સક્રિય કેસ હતા, અને દિલ્હીમાં એક મૃત્યુ આ રોગને આભારી છે.

શું KP.2 ગંભીર રોગનું કારણ બની શકે છે?

FLiRT રસીઓ અને અગાઉના ચેપથી રોગપ્રતિકારક શક્તિને ટાળવાની તેની ક્ષમતા દ્વારા વર્ગીકૃત થયેલ છે. તેના લક્ષણો તાવ, ઉધરસ, થાક અને પાચન સંબંધી સમસ્યાઓ સહિત અગાઉના લક્ષણો જેવા જ છે.

એક્સપર્ટ વેરિઅન્ટને પર રિસર્ચ કરી રહ્યા છે પરંતુ તેઓ અત્યારે બહુ ચિંતિત નથી.અશોકા યુનિવર્સિટીના ત્રિવેદી સ્કૂલ ઑફ બાયોસાયન્સના ડીન ડૉ. અનુરાગ અગ્રવાલે કહ્યું કે વેરિયન્ટને લઈને ચિંતા કરવાની જરૂર નથી.. “આ [ઇમ્યુન એસ્કેપ] મ્યુટેશન પહેલા જોવામાં મળ્યું છે.” યુ.એસ. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) રિપોર્ટ અનુસાર, એવા કોઈ સૂચક નથી કે KP.2 અન્ય વેરિયન્ટ કરતાં વધુ ગંભીર બીમારીનું કારણ બની શકે છે.

શું KP.2 ચેપ ફેલાવી શકે છે?

ડૉ. સ્કેરિયાએ જણાવ્યું હતું કે, ”FLiRT નો ટ્રાન્સમિશન રેટ વધારે છે અને, તેના પેરેન્ટ JN.1ની જેમ, તે ચેપનો વેવ ચલાવે તેવી શક્યતા છે.” ચેપ જલ્દી ફેલાય તેવી શક્યતા નથી. કારણ કે ગંભીર લક્ષણો વિના, મોટાભાગના લોકો ટેસ્ટ કરાવે તેવી શક્યતા લાગતી નથી.

દિલ્હીની ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ, પલ્મોનોલોજી અને ક્રિટિકલ કેર ડૉ. રાજેશ ચાવલાએ જણાવ્યું હતું કે શ્વસન ડ્રોપ્લેટ્સ દ્વારા વાયરસના સરળતાથી ફેલાવાની સંભાવનાને જોતાં, ખાસ કરીને રોગપ્રતિકારક શક્તિ સાથે ચેડા થયેલા લોકો માટે કડક સાવચેતી રાખવાની જરૂર છે.

આ પણ વાંચો: 56% રોગોનું મૂળ કારણ ખરાબ ખાન-પાન, ICMR અભ્યાસમાં મોટો ખુલાસો, ગાઈડલાઈન જાહેર

વરિષ્ઠ નાગરિકો વય-સંબંધિત શારીરિક ફેરફારો, રોગપ્રતિકારક કાર્યમાં ઘટાડો અને કોમોર્બિડિટીઝની હાજરી જેવા પરિબળોને કારણે ગંભીર બીમારી માટે સંવેદનશીલ હોય છે. સંશોધન સૂચવે છે કે 60 વર્ષ અને તેથી વધુ વયના પુખ્ત વયના લોકો, ખાસ કરીને જેઓ હૃદય રોગ, ફેફસાના રોગ, ડાયાબિટીસ અથવા કેન્સર જેવી પૂર્વ-અસ્તિત્વમાં રહેલી સમસ્યા ધરાવતા હોય , તેઓને અન્ય વય જૂથોની તુલનામાં ગંભીર અને સંભવિત જીવલેણ કોવિડ-19 ચેપનો અનુભવ થવાની શક્યતા વધુ હોય છે.

જે લોકો 65 અને તેથી વધુ ઉંમરના છે, અથવા જેઓની ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે, અને સગર્ભા સ્ત્રીઓ સૌથી વધુ સંવેદનશીલ છે.

KP.2 ચેપના લક્ષણો શું છે?

KP.2નો આ પ્રકાર, ઓમિક્રોનની જેમ, મુખ્યત્વે ઉપલા શ્વસન માર્ગને અસર કરે છે. ડૉ સ્કેરિયાએ કહ્યું કે, “પ્રેઝન્ટેશનમાં કોઈ ડોક્યુમેન્ટેડ તફાવત નથી.

ડૉ. ચાવલાએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત લોકોમાં તાવ અથવા શરદી, ઉધરસ, ગળામાં દુખાવો, નાક વહેવું, માથાનો દુખાવો, સ્નાયુમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, થાક, સ્વાદ અથવા જમવામાં સ્વાદ ન આવવો વગેરેનો અનુભવાય છે અને આ ઉપરાંત ગેસ્ટ્રો- પેટમાં અસ્વસ્થતા, હળવા ઝાડા અને ઉલટી સહિતના આંતરડાના લક્ષણો જોવા મળે છે.આ લક્ષણો ધરાવતા દર્દીઓ માટે હોસ્પિટલમાં દાખલ થવાનો દર સામાન્ય કરતા વધારે ન હતો”

ચેપ કેવી રીતે અટકાવી શકાય?

નિવારક પગલાંમાં ચાર વર્ષ પહેલાં કોવિડ ફાટી નીકળવાની શરૂઆતથી જે સલાહ આપવામાં આવી હતી તે જ છે. સોશિયલ ડિસ્ટન્સ અને ઇન્ડોર પબ્લિક સેટિંગમાં N95s અથવા KN95s જેવા માસ્ક સારી રીતે ફિટિંગ રેસ્પિરેટર્સનો ઉપયોગ કોવિડ-19 વાયરસના તમામ ટાઈપ સામે રક્ષણ આપે છે.

ઇન્ડોર જગ્યાઓમાં હવાની અવરજવર અને ફિલ્ટરેશનમાં વધારો પણ વાયરસના કણોમાં ઘટાડવામાં મદદ કરે છે. સંવેદનશીલ ગ્રુપ અને ભીડ ભાડ વાળા વિસ્તારોમાં રહેતા લોકોએ ખાસ કરીને સાવચેત રહેવું જોઈએ જ્યાં ચેપ ફેલાય છે.

શું લોકોને કોવિડ -19 રસીના બૂસ્ટર શોટ્સની જરૂર છે?

ભારતમાં અવેલેબલ મોટાભાગની કોવિડ-19 રસીઓ વાયરસના મૂળ પ્રકારને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, તેથી વધારાના શોટ્સ મદદ કરે તેવી શક્યતા નથી.ડૉ. સ્કેરિયાએ જણાવ્યું હતું કે, “એપ્રિલના અંતમાં, WHO ના કોવિડ રસી એડવાઈઝરી ગ્રુપે આગામી રસીના ફોર્મ્યુલેશન માટે એન્ટિજેન તરીકે JN.1 વંશનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી, કારણ કે FLiRT ચલ JN.1 નો પેરેન્ટ છે. જોકે ઇન્ડિયન વેક્સીન JN.1 વેરિઅન્ટ સાથે અપડેટ કરવામાં આવી નથી, અને તેથી ભારતમાં બૂસ્ટર ડોઝ અસરકારક હોવાની શક્યતા નથી.”

ડો. અગ્રવાલે જણાવ્યું હતું કે મોટાભાગના ભારતીયોને બૂસ્ટરની જરૂર નથી કારણ કે તેઓને કદાચ જેએન.1 સાથે સાયલન્ટ ઇન્ફેક્શન સહિત ફરીથી ઇન્ફેકશન થયું છે.

Web Title: Flirt flirt covid variant kp 2 covid 19 symptoms cases in india prevention sc

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×