scorecardresearch
Premium

માર્કેટમાં મળી રહ્યું છે નકલી અમૂલ ઘી, કંપનીએ જણાવ્યું કેવી રીતે કરવી ઓળખ

Fake Amul Ghee Identification: અમૂલે ગ્રાહકોને નકલી ડેરી ઉત્પાદનો અંગે એલર્ટ કરી ચેતવણી જારી કરી છે. કંપનીએ આ સમયગાળા દરમિયાન તેના નિવેદનમાં અસલી અને નકલી ઘી ને ઓળખવાની રીતો વિશે પણ જણાવ્યું છે

Amul Ghee, diwali 2024
અમૂલે ગ્રાહકોને નકલી ડેરી ઉત્પાદનો અંગે એલર્ટ કરી ચેતવણી જારી કરી છે.

Fake Amul Ghee Identification: દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકો બજારમાં જોરશોરથી ખરીદી કરવામાં લાગી ગયા છે. સાથે જ માર્કેટમાં નકલી અને મિલાવટી સામાન પણ બજારમાં બેફામ વેચાઈ રહ્યો છે. જાણીતી ડેરી કંપની અમૂલના ઘી માં ભેળસેળનો એક કિસ્સો પણ સામે આવ્યો છે, જેના પર ખુદ કંપનીએ સ્પષ્ટતા આપી છે. કંપનીએ આ વિશે નિવેદન જાહેર કરીને કહ્યું કે તેના નામે નકલી ઘી બજારમાં વેચવામાં આવી રહ્યું છે.

અમૂલે ગ્રાહકોને એલર્ટ કર્યા

તહેવારોની સિઝનમાં ઘી ની ખરીદી વધી જાય છે. આવી સ્થિતિમાં અમૂલે ગ્રાહકોને નકલી ડેરી ઉત્પાદનો અંગે એલર્ટ કરી ચેતવણી જારી કરી છે. કંપનીએ આ સમયગાળા દરમિયાન તેના નિવેદનમાં અસલી અને નકલી ઘી ને ઓળખવાની રીતો વિશે પણ જણાવ્યું છે. કંપનીએ પોતાની પોસ્ટમાં અસલી અને નકલી ઘી ના પેકેટ શેર કરતા કહ્યું કે અમૂલે 3 વર્ષથી વધુ સમયથી પોતાના એક લિટર રિફિલ ઘી પેકનું ઉત્પાદન બંધ કરી દીધું છે.

એડવાઇઝરીમાં કંપનીએ શું કહ્યું?

કંપનીએ એડવાઇઝરી જાહેર કરીને કહ્યું કે કેટલાક લોકો નકલી ઘી ને અમૂલના પેકેટમાં નાખીને વેચી રહ્યા છે. સાથે જ કંપની ઘણા સમય પહેલા જ આવા પેકેટ બંધ કરી ચૂકી છે. કંપનીએ પોતાના ગ્રાહકોને પણ સતર્ક રહેવાની અપીલ કરી છે.

આ પણ વાંચો – દિવાળી પર ખાંડ વગર ઘરે બનાવો મીઠાઈ, આ વસ્તુઓનો કરો ઉપયોગ

અસલી ઘી ને કેવી રીતે ઓળખવું?

અમૂલે પોતાના નિવેદનમાં કહ્યું છે કે તમે અસલી અને નકલી ઘીને સરળતાથી ઓળખી શકો છો. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે ઘી પેક કરવા માટે નવું પેક બનાવવામાં આવ્યું છે, જેની નકલ કરવી ખૂબ જ મુશ્કેલ છે. કંપનીના જણાવ્યા અનુસાર અમૂલનું નવું ઘી પેક ડુપ્લિકેશન પ્રૂફ છે, જે કોઇપણ પ્રકારની ભેળસેળને રોકવામાં મદદ કરે છે.

અમૂલે લોકોને કરી અપીલ

કંપનીએ લોકોને પેકેજ ચેક કર્યા બાદ જ પ્રોડક્ટ ખરીદવાની અપીલ કરી હતી. સાથે જ કંપનીએ લોકોને આગ્રહ કર્યો કે કોઈપણ પ્રકારની તપાસ માટે તમે ટોલ ફ્રી નંબર 1800 258 3333 પર કોલ કરી શકો છો.

Web Title: Fake amul ghee identification company issued advisory how to check fake and original amul ghee ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×