scorecardresearch
Premium

શું આઇબ્રો થ્રેડિંગ કરવાથી લીવર ફેલ થવાનું જોખમ રહે ?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં, એમબીબીએસ ડોક્ટર અદિતિજ ધામિજા કહે છે કે 28 વર્ષીય મહિલા જ્યારે આઈબ્રો ટેટૂ કરાવતી હતી ત્યારે તેનું લીવર ફેલ્યોર થઈ ગયું હતું.

શું આઈબ્રો થ્રેડિંગ લીવર ફેલ્યોરનું કારણ બને છે
eyebrow threading risk

Eyebrow Threading Risk | આઈબ્રો શેપિંગનો અર્થ એટલે અનુભવી વ્યક્તિ પાસે જવાનું, સારા લુક માટે આઈબ્રોના વાળ કાઢીને તેને પ્રોપર શેપ આપવામાં આવે છે. હવે આઈબ્રો શેપિંગ એક એવી પ્રક્રિયા છે જે બ્યુટી સલુન્સમાં સરળતાથી કરી શકાય છે. જો કે આ સરળ પ્રક્રિયા ક્યારેક જીવલેણ પણ બની શકે છે. કેવી રીતે? જાણો

શું આઈબ્રો થ્રેડિંગથી લીવર ફેઈલ થવાનું જોખમ રહે?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં, એમબીબીએસ ડોક્ટર અદિતિજ ધામિજા કહે છે કે 28 વર્ષીય મહિલા જ્યારે આઈબ્રો ટેટૂ કરાવતી હતી ત્યારે તેનું લીવર ફેલ્યોર થઈ ગયું હતું. તેણે કહ્યું કે “તે આઈબ્રો ટેટૂ (એટલે કે લાંબા સમય સુધી આઈબ્રો શેપમાં રહે છે) કરાવતી હતી પરંતુ લીવર ફેલ્યોર સાથે પાછી આવી હતી.

તેમણે કહ્યું કે મહિલા થાક, ઉબકા અને પીળી આંખો જેવા લક્ષણો સાથે હોસ્પિટલમાં આવી હતી. ટેસ્ટીગમાં જાણવા મળ્યું કે તેનું લીવર ફેલ થવા લાગ્યું હતું. આ દારૂ કે ડ્રગ્સને કારણે નહીં, પરંતુ બ્યુટી સલૂનમાં ખોટી સારવારને કારણે થયું હતું.

ડૉ. થમીજાએ કહ્યું કે આનું કારણ એ હતું કે વપરાયેલા દોરાનો ફરીથી ઉપયોગ કરવાથી થયેલા નાના કટ દ્વારા હેપેટાઇટિસ બી અથવા સી વાયરસ તેમના લોહીના પ્રવાહમાં પ્રવેશ્યો હતો.

આઈબ્રો થ્રેડિંગ અને લીવર હેલ્થ

થાણેની જ્યુપિટર હોસ્પિટલના ઇન્ટરનલ મેડિસિનના ડિરેક્ટર ડૉ. અમિત સરાફ કહે છે કે આઈબ્રો સુધારણા સીધી રીતે લીવર ફેલ્યોરનું કારણ નથી, પરંતુ જ્યારે અસ્વચ્છતાપૂર્વક કરવામાં આવે છે ત્યારે તે હેપેટાઇટિસ બી અને સી ચેપ તરફ દોરી શકે છે.

હેપેટાઇટિસ બી અને સી એ વાયરસ છે જે ચેપગ્રસ્ત લોહી દ્વારા ફેલાય છે. આઈબ્રોને શેપ આપતી વખતે એક નાનો કાપ અથવા ઘર્ષણ આ વાયરસ માટે શરીરમાં પ્રવેશવાનો માર્ગ બની શકે છે. ડૉ. સરાફે સમજાવ્યું કે વાયરસ દૂષિત દોરા, હાથ અથવા અન્ય ઉપયોગમાં લેવાતા સાધનો દ્વારા ફેલાય છે.

સારવાર ન કરાયેલ હેપેટાઇટિસ ચેપ સમય જતાં લીવરને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે, અને કેટલાક કિસ્સાઓમાં સિરોસિસ અથવા લીવર ફેલ્યોર તરફ દોરી જાય છે. એમ ડૉ. સરાફે જણાવ્યું હતું કે આઈબ્રો સુધારણા પોતે લીવર માટે ખતરનાક નથી, પરંતુ જો ઉપયોગમાં લેવાતી પ્રક્રિયાઓ હાઇજિનિક ન હોય, તો તે ખતરનાક બની શકે છે.

Milk Use For Glowing Skin | ગ્લોઈંગ સ્કિન માટે દૂધનો ઉપયોગ, ફેસ માસ્ક આ રીતે બનાવી લગાવો, ચહેરો ચળકશે!

ધ્યાનમાં રાખવા જેવી બાબતો

ડૉ. સરાફે કહ્યું કે, થ્રેડિંગ હંમેશા ક્લીન, પ્રોફેશનલ સલુન્સમાં જ કરવું જોઈએ. નવા નિકાલજોગ થ્રેડનો ઉપયોગ કરવો, તમારા હાથ ધોવા અને પ્રક્રિયા પહેલા અને પછી તે વિસ્તારને સાફ કરવો એ બધા મહત્વપૂર્ણ પગલાં છે. આ ઉપરાંત જો તમને કોઈ કકટ અથવા સ્કિન ઇન્ફેકશન હોય તો થ્રેડિંગ ટાળવું બેસ્ટ છે.

જે વ્યક્તિઓ નિયમિતપણે થ્રેડિંગ કરે છે તેઓએ સંભવિત જોખમોથી વાકેફ રહેવું જોઈએ અને યોગ્ય સ્વચ્છતા ધોરણોનું પાલન કરતા ટ્રેનિંગ પામેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

Web Title: Eyebrow threading risk is it causes liver failure hepatitis beauty tips in gujarati sc

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×